Petrol Diesel Price Today: રેકોર્ડ હાઇ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, જાણો 25 દિવસમાં કેટલા વધ્યા ભાવ

News18 Gujarati
Updated: June 15, 2021, 8:36 AM IST
Petrol Diesel Price Today: રેકોર્ડ હાઇ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, જાણો 25 દિવસમાં કેટલા વધ્યા ભાવ
મોંઘવારીની મારઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

મોંઘવારીની મારઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

  • Share this:
નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં હાલના સમયમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓલ ટાઇમ હાઇ છે. 25 દિવસમાં જ પેટ્રોલ 6.09 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. હાલ સરકારી ઓઇલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. નોંધનીય છે કે, કાલે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. તો બીજી તરફ ડીઝલની કિંમત માં 30 પૈસા સુધીની તેજી આવી હતી. આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 96.41 રૂપિયા અને ડીઝલનો ભાવ (Diesel Price Today) 87.28 રૂપિયા છે.

25 દિવસમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ?


પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 4 મેથી સતત થઈ રહેલા વધારા બાદ તે હવે રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં સમયાંતરે પેટ્રોલ 25 દિવસમાં જ 6.09 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. બીજી તરફ ડીઝલ 25 દિવસમાં 6.30 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ચૂક્યું છે.

આ પણ જુઓ, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 15 June 2021)>> દિલ્હી- પેટ્રોલ 96.41 રૂપિયા અને ડીઝલ 87.28 રૂપિયા પ્રતિ લીટર છે.
>> મુંબઈ- પેટ્રોલ 102.58 રૂપિયા અને ડીઝલ 94.70 રૂપિયા પ્રતિ લીટર છે.
>> ચેન્નઈ- પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 91.92 રૂપિયા પ્રતિ લીટર છે.
>> કોલકાતા- પેટ્રોલ 96.34 રૂપિયા અને ડીઝલ 90.12 રૂપિયા પ્રતિ લીટર છે.

આ શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ

આ ઉપરાંત અનેક શહેર જેમ કે હૈદરાબાદ, મુંબઈ, જયપુર, ભોપાલ શ્રીગંગા નગર અને રીવામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. અહીં પેટ્રોલનો ભાવ 3 ડિજિટ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: June 15, 2021, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading