3000 કરોડ રૂપિયાના આ વેપારમાં મોટી ભૂમિકા ભજવે છે વાંદરા! પણ હવે સંકટમાં છે આ બિઝનેસ

News18 Gujarati
Updated: July 9, 2020, 3:19 PM IST
3000 કરોડ રૂપિયાના આ વેપારમાં મોટી ભૂમિકા ભજવે છે વાંદરા! પણ હવે સંકટમાં છે આ બિઝનેસ
વાનર

  • Share this:
થાઇલેન્ડ દુનિયામાં નારિયળ (Thailand Coconut Business)ના દૂધનો સૌથી મોટો ઉત્પાદક છે. પણ હાલના સમયમાં આ વેપાર મોટી મુશ્કેલીમાં પડી ગયો છે. કારણ કે આ વેપારમાં ઝાડ પરથી નારિયળ તોડવા માટે વાંદરાનો ઉપયોગ થાય છે. પણ હવે થાઇલેન્ડમાં નારિયળ અને તેનાથી બનતા પ્રોડક્ટ (Coconut Business) પર યુરોપ સમેત દુનિયાભરમાં વિરોધ થઇ રહ્યો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગની ખબર મુજબ પ્રાણીઓ માટે દુનિયાભરમાં કામ કરતી ગૈર સરકારી સંસ્થા પેટા (Peta) તેના વિરોધ કર્યો છે. 409 કરોડ ડૉલરનો આ વેપાર મોટા ભાગે વાંદરા પર નિર્ભર છે. પેટાનો આરોપ છે કે તે થાઇલેન્ડમાં વાનરોની સાથે દુરવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમની સાથે મશીનની જેમ કામ કરાવવામાં આવે છે. અને તે સતત કલાકો સુધી રોકાયા વગર કામ કરે છે.

વધુ વાંચો : Video : શું વાંદરાને પણ સતાવ્યો કોરોનાનો 'ડર'? રસ્તા પર પહેર્યો દેશી માસ્કમાસ્ક પહેરેલો વાનર

પેટાની રિપોર્ટ મુજબ દુનિયાભરમાં થાઇલેન્ડના કોકોનટને લઇને વિરોધ શરૂ થયો છે. અનેક બ્રિટિશ સુપરમાર્કેટ થાઇલેન્ડ નારિયળ ઉત્પાદનોને વેચવાનું બંધ કર્યું છે. એક પ્રમુખ થાઇ નિર્માતાએ કહ્યું કે અનેક અમેરિકી અને ઓસ્ટ્રેલિયા રિટેલ સેલ્સર્સે પણ આ મામલે પુછપરછ શરૂ કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસનની મંગેતર, કૈરી સાઇમંડ્સે પણ તેનાથી તૌબા કરી લીધી છે. તેમણે ટ્વિટ કરીને સ્ટોરથી વાંદરાનો ઉપયોગ કરનાર ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો છે.


ઇન્ડસ્ટ્રીને આ સંકટથી બચાવવા માટે થાઇલેન્ડ સરકારના અનેક મોટા અધિકારીઓ, કોકોનટ વેપારથી જોડાયેલા વેપારીઓ અને કોર્મર્સ મિનિસ્ટર સાથે આ મામલે બુધવારે એક બેઠક બોલાવી હતી. બ્લૂમબર્ગ મુજબ બેઠકમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે નારિયળના આ પ્રોડક્ટ પર સાફ લખવામાં આવે કે આ માટે વાનરોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જેથી લોકોને આ અંગે જાણકારી મળે.
Published by: Chaitali Shukla
First published: July 9, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading