RBI Kehta Hai: બેંકિંગ ફ્રોડ સામેની સતર્કતા માટે RBIનો નવો અંદાજ, જુઓ Video

News18 Gujarati
Updated: February 20, 2021, 7:44 AM IST
RBI Kehta Hai: બેંકિંગ ફ્રોડ સામેની સતર્કતા માટે RBIનો નવો અંદાજ, જુઓ Video
પ્રતિકાત્મક તસવીર

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા રેપ વીડિયોમાં, ગ્રાહકો બેંકિંગના ફ્રોડથી કેવી રીતે બચી શકે છે તે જણાવવામાં આવ્યું છે.

  • Share this:
દેશમાં બેંકિંગ ફ્રોડની (Banking Fraud) ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) એટલે આરબીઆઇ (RBI) સામાન્ય માણસ આ ફ્રોડથી બચે તે માટે અનેક જાહેરાતો, ટ્વિટ, એસએમએસ, રેકોર્ડેડ વોઅસ કોલ્સ દ્વારા એલર્ટ જાહેર કરે છે. આ વખતે આરબીઆઈએ મ્યૂઝિકલ રેપ વીડિયો (RAP Video) જાહેર કરીને લોકોને બેંકિંગ લેવડ દેવડ સમયે સાવઘાન રહેવાનું જણાવ્યું છે. તમે પણ આ રસપ્રદ વીડિયો જોઇ લો.

આરબીઆઈનો વીડિયો

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા રેપ વીડિયોમાં, ગ્રાહકો બેંકિંગના ફ્રોડથી કેવી રીતે બચી શકે છે તે જણાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં, ખાતા ધારકને અપીલ કરવામાં આવી છે કે, પિન, ઓટીપી, બેંક એકાઉન્ટથી સંબંધિત માહિતી કોઈની સાથે શેર ન કરો.

ધન રાશિના જાતકોને આજે ક્રોધને રાખવો પડશે કાબુમાં નહીં તો થશે નુકસાન, જાણો આપનું રાશિફળ

આમાં ગ્રાહકોને નકલી કોલથી પણ સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે. આમાં, કાર્ડ ચોરાઈ ગયું છે કે ખોવાઈ ગયું છે તો કાર્ડને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું છે.



આરબીઆઈએ દેશની ડિજિટલ ચુકવણીઓને મજબૂત કરવા અને સુરક્ષિત કરવા માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. રિઝર્વ બેંકે ગુરુવારે ડિજિટલ ચુકવણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેંકો અને કાર્ડ જાહેર કરતી સંસ્થાઓને મુખ્ય સૂચના આપી હતી.

 IPL 2021ની લીગ મેચીસ મુંબઈમાં અને પ્લેઑફ અમદાવાદમાં યોજાવાની શક્યતા

માસ્ટર ડિરેક્શનમાં ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ, મોબાઇલ બેંકિંગ ચુકવણીઓ, કાર્ડ પેમેન્ટ, ગ્રાહકોના હિતોનું રક્ષણ અને ફરિયાદના સંચાલનનો સમાવેશ થાય છે. અનુસૂચિત વ્યાપારી બેન્કો, નાની ફાઇનાન્સ બેંકો, ચુકવણી બેંકો અને એનબીએફસી જારી કરનારા ક્રેડિટ કાર્ડ પર માસ્ટર ડિરેક્શન લાગુ થશે.
Published by: Kaushal Pancholi
First published: February 20, 2021, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading