ફ્યૂલની કિંમતોમાં નવો રેકોર્ડ, મુંબઇમાં 87ને પાર થયું પેટ્રોલ

News18 Gujarati
Updated: September 7, 2018, 10:42 AM IST
ફ્યૂલની કિંમતોમાં નવો રેકોર્ડ, મુંબઇમાં 87ને પાર થયું પેટ્રોલ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દિવસે અને દિવસે વધી રહી છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દિવસે અને દિવસે વધી રહી છે.

  • Share this:
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે શુક્રવારે પણ તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.99 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત 72.07 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઇમાં પેટ્રોલ હવે 87.39 રૂપિયા અને ડીઝલ 76.51 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જેમાં પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમત મંગળવારે નવી ઉંચાઇ પર પહોંચી ગઇ છે.

ગુરૂવારે દિલ્હીમાં ડીઝલની કિંમત 71.55 રૂપિયા પ્રતિ લિટર હતી. બુધવારે દિલ્હીમાં ડીઝલની કિંમત 71.34 રૂપિયા પ્રતિ લીટર હતી.

કેમ વધી રહ્યા છે ભાવ ?

સતત પેટ્રોલ ડીઝલના ભાવ કેમ આટલા વધી રહ્યાં છે. તેના મહત્વના કારણોમાં છે રૂપિયાનું સતત નીચુ જતું સ્તર, 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના વધેલા ભાવ, 7 ડોલર પ્રતિ બેરલ મોંઘુ થયું ક્રુડ ઓઈલ, ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો પણ એક કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

આજે સુરતમાં પેટ્રોલનો ભાવ 79.14 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડિઝલનો આજનો ભાવ 77.56 રૂપિયા પ્રતિ લિટર છે. અમદાવાદમાં આજનો પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો થતાં ભાવ 78.75 થયો છે. જ્યારે આજનો ડિઝલનો ભાવ 76.86 રૂપિયે પ્રતિ લિટર છે અને ડિઝલના ભાવમાં 23 પૈસાનો વધારો છે.
Published by: Kaushal Pancholi
First published: September 7, 2018, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading