Petrol Diesel Price Today: મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ

News18 Gujarati
Updated: August 1, 2021, 7:35 AM IST
Petrol Diesel Price Today: મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ
પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: સતત 15મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો અમદાવાદ સહિત ગુજરાતના ચાર શહેરોના ભાવ

  • Share this:
Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ સતત 15મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં કિંમતો સ્થિર છે. 18 જુલાઈથી સતત પેટ્રોલની કિંમતોમાં ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ (Petrol Price Today)નો ભાવ 101.84 રૂપિયા છે. તો બીજી તરફ, એક લીટર ડીઝલ (Diesel Price Today) ભરાવવા માટે આપને 89.87 રૂપિયા ખર્ચવા પડશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જોવા મળી છે.

મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો, 5 રૂપિયાના શૅરે કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 35.30 લાખ

ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat)

>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 1 August 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

ઝડપથી સસ્તુ થઈ શકે છે પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલ (Petrol price today)ની કિંમતમાં બહુ ઝડપથી ઘટાડો થવાની આશા છે. રવિવારે ઓપેલ સમૂહ વચ્ચે થયેલી બેઠક બાદ આશા રાખવામાં આવી રહી છે કે પેટ્રોલ બહુ ઝડપથી સસ્તું થશે. આ બેઠકમાં પૂર્ણ સહમતિ થઈ છે કે પાંચ OPEC અને એક બિન ઓપેલ દેશ ઓગસ્ટમાં કાચા તેલનું ઉત્પાદન વધારશે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટશે.

આ પણ વાંચો, 1st August: આજથી બદલાઈ જશે આ અગત્યના નિયમ, દરેક વ્યક્તિ પર પડશે સીધી અસર

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: August 1, 2021, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading