Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પર જનતાને મળી રાહત, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ

News18 Gujarati
Updated: July 29, 2021, 6:57 AM IST
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પર જનતાને મળી રાહત, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ
Petrol Diesel Price Today: સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે, જાણો ગુજરાતના ચાર શહેરોના ભાવ

Petrol Diesel Price Today: સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે, જાણો ગુજરાતના ચાર શહેરોના ભાવ

  • Share this:
Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં આજે ગુરૂવારે સતત 12મા દિવસે રાહત મળી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત (Petrol Price Today) 101.84 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.87 રૂપિયા છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત 74 ડૉલરની આસપાસ ચાલી રહી છે.

મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)


>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Earn Money: ગૂગલથી તમે દર મહિને ઘરે બેઠા કમાઈ શકો છો 50 હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે?

પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 29 July 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Instagram યૂઝર્સ પોસ્ટ અપલોડ કરીને કમાઈ શકશે પૈસા, ઓછા Followers હોવા છતાં મળશે પૈસા




આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: July 29, 2021, 6:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading