Petrol-Diesel Prices: પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા, જાણો તમારા શહેરનો ભાવ શું હશે
News18 Gujarati Updated: September 10, 2022, 9:13 AM IST
જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ શું હશે - ફાઇલ તસવીર
Petrol-Diesel Prices: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે. ત્યારે ભારતમાં પેટ્રોલ - ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું.
3 રૂપિયા સુધી પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે
એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92.84 પ્રતિ રૂપિયા છે.
આ પણ વાંચોઃ શું ભારતના આ પાડોશી દેશમાં પણ શ્રીલંકા જેવું સંકટ છે?
તમારા શહેરનો ભાવ શું હશે?
શહેર |
પેટ્રોલનો ભાવ (રૂપિયામાં) |
ડીઝલનો ભાવ (રૂપિયામાં) |
નવી દિલ્હી |
96.72 |
89.62 |
મુંબઈ |
111.35 |
97.28 |
ચેન્નઈ |
102.63 |
94.24 |
કોલકાતા |
106.03 |
92.76 |
નોઇડા |
96.57 |
89.96 |
લખનૌ |
96.57 |
89.76 |
જયપુર |
108.48 |
93.72 |
તિરુવનંતપુરમ |
107.71 |
96.52 |
પોર્ટબ્લેયર |
84.1 |
79.74 |
પટના |
107.24 |
94.04 |
ગુરુગ્રામ |
97.18 |
90.05 |
બેંગ્લોર |
101.94 |
87.89 |
ભુવનેશ્વર |
103.19 |
94.76 |
ચંદીગઢ |
96.2 |
84.26 |
હૈદરાબાદ |
109.66 |
97.82 |
Published by:
Vivek Chudasma
First published:
September 10, 2022, 9:02 AM IST