Petrol Diesel Price Today: સોમવારે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

News18 Gujarati
Updated: October 11, 2021, 10:29 AM IST
Petrol Diesel Price Today: સોમવારે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates: ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ 2.80 રૂપિયા અને ડીઝલ 3.30 રૂપિયા પ્રતિ લીટર જેટલું મોંઘું થયું

  • Share this:
Petrol-Diesel Rates, 11th October 2021: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં વધારો (Fuel Rates Hike) થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે પેટ્રોલની કિંમતમાં (Petrol Price Today) 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયાને પાર થઈ ગયો છે. બીજી તરફ, મુંબઈમાં પેટ્રોલે 110નો આંકડો પાર કરી દીધો છે. આજના વધારા બાદ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 104.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.17 રૂપિયા થઈ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલ 0.29 પૈસા પ્રતિ લીટર (Ahnmedabad Petrol Price) વધીને રૂ.101ને પાર થઈ ગયું છે.

આ મહિને 2.80 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે પેટ્રોલ


આ મહિને પહેલી તારીખે પેટ્રોલ જ્યાં 25 પૈસા મોંઘું થયું હતું ત્યાં બીજી તરફ ડીઝલ પણ 30 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. ગત મહિનાના આખર તારીખોથો ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો જે આજે પણ ચાલુ છે. આમ પણ હાલના સમયમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એક વાર 82 ડૉલરને પાર થઈ ગઈ છે. તેથી પેટ્રોલિયમ પ્રોડક્ટસ મોંઘી થઇ છે. પેટ્રોલ આ મહિને 2.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. તો બીજી તરફ, ડીઝલ પણ 3.30 રૂપિયા જેટલું મોંઘું થયું છે.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

>> અમદાવાદ - પેટ્રોલ 101.20 રૂપિયા અને ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર>> સુરત - પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 99.91 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 100.66 રૂપિયા અને ડીઝલ 99.81 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 100.55 રૂપિયા અને ડીઝલ 99.68 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 11th October 2021)

>> દિલ્હી પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 101.79 રૂપિયા અને ડીઝલ 97.59 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 105.09 રૂપિયા અને ડીઝલ 96.28 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, RBIએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

આ પણ વાંચો, ITR Filling: SBI ગ્રાહકો હવે ફ્રીમાં ભરી શકશે ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો શું છે પ્રોસેસ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: October 11, 2021, 7:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading