Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના લેટસ્ટ ભાવ

News18 Gujarati
Updated: September 22, 2021, 6:54 AM IST
Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના લેટસ્ટ ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates, 22 September 2021: ગુજરાતના ચાર શહેર અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો

  • Share this:
Petrol-Diesel Rates, 22nd September 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતો આમ તો હજુ પણ રેકોર્ડ સ્તર (Fuel Rates All Time High) પર છે, પરંતુ કેટલાક દિવસોથી ઈંધણના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. અનેક દિવસોથી પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી કરાયો. જ્યારે છેલ્લીવાર ભાવ બદલાયા હતા ત્યારે ફ્યૂઅલ રેટમાં ઘટાડો થયો હતો. 22 સપ્ટેમ્બરે જાહેર કરેલા નવા રેટ મુજબ, બુધવારે પણ કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આજે પણ કાલના જ રેટમાં મોટાભાગના શહેરોમાં ફ્યૂઅલ મળશે.

નોંધનીય છે કે, 17 દિવસથી કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયો. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) છેલ્લીવાર 5 સપ્ટેમ્બરના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ અને ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. ત્યારબાદથી આજ સુધી એ જ ભાવ પર ફ્યૂઅલ મળી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Rates) રોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 22nd September 2021)


>> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર>> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
>> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Best 5G Smartphones: સપ્ટેમ્બરમાં તમે ખરીદી શકશો રૂ. 30,000થી પણ ઓછી કિંમતમાં આ 5G સ્માર્ટફોન

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Jobs for 10th Pass: રેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2021, 6:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading