Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ થયા જાહેર, આવી રીતે ચેક કરો આપના શહેરનો ભાવ

News18 Gujarati
Updated: June 10, 2021, 9:04 AM IST
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ થયા જાહેર, આવી રીતે ચેક કરો આપના શહેરનો ભાવ
આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર અને રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ, ભોપાલ, શ્રીગંગાનગર જેવા અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર, જાણો લેટેસ્ટ રેટ્સ

  • Share this:
નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના આજના લેટેસ્ટ રેટ (Petrol-Diesel Price Today) જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક લીટર પેટ્રોલનો ભાવ 95.56 રૂપિયા, તો ડીઝલનો ભાવ 86.47 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે.

આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર 101.76 રૂપિયે વેચાઈ રહ્યું છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. જેમાં મુખ્યત્વે શ્રીગંગાનગરમાં 106.44 રૂપિયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પેટ્રોલ 103.71 રૂપિયાન ભાવથી વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશના જ રીવામાં પેટ્રોલની કિંમત 105.93 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, સૂર્યગ્રહણ 2021: આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કયા શહેરોમાં જોવા મળશે આ નજારો

જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 10 June 2021)>> દિલ્હી- પેટ્રોલ 95.56 રૂપિયા અને ડીઝલ 86.47 રૂપિયા પ્રતિ લીટર છે.
>> મુંબઈ- પેટ્રોલ 101.76 રૂપિયા અને ડીઝલ 93.85 રૂપિયા પ્રતિ લીટર છે.
>> ચેન્નઈ- પેટ્રોલ 96.94 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લીટર છે.
>> કોલકાતા- પેટ્રોલ 95.52 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, COVID-19: બાળકોની સારવારની ગાઇડલાઇન્સ જાહેર, નહીં થાય રેમડિસિવિરનો ઉપયોગ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: June 10, 2021, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading