Petrol price today : ક્રૂ઼ડ ઓઇલની કિંમતમાં આજે વધારો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

News18 Gujarati
Updated: July 5, 2022, 7:39 AM IST
Petrol price today : ક્રૂ઼ડ ઓઇલની કિંમતમાં આજે વધારો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો.

  • Share this:
સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં (Petrol-Diesel Price Today) કોઈ ફેરફાર કર્યો નથી. કંપનીઓએ 6 એપ્રિલથી તેના ભાવમાં વધારો કર્યો નથી, એક સમયે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $140 સુધી પહોંચી ગયા હતા. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 113.8 ડોલર પ્રતિ બેરલ છે, જે ગયા સપ્તાહે પ્રતિ બેરલ 119 ડોલર સુધી પહોંચી ગઈ હતી.

મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ


અમદાવાદ - 96.42 ₹/L

સુરત - 96.31 ₹/L

રાજકોટ - 96.19 ₹/L

વડોદરા - 96.08 ₹/Lઆ પણ વાંચો - આગામી 3-4 અઠવાડિયામાં સારા વળતર માટે આ શેરો ખરીદવાની સલાહ આપે છે એક્સપર્ટ

મહાનગરોમાં આજે ડીઝલના ભાવ


અમદાવાદ - 92.17 ₹/L

વડોદરા - 91.82 ₹/L

સુરત - 92.07 ₹/L

રાજકોટ - 91.95 ₹/L

તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો.

આ પણ વાંચો -પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવતા જ Wooden Cutleryની માંગમાં જબરદસ્ત ઉછાળો

આ રીતે જાણી શકો છો લેટેસ્ટ ભાવ


તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.

દરરોજ બદલાય છે કિંમત


 તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
Published by: Bhavyata Gadkari
First published: July 5, 2022, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading