રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી કંપનીમાં કર્યું છે રોકાણ, જાણો રોકાણ કરાય કે નહીં?


Updated: August 27, 2021, 7:07 PM IST
રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી કંપનીમાં કર્યું છે રોકાણ, જાણો રોકાણ કરાય કે નહીં?
રાકેશ ઝુનઝનવાલા

રાકેશ ઝુનઝુનવાલાએ SAILના સ્ટોક લીધા બાદ તેજી જોવા મળી હતી પણ થોડા સમયમાં જ વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.

  • Share this:
Share Market : રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વૉરેન બફેટ માનવામાં આવે છે. તેમણે શેર બજારમાં રોકાણ અને બચતથી મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. 2021ના એપ્રિલથી જૂન સુધીમાં રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ ત્રણ શેરમાં ખરીદી કરી છે. જેમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAILનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે રાકેશ ઝુનઝુનવાલા ફાઈનાન્સ, ટેક, રિટેઇલ અને ફાર્મા સેક્ટરમાં જ રોકાણ કરે છે. પણ આ વખતે તેમણે સ્ટીલ કંપનીના સ્ટોક પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાએ SAILના સ્ટોક લીધા બાદ તેજી જોવા મળી હતી પણ થોડા સમયમાં જ વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જોકે, છેલ્લા બે દિવસથી તેમાં ફરી તેજીનો તિખારો જોવા મળે છે. 27 ઓગસ્ટના આંકડા પ્રમાણે આ શેર સવારે 10:45 કલાકે 2.73 ટકાના ઉછાળા સાથે 118.40ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

SAILના શેરમાં એક મહિનામાં 8 ટકાનો કડાકો

છેલ્લા એક મહિનામાં SAILના શેરમાં 8 ટકાનો કડાકો બોલી ગયો છે. અલબત, થોડા સમય પહેલા બજારના જાણકારોએ આ શેરમાં તેજીની અપેક્ષા વ્યક્ત કરી હતી. Ashika Stock Brokingના રિસર્ચ હેડ અરિજિત માલાકારે કહ્યું હતું કે, સ્ટીલની વધતી કિંમતોથી SAILને ફાયદો થઈ રહ્યો છે. આ જ કારણે જૂન ક્વાર્ટરમાં કંપનીની EBITDA ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ધોરણે 7% વધીને 6530 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વોલ્યુમમાં 24 ટકાનો ઘટાડો થયો હતો.

પોતાની બેલેન્સ શીટ મજબૂત બનાવે છે GAIL

સ્ટીલની કિંમતમાં આવેલ વધારાના પરિણામે SAIL પોતાની બેલેન્સ શીટ મજબૂત બનાવે છે. કંપનીએ તેની કુલ ક્ષમતા 50 કરોડ ટન સુધી વધારવાની તૈયારી કરી છે. જેના કારણે પણ ગ્રોથને સપોર્ટ મળશે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં સ્ટીલના ભાવમાં ઘટાડો આવનારા ત્રિમાસિક ગાળામાં માર્જિન ઘટાડશે. પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં.આ પણ વાંચો38 કરોડ કામદારો માટે ખુશખબર, મોદી સરકારે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું, રજિસ્ટ્રેશન કરાવો મળશે લાભ!

GCL Securitiesના ચેરમેન રવિ સિંઘલે રોકાણકારોને વર્તમાન સપાટીએ SAIL ખરીદવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, રૂ.111ના સ્ટોપલોસ સાથે તેમાં ખરીદી કરી શકાય છે. જ્યારે મીડિયમ ટર્મમાં SAILનો ટાર્ગેટ રૂ.180થી રૂ.200 જેટલો છે.
First published: August 27, 2021, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading