Paras Defence IPO: પારસ ડિફેન્સ IPO પ્રથમ દિવસે જ 16 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

News18 Gujarati
Updated: September 22, 2021, 8:05 AM IST
Paras Defence IPO: પારસ ડિફેન્સ IPO પ્રથમ દિવસે જ 16 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ
પારસ ડિફેન્સનો આઈપીઓ 23મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

Paras Defence IPO subscription first day: સૌથી વધારે બોલી રિટેલ રોકાણકારોએ લગાવી. કંપનીનો આઈપીએ 23મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

  • Share this:
મુંબઈ. Paras Defence IPO: ડિફેન્સ સેક્ટરની કંપની પારસ ડિફેન્સનો આઇપી (Paras Defence)ઓ ખુલ્યાની મિનિટોમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. કંપનીનો ઇશ્યૂ ગઈકાલે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23મીના રોજ બંધ થશે. પારસ ડિફેન્સે 171 કરોડ રૂપિયા માટે આઈપીઓ લૉંચ કર્યો છે. જેમાંથી 140.6 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ છે, જ્યારે 30 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવશે. BSE ડેટા પ્રમાણે પ્રથમ દિવસે પારસ ડિફેન્સનો આઈપીઓ (Paras Defence IPO subscription Day 1) પ્રથમ દિવસે 16.57 ગણો ભરાયો છે. સૌથી વધારે બોલી રિટેલ રોકાણકારોએ લગાવી છે. કંપનીના 71.40 લાખ ઇક્વિટી શેરના બદલામાં 11.82 કરોડ શેરની બોલી લાગી ચૂકી છે. 20 સપ્ટેમ્બરના રોજ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 51.23 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.

રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 31.36 ગણો ભરાયો છે. નૉન-ઇસ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સો 3.77 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 1% ભરાયો છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ: (Grey Market Premium)

કંપનીની ઇશ્યૂ કિંમત 165-175 રૂપિયા છે. જ્યારે ગ્રે માર્કેટમાં હાલ એક શેર પર 210 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. આ રીતે જોઈએ તો અનલિસ્ટેડ માર્કેટમાં પારસ ડિફેન્સનો એક શેર 385 રૂપિયા (175+210) પર ટ્રેડ કરી રહ્યો છે.

કંપનીએ ઇશ્યૂનો 50% હિસ્સો ઇન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે અનામત રાખ્યો છે. નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે 15% હિસ્સો અનામત રખાયો છે. જ્યારે બાકીનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ (Sharad Virji Shah) અને મુંજાલ શરદ શાહ (Munjal Sharad Shah) છે.

રોકાણ કરવું જોઈએ કે નહીં?બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરના આંકડા પ્રમાણે કંપની પાસે 305 કરોડ રૂપિયાનો મજબૂત ઓર્ડર છે. સાથે જ કંપનીનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ છે. કંપની પાસે ડિફેન્સ, સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, હેવી એન્જીનિયરિગ અને વિશિષ્ટ ટેક્નોલૉજી ક્ષેત્રમાં ખૂબ સારો અનુભવ છે. જોકે, બિઝનેસ મોર્ચે કંપનીની આવક અને નફો સ્થિત દેખાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રેશ શેર જાહેર થયા પછી 175 રૂપિયાની ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે P/E આશરે 43 ગણો થઈ શકે છે.

આ પણ વાંચો:  સનસેરા એન્જિનિયરિંગના IPOનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?

સેક્ટરને વધારે બજેટ ફાળવવાનો ફાયદો પણ કંપનીને મળી શકે છે. ડ્રોન માટે આવેલી PLI સ્કીમથી પણ કંપનીને ફાયદો મળી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઈપીઓની નાની સાઇઝ, સારા વેલ્યૂએશન અને ડિફેન્સ સેક્ટરમાં કંપનીનો ધ્યાન કેન્દ્રીત હોવાથી આ આઈપીઓ અનેક ગણો ભરાઈ શકે છે.

પ્રાઇસ બેન્ડ: (Paras Defence IPO price band)

આઈપીઓ ભરવા માંગતા રોકાણકારે ઓછામાં ઓછા 85 શેર માટે અરજી કરવાની રહેશે. અપર પ્રાઇસ બેન્ડના હિસાબે રોકાણકારો ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (Minimum investment) કરવું પડશે. એક રોકાણકારો વધુમાં વધુ 13 બીડ કરી શકે છે.

વિદેશમાં પણ સેવા આપે છે કંપની

કંપનીનો આઈપીઓ 1 ઓક્ટોબરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે. મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.

નફો/નુકસાન

નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 22, 2021, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading