Tata group stock: ટાટા ગ્રુપનો આ ઓટો શેર કરાવશે બમ્પર કમાણી, બિગ બુલે પણ કર્યુ છે રોકાણ


Updated: January 18, 2022, 2:47 PM IST
Tata group stock: ટાટા ગ્રુપનો આ ઓટો શેર કરાવશે બમ્પર કમાણી, બિગ બુલે પણ કર્યુ છે રોકાણ
મલ્ટીબેગર સ્ટોક

Tata group stock: શેર અગાઉના રૂ. 509.75ના બંધ સામે 0.83 ટકા વધી રૂ. 514.10 પર ખૂલ્યો હતો. રૂ.1,74,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધારે છે.

  • Share this:
મુંબઈ: બિગ બુલ (Big Bull) તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં સામેલ અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) ટાટા મોટર્સ લિમિટેડ (Tata Motors Ltd.) પર તેજીનું વલણ જાળવી રાખ્યું છે. કહેવાય છે કે, TTMLના ત્રણેય બિઝનેસ રીકવરી મોડમાં છે. મોતીલાલ ઓસવાલે તાજેતરના જ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, “જ્યારે ઈન્ડિયા કોમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસમાં ચક્રીય રીકવરી જોવા મળશે, ત્યારે સ્થાનિક પેસેન્જર વ્હીકલ (PV) બિઝનેસ માળખાકીય રિકવરી મોડ પર છે. JLR પણ સાનુકૂળ પ્રોડક્ટ મિક્સ દ્વારા ચક્રિય રિકવરીનું સાક્ષી છે. જો કે, સપ્લાય-સાઇડ હેડવિન્ડ્સ રીકવરી પ્રક્રિયામાં વિલંબ ઊભો કરશે.”

શેરની કિંમત

શેર અગાઉના રૂ. 509.75ના બંધ સામે 0.83 ટકા વધી રૂ. 514.10 પર ખૂલ્યો હતો. રૂ.1,74,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધારે છે. છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સના શેરની કિંમત રૂ. 245.65થી વધીને રૂ. 526.90 માર્ક પર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં લગભગ 114 ટકા વળતર આપ્યું છે.

મોતીલાલ ઓસવાલનો અભિપ્રાય

મોતીલાલ ઓસવાલે પોતાના ટોપ રિસર્ચ આઇડિયામાં ટાટા મોટર્સ પર દાવ લગાવ્યો છે. બ્રોકરેજે 610 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપી છે. સાથે જ ટાઇમ ફ્રેમ એક વર્ષથી વધુની રાખી છે. જગુઆર લેન્ડ રોવર (JLR) નું 3QFY22 જથ્થાબંધ વોલ્યુમ (CJLR JV સિવાય) 33 ટકા વાર્ષિક (+9 ટકા QoQ) ઘટીને 69.2k યુનિટ્સ (v/s અંદાજિત 80k એકમો) અને ઉત્પાદનમાં 41 ટકા QoQથી 3QFY22માં 72.2k એકમોનો વધારો થયો છે, જે ચિપ સપ્લાયમાં સુધારો દર્શાવે છે.

રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સોબ્રોકરેજ ફર્મે વધુમાં ઉમેર્યું હતું કે, રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ અને આઈ-પેસના જથ્થાબંધ વોલ્યુમોએ અનુક્રમે 92, 64 અને 34.5 ટકા QoQ વૃદ્ધિ દર્શાવી હતી, જે મિક્સ સુધારાને દર્શાવે છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ઝુનઝુનવાલા સપ્ટેમ્બર 2021 સુધીમાં 1.11 ટકા હિસ્સો ધરાવે છે.

પરિણામ

હોમગ્રોન ઓટો કંપની ટાટા મોટર્સે 31 ડિસેમ્બર, 2021ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જગુઆર લેન્ડ રોવર સહિત ગૃપ વૈશ્વિક જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો (YoY) નોંધાવ્યો હતો. તમામ પેસેન્જર વાહનો માટે, Q3FY22 માં વૈશ્વિક જથ્થાબંધ વેચાણ 1,82,673 યુનિટ્સ હતા. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 3 ટકા ઓછું છે.

આ પણ વાંચો: 19મી જાન્યુઆરીએ લૉંચ થશે ટાટા મોટર્સની CNG કાર, જાણો સંભવિત ફિચર્સ વિશે

ટાટા ગ્રૂપ ફર્મે સેમિકન્ડક્ટર્સની અછતને પગલે ઊંચા ખર્ચ અને બ્રિટિશ આર્મ JLRના નીચા વેચાણને કારણે Q2માં કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 4,415.54 કરોડ નોંધાવી હતી. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં રૂ. 307.26 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. કામગીરીમાંથી આવક રૂ. 61,378.82 કરોડ હતી. જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 53,530 કરોડ હતી.
Published by: Vinod Zankhaliya
First published: January 18, 2022, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading