12 દિવસમાં 2 રૂપિયા સુધી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, અનેક શહેરોમાં પેટ્રોલ 105ને પાર

News18 Gujarati
Updated: June 12, 2021, 9:40 AM IST
12 દિવસમાં 2 રૂપિયા સુધી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, અનેક શહેરોમાં પેટ્રોલ 105ને પાર
પ્રતીકાત્મક તસવીર

શનિવારે આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો એક ક્લિક કરીને...

  • Share this:
નવી દિલ્હી. હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. માત્ર જૂન મહિનાના 12 દિવસની વાત કરીએ તો આ સમયગાળામાં જ પેટ્રોલ લગભગ 2 રૂપિયા મોંઘું થઈ ગયું. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ (Petrol Price Today) 105 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ (Diesel Price Today)માં 27 પૈસા પ્રતિ લીટર, બીજી તરફ ડીઝલની કિંમતમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

12 દિવસમાં કેટલો વધ્યો ભાવ


દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જૂન મહિનાના 12 દિવસમાં જ પેટ્રોલ 1.63 રૂપિયા મોંઘું થયું. બીજી તરફ, ડીઝલની વાત કરીએ તો તેમાં 1.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 12 June 2021)

>> દિલ્હી- પેટ્રોલ 96.12 રૂપિયા અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લીટર છે.>> મુંબઈ- પેટ્રોલ 102.30 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર છે.
>> ચેન્નઈ- પેટ્રોલ 97.43 રૂપિયા અને ડીઝલ 91.64 રૂપિયા પ્રતિ લીટર છે.
>> કોલકાતા- પેટ્રોલ 96.06 રૂપિયા અને ડીઝલ 89.83 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, મુંબઈમાં 11 દિવસમાં જ વરસી ગયો મહિનાભરનો વરસાદ, IMDએ જાહેર કર્યું હાઇ અલર્ટ

આ શહેરોમાં ભાવ 100ને પાર

>> જયપુર- પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 95.92 રૂપિયા પ્રતિ લીટર
>> ભોપાલ- પેટ્રોલ 104.29 રૂપિયા અને ડીઝલ 95.60 રૂપિયા પ્રતિ લીટર
>> શ્રીગંગા નગર- પેટ્રોલ 107.22 રૂપિયા અને ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લીટર
>> રેવા- પેટ્રોલ 106.51 રૂપિયા અને ડીઝલ 97.65 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો


આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: June 12, 2021, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading