નોકરી હોય તો આવી, વાર્ષિક પગાર 3 કરોડ રૂપિયા, આ કંપનીએ કરી ઓફર
News18 Gujarati Updated: January 21, 2023, 3:45 PM IST
કંપનીએ કેલિફોર્નિયાના સૈન જોસમાં લોસ ગૈટોસ હેડક્વાર્ટર માટે ખાનગી જેટ પ્લેન માટે ફ્લાઇટ એટેન્ડન્ટની ભરતી વિષે જણાવ્યું છે.
Netflix કામ કરવા માંગતા ઉમેદવારો માટે જોબ ઑફર લાવ્યું છે. આ નોકરી ઉત્તર કેલિફોર્નિયા સ્થિત ફ્લાઇટ એટેન્ડન્ટ માટે છે.
એક તરફ, વિશ્વની પ્રખ્યાત કંપનીઓ કર્મચારીઓને કંપનીમાંથી દૂર કરી રહી છે. જ્યારે ઓનલાઈન વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે એક પોસ્ટ માટે જણાવ્યું છે જેનો પગાર કરોડોમાં છે. આ ખાલી જગ્યાની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. વાસ્તવમાં, કંપનીએ પ્લાઇટ એટેન્ડન્ટની નોકરી વિષે જણાવ્યું છે, જેના માટે વાર્ષિક 3 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે. કંપનીએ કેલિફોર્નિયાના સૈન જોસમાં લોસ ગૈટોસ હેડક્વાર્ટર માટે ખાનગી જેટ પ્લેન માટે ફ્લાઇટ એટેન્ડન્ટની ભરતી વિષે જણાવ્યું છે.
પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જોબ પોસ્ટ કરતાં કંપનીએ લખ્યું છે કે શું તમને એવિએશનનો શોખ છે? શું તમને ડ્રીમ ક્રૂમાં કામ કરવાની ઈચ્છા છે? મનીકંટ્રોલ અનુસાર, કંપનીનું કહેવું છે કે તેની એવિએશન ટીમ નેટફ્લિક્સને વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે વિશ્વ સુધી પહોંચવામાં મદદ કરે છે જેથી કંપની સમગ્ર વિશ્વમાં ખુશીઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખી શકે.
આ પણ વાંચો:
Home Loan: હોમ લોન નિપટાવવાના રામબાણ ઈલાજ, EMIમાંથી પણ મળી જશે છૂટકારોપગાર $60,000 થી $385,000
ફ્લાઇટ એટેન્ડન્ટ્સની બેઠક સુપર મિડસાઇઝ જેટ પર હશે. તે SJC સ્ટોકરૂમ જાળવશે. તેમજ જરૂરિયાત મુજબ G550 પ્રવાસોને પણ સમર્થન આપશે. કંપની આ નોકરી માટે $60,000 થી $3,85,000 નો પગાર ઓફર કરી રહી છે. જો ભારતીય ચલણના સંદર્ભમાં ગણતરી કરવામાં આવે તો આ રકમ વાર્ષિક રૂ.48 લાખથી રૂ.3.12 કરોડ જેટલી થાય છે.
ઉત્તર કેલિફોર્નિયા સ્થિત ફ્લાઇટ એટેન્ડન્ટ્સ માટે જોબ ઓપનિંગ
કંપનીના જણાવ્યા અનુસાર, Netflix ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે, તમે અમારી સંસ્કૃતિને સ્વીકારો તેવી અપેક્ષા રાખવામાં આવે છે જે સ્વ-પ્રેરણા, સ્વતંત્રતા અને જવાબદારી સાથે સ્વતંત્ર ઉડાન પર ભાર મૂકે છે. આ નોકરી ઉત્તરી કેલિફોર્નિયામાં સ્થિત ફ્લાઇટ એટેન્ડન્ટ માટે છે. જેમાં યોગ્ય ઉમેદવારને કેબિન અને પેસેન્જર સલામતી અને એરક્રાફ્ટ ઇમરજન્સી ઇવેક્યુએશનમાં વ્યાવસાયિક રીતે તાલીમ આપવામાં આવશે.
Published by:
Darshit Gangadia
First published:
January 21, 2023, 3:45 PM IST