Petrol price today: પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી, આજે પણ ભાવ વધ્યો

News18 Gujarati
Updated: October 20, 2021, 7:31 AM IST
Petrol price today: પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી, આજે પણ ભાવ વધ્યો
પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર.

Petrol-Diesel price Today: મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 102.89 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

  • Share this:
મુંબઈ. Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો (Petrol-Diesel price hike) થયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી, પરંતુ બુધવારે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવમાં ફરીથી વધારો કર્યો છે. નવા વધારાની સાથે જ પેટ્રોલ-ડીઝલની કિંમત સર્વોચ્ચ સપાટીએ (Petrol Diesel price at record high) પહોંચી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ (New Delhi Petrol price) અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation)ના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 106.19 રૂપિયા અને ડીઝલની કિંમત 94.92 રૂપિયા પર પહોંચી છે.

પેટ્રોલ હાલ ATF (aviation turbine fuel) એટલે કે વિમાન માટે વપરાતા ઇંધણની સરખામણીમાં 34% મોંઘું થયું છે. દિલ્હીમાં ATFની કિંમત 79,020.16 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 102.89 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.31 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. દેશમાં ચાર મહાનગરમાંથી પેટ્રોલ-ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. તેનું કારણ દરેક રાજ્યનો VATનો દર અલગ અલગ હોવાનું છે.

દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત: (20 October, Petrol-Diesel price)
































શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 106.19 94.92
મુંબઈ 112.11 102.89
ચેન્નાઈ 103.31 99.26
કોલકાતા 106.78 98.03

(Source: Indian Oil)

44 રૂપિયાનું પેટ્રોલ 105 રૂપિયામાં કેમ મળે છે?

પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે. આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જોડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.

આ પણ વાંચો: Multibagger Stocks: બે વર્ષે પહેલા લિસ્ટ થયેલો આ શેર 1600% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

70% ક્રૂડ ઓઇલની આયાત

ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન (Production of Crude Oil) ખૂબ ઓછું છે. આથી જ 70 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે. આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ 85 ડૉલર પ્રતિ બેરલ (Crude Oil Prices)ની આસપાસ છે.

6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કેટલો વધારો?

સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2014માં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી (Central Excise Duty) 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.56 રૂપિયા પ્રતિ લીટર હતી, જે આજે વધીને 31.80 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

દરરોજ બદલાય છે કિંમત

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 20, 2021, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading