Petrol-Diesel Rate: શું 100 રૂપિયાની પાર પહોંચી જશે પેટ્રોલ? આ છે મોટું કારણ

News18 Gujarati
Updated: March 8, 2021, 3:15 PM IST
Petrol-Diesel Rate: શું 100 રૂપિયાની પાર પહોંચી જશે પેટ્રોલ? આ છે મોટું કારણ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ થશે વધુ મોંઘા

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ થશે વધુ મોંઘા

  • Share this:
નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો (Petrol Diesel Price Hike)થી સામાન્ય જનતા ત્રાહિમામ છે. ઓઇલના વધતી કિંમતની ચર્ચા પેટ્રોલ પંપોથી લઈને સંસદ સુધી છે. સરકાર પર સતત એક્સાઇઝ ડ્યુટી (Excise Duty on Fuel) ઓછી કરવાનું દબાણ છે. લોકોને માત્ર એક જ સવાલ છે કે ઓઇલના ભાવ ક્યારે ઓછા થશે? નોંધનીય છે કે આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આનાથી પણ વધી શકે છે. મૂળે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સઉદી અરબમાં એનર્જી દિગ્ગજ અરામકો (Aramco)ની સ્વામિત્વવાળી સુવિધાઓ પર મિસાઇલના હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent crude oil)માં સોમવારે બે ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. બીજી તરફ, બ્લેક ગોલ્ડનો ભાવ એક બેલર પર 2.11 ટકા વધીને 70.82 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. તે મે 2019 બાદ સૌથી ઉચ્ચતમ સ્તર પર છે.

20 મહિનામાં સૌથી મોંઘું ક્રૂડ ઓઇલ


સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 70 ડૉલર પ્રતિ બેરલને પાર ચાલી ગયું છે. ઓઇલની કિંમતો 20 મહિનાના ઉચ્ચ સ્તર પર છે. ગત ગુરુવારે ઓપેક પ્લસ દેશોની વચ્ચે થયેલી બેઠકમાં ક્રૂડ ઓઇલ પ્રોડક્શન વધારવાના પ્રસ્તાવ પર સહમતિ નથી સધાઈ. ત્યારબાદ ચાર દિવસમાં જ કાચા તેલની કિંમતોમાં 6 ડૉલરનો વધારો થયો છે. એક્સપર્ટ્સનું માનીએ તો તેની અસર ભારત ઉપર પણ પડી શકે છે. જોકે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે સતત નવમા દિવસે પણ વધારનો નથી થયો. કિંમત સ્થિર છે.

આ પણ જુઓ, VIDEO- રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી, સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ

ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદન પર લાગુ નિયંત્રણ ઉઠાવવાની ભારતની અપીલ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ બે વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. એવામાં જો કાચા તેલ ઉત્પાદક દેશ જો ઉત્પાદન નહીં વધારે તો કાચા તેલના ભાવ હજુ પણ વધી શકે છે. એવામાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થઈ શકે છે. કિંમત 100 રૂપિયાને પાર પણ પહોંચી શકે છે, આવું એટલા માટે થશે કારણ કે દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ 100 રૂપિયાની આસપાસ પહેલાથી જ પહોંચી ગયું છે. હાલમાં લગભગ દરેક શહેરમાં ઇંધણના ભાવ ઓલ ટાઇમ હાઈ (All Time High) પર ચાલી રહ્યા છે.આ પણ જુઓ, Ind vs Eng: ટેન્શન દૂર કરવા માટે બાળક બન્યા પંત અને રોહિત, ધવને શૅર કર્યો ‘તોફાની વીડિયો’

ગયા વર્ષે તેલ ઉત્પાદકોને ઉઠાવવું પડ્યું હતું ભારે નુકસાન

નોંધનીય છે કે, ક્રૂડ ઉત્પાદક દેશો માટે ગયું એક વર્ષ ખૂબ પડકારભર્યું રહ્યું છે. તેમને ઈતિહાસમાં સૌથી મોટા આઉટપુટ કાપ સુધીનો નિર્ણય લેવો પડ્યો, કારણ કે વૈશ્વિક સ્તર પર લૉકડાઉન બાદ દુનિયાભરમાં ઇંધણની માંગ રેકોર્ડ સ્તર પર ઓછી થઈ ચૂકી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં આ દેશોને ફાયદો પણ થયો છે. ખાસ કરીને ત્યારે જ્યારે કાચા તેલનો ભાવ ફરી એક વાર 60 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે.
Published by: Mrunal Bhojak
First published: March 8, 2021, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading