પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે પીએમ મોદીની આજે બેઠક

News18 Gujarati
Updated: October 15, 2018, 8:04 AM IST
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે પીએમ મોદીની આજે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકારના પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 2.50 રૂપિયા પ્રતિ લિટરની કિંમતો હોવા છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે.

  • Share this:
કેન્દ્ર સરકારના પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 2.50 રૂપિયા પ્રતિ લિટરની કિંમતો હોવા છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે. જેના પગલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઓઇલ કંપનીઓના અધિકારીઓને મળશે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી મોટી વિદેશી અને દેશી ઓઇલ કંપનીઓના ચીફ એગ્ઝિક્યુટિવને મળશે. અમેરિકાએ ઇરાનથી ક્રૂડ ઓઇલ આયાત કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે જે આગામી 4 નવેમ્બરથી જ અસરમાં આવશે. આ સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં આ બેઠક મહત્વની છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી ઇંધણના ભાવમા ઘટાડો છતાં દરરોજ સતત ભાવ વીધી રહે છે. જેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ જૂના સ્તરે પહોંચી ચુક્યા છે. પેટ્રોલનો ભાવ રવિવારના દિવસે દેશનાચાર મહાનગરોમાં દિલ્હી, મુંબઇ, કોલકાત્તા અને ચેન્નઇમાં ક્રમશઃ 82.72, 88.18, 84.54 અને 85.99 રૂપિયા પ્રતિ લિટર છે.

ડીઝલની કિંમતો કિંમતોનો ભાવ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યા. ડીઝલના ભાવ રવિવારે દિલ્હીમાં 75.38 રૂ. પ્રતિ લિટર, મુંબઇમાં 79.02, કોલકત્તામાં 77.23 અને ચેન્નાઇમાં 79.71 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે. રાજ્યોમાં ટેક્સની અલગ અલગ દરના કારણે કિંમતોમાં અંતર આવી જાય છે. જ્યાં વેટ વધારે હશે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી ઓછો ટેક્સ લાગે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીએસટી હેઠળ નથી લાવવામાં આવ્યા. ચાર મહાનગરોમાં દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સ લગાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. જેના પગલે ભાવ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ છે. બ્રિટિશ બ્રેન્ટ ક્રૂડની કિંમતો 85 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યું છે. આ પહેલા ઓક્ટોરબરની શરૂઆતમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ ઉપર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીમાં દોઢ રૂપિયો પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત સરકારી ઓઇલ કંપનીઓને પણ એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનું પણ કહ્યું હતું.
Published by: ankit patel
First published: October 15, 2018, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading