Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?

News18 Gujarati
Updated: October 15, 2021, 3:30 PM IST
Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?
રાકેશ ઝુનઝુનવાલા

Multibagger stock Man Infraconstruction: મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન કંપની દેશની પ્રમુખ કંસ્ટ્રક્શન કંપનીઓમાંની એક છે. આ કંપની પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક મકાનો, ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ બાંધકામ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે બાંધકામની સેવા આપે છે.

  • Share this:
મુંબઈ: બાંધકામ ક્ષેત્ર (Construction sector) સાથે જોડાયેલી મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન (Man Infraconstruction) કંપનીનો શેર આ વર્ષે રોકાણકારો માટે મલ્ટીબેગર શેર (Multibagger stock 2021) સાબિત થયો છે. એટલે કે આ શેરે અનેક ગણું વળતર આપ્યું છે. મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન કંપનીના શેર (Man Infraconstruction share)માં આ વર્ષે અત્યારસુધી 220%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં જ આ શેરમાં 182%નો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરમાં 338%નો ઉછાળો આવ્યો છે.

કંપનીની પ્રોફાઇલ

મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન કંપની દેશની પ્રમુખ કંસ્ટ્રક્શન કંપનીઓમાંની એક છે. આ કંપની પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક મકાનો, ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ બાંધકામ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે બાંધકામની સેવા આપે છે. એક વર્ષ પહેલા 15 ઓક્ટોબર 2020ના રોજ મેન ઇન્ફ્રાનો શેર બીએસઈ પર 25.20 રૂપિયાના સ્તર પર હતો, જે આજે વધીને 110 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમતમાં 30 ટકાથી વધારે તેજી આવી ચૂકી છે. આ દરમિયાન આ શેરની કિંમત 84 રૂપિયાથી વધીને 110 રૂપિયા થઈ ગઈ છે. તાજેતરમાં જ કંપનીએ 1:2ના રેશિયો પ્રમાણે બોનસ ઇક્વિટી શેર જાહેર કરવાને મંજૂરી આપી છે. આ ઉપરાંત કંપનીએ દરેક શેર દીઠ 1.26 રૂપિયાનું ડિવિડન્ટ ચૂકવવાની જાહેરાત કરી છે.

શેરની કિંમતનો ઇતિહાસ

મેન ઇન્ફ્રા શેરની કિંમતનો ઇતિહાસ જોઈએ તો જો કોઈ રોકાણકારે 1 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રૂપિયાની કિંમત 4.38 લાખ રૂપિયા થઈ જતી. જ્યારે કોઈ કરોકામકારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રૂપિયાની કિંમત 3.20 લાખ રૂપિયા બની જતી.રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

બીએસઈ વેબસાઇટ પ્રમાણે સપ્ટેમ્બર 2021 સુધી હયાત શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 30 લાખ શેર છે. એટલે કે કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી 1.21 ટકા છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન પણ તેમની પાસે આટલી જ ભાગીદારી હતી.

આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaએ 9 દિવસમાં આ શેરમાંથી કરી રૂ.1,600 કરોડની કમાણી, શું તમારી પાસે છે?

બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં એક કંપનીના શેરથી છેલ્લા 9 દિવસમાં 1,600 કરોડ રૂપિયાનો નફો થયો છે. ટાટા જૂથ (Tata group)ના શેરમાં આવેલી તેજીના કારણે અનેક રોકાણકારોની આવક વધી છે. તાજેતરમાં ટાટા મોટર્સ (Tata Motors)ના શેરનો ભાવ 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ટાઇટનના શેર (Titan shares) પણ ઓલટાઇમ હાઈ પર છે. ટાઇટનના શેર 2021ની શરૂઆતથી આસમાનને આંબી રહ્યા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: October 15, 2021, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading