હવે Oyo પણ 10 ટકા જેટલા કર્મચારીઓની છટણી કરશે, બિઝનેસ વધારવા 250ની ભરતી કરશે


Updated: December 3, 2022, 6:51 PM IST
હવે Oyo પણ 10 ટકા જેટલા કર્મચારીઓની છટણી કરશે, બિઝનેસ વધારવા 250ની ભરતી કરશે
વૈશ્વિક મંદીની પરિસ્થિતિમાં અનેક કંપનીઓ ખર્ચાઓ ઓછા કરવા માટે કર્મચારીઓની છટણી કરી રહી છે.

વૈશ્વિક મંદીની પરિસ્થિતિમાં અનેક કંપનીઓ ખર્ચાઓ ઓછા કરવા માટે કર્મચારીઓની છટણી કરી રહી છે. બાયજૂસ, વેદાંતા, ડેઈલીહંટ, શેરચેટ સહિત અનેક ભારતીય કંપનીઓએ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે રિતેશ અગ્રવાલની કંપની Oyoમાં પણ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવા માટે તૈયારી થઈ છે. આ બાબતે કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈઃ વૈશ્વિક મંદીની પરિસ્થિતિમાં અનેક કંપનીઓ ખર્ચાઓ ઓછા કરવા માટે કર્મચારીઓની છટણી કરી રહી છે. બાયજૂસ, વેદાંતા, ડેઈલીહંટ, શેરચેટ સહિત અનેક ભારતીય કંપનીઓએ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ત્યારે રિતેશ અગ્રવાલની કંપની Oyoમાં પણ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવા માટે તૈયારી થઈ છે. આ બાબતે કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Oyoએ આ બાબતે શનિવારે જાહેરાત કરીને જણાવ્યું છે કે, 3,700 કર્મચારીઓમાંથી 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. બીજી તરફ નવા કર્મચારીઓની પણ નિમણુંક કરવામાં આવશે.

Oyo પોતાની પ્રોડક્ટ, એન્જિનિયરીંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર અને વેકેશન હોમ્સ ટીમમાં સભ્યોની સંખ્યા ઓછી કરી રહી છે. જ્યારે પાર્ટનર રિલેશનશીપ મેનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં કેટલાક સભ્યો ઉમેરવામાં પણ આવશે. Oyoએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 3,700 કર્મચારીઓમાંથી 10 ટકા કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં આવશે. 250 સભ્યોની નવી ભરતી અને 600 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.

કંપની પાર્ટનર રિલેશનશીપ મેનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં લોકોને હાયર કરવાનું વિચારી રહી છે. મેનેજમેન્ટ સારું થાય તે માટે પ્રોડક્ટ અને એન્જિનિયરીંગ ટીમને મર્જ કરવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ, ઈન-એપ ગેમિંગ, સોશિયલ કન્ટેન્ટ ક્યૂરેશન અને પેટ્રોન ફેસિલિટેટેડજેવા કન્ટેન્ટટ પર કામ કરનારી ટેક ટીમમાં પણ કર્મચારીની સંખ્યા ઘટાડવાની તૈયારી છે. Oyoએ જણાવ્યું કે, પ્રોજેક્ટના સભ્યો જે સફળતાપૂર્વક ડેવલપ થઈ ગયા છે અને ‘પાર્ટનર SaaS’ની જેમ ડેપ્લોય કરવામાં આવી રહ્યા છે, તેમને મુખ્ય પ્રોડક્ટ અને ટેકનિકલ ક્ષેત્રનું કામ આપવામાં આવી રહ્યું છે.

કંપનીના ફાઉન્ડર અને ગૃપ CEO રિતેશ અગ્રવાલે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, Oyoમાં કામ કરતા તમામ સભ્ય અને કર્મચારીઓના કામને અને તેમની મહેનતને બિરદાવું છું અને તેમનું સમર્થન કરું છું.રિતેશ અગ્રવાલે આ અંગે વધુમાં જાણકારી આપતા જણાવ્યું છે કે, કંપનીમાં જે પણ પ્રતિભાશાળી અને બહુમૂલ્ય યોગદાન આપે છે, તે તમામ લોકો સાથે ડીલ કરવી મુશ્કેલ છે. ભવિષ્યમાં કંપનીના કામ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે એવા કર્મચારીઓ સુધી કંપની પહોંચવાની કોશિશ કરે છે.

ગ્રાહકોને સંતુષ્ટી મળે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યરૂપે રિલેશનશીપ મેનેજમેન્ટ ટીમમાં 250 સભ્યોને સામેલ કરવામાં આવશે. હોટલ અને ઘરની સંખ્યા વધારવામાં મદદ કરવા માટે બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં પણ અનેક લોકોને સામેલ કરશે.
First published: December 3, 2022, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading