Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, જાણો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા કે સસ્તા

News18 Gujarati
Updated: September 19, 2021, 7:31 AM IST
Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, જાણો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા કે સસ્તા
સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ઇંધણના રેટમાં 30 પૈસાનો ઘટાડો થયો છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાણો એક ક્લિકમાં

  • Share this:
Petrol-Diesel Rates, 19th September 2021: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં (Crude Oil Rates) ઉતાર-ચઢાવની વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ (OMCs) સતત 14મા દિવસે 19 સપ્ટેમ્બર 2021ના રોજ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. GST કાઉન્સિલે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલને આ ટેક્સના દાયરામાં સામેલ કરવાનો પ્રસ્તાવ એવું કહીને નકારી દીધો હતો કે હાલ યોગ્ય સમય નથી. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાંબા સમયથી ઉછાળો જોવા નથી મળી રહ્યો. જોકે, ઈંધણ હાલ દેશમાં રેકોર્ડ સ્તર પર જ વેચાઈ રહ્યું છે.

કાચા તેલને ભાવ


મીડિયા રિપોર્ટ્સ મુજબ, આંતરરાષ્ટ્રીય ઓઇલની કિંમતોમાં ઉછાળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણના મૂલ્યમાં વધારાના કારણે જોવા મળી શકે છે. લગભગ બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દરમાં ઉછાળાથી દબાણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની હાલની કિંમતો ઓગસ્ટ દરમિયાન સરેરાશ કિંમતોની તુલનામાં લગભગ 4-6 ડૉલર પ્રતિ બેરલ વધુ છે. જોકે, ઓઇલ કંપનીઓ તરફથી કિંમતોમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ
>> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Earn Money: ઘરે બેઠા ફ્રેન્ચાઇઝી લઇને ફ્રીમાં શરૂ કરો પોતાનો Business, થશે લાખોની કમાણી

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 19th September 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
>> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, માત્ર 150 રૂપિયામાં લો LICની આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો, ઈચ્છો ત્યારે પૈસા પાછા, જાણો કેવી રીતે

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: September 19, 2021, 6:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading