RD FAQs: માત્ર એક ક્લિકમાં જાણો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અંગે મૂંઝવતા દરેક સવાલનો જવાબ

News18 Gujarati
Updated: December 3, 2021, 6:20 PM IST
RD FAQs: માત્ર એક ક્લિકમાં જાણો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અંગે મૂંઝવતા દરેક સવાલનો જવાબ
રિકરિંગ ડિપોઝિટ

Recurring Deposit FAQs: રડી ખાતું ખોલીને આશરે 2.50%- 9% સુધીનું મોટું વ્યાજ મેળવી શકાય છે. આરડી વ્યાજ દરો ફિક્સ્ડ ડિપોઝિટ (Fix deposit) જેવા જ છે, પરંતુ આરડીમાં માસિક હપ્તાની ફલેક્સિબલિટી મળે છે.

  • Share this:
મુંબઈ: દેશમાં ઘણા લોકો જોખમ ન હોય તેવા વિકલ્પમાં રોકાણ (investment) કરી નિયમિત આવક મેળવવા માંગે છે. આવા વિકલ્પમાં ટોચના સ્થાને રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે. જેને આરડી (RD) તરીકે પણ ઓળખવામાં આવે છે. આરડી નિયમિત આવક ધરાવતા લોકો માટે રોકાણનું સાધન છે. જેમાં નિશ્ચિત કાર્યકાળ માટે આરડી ખાતા (RD account)માં માસિક રકમ એકત્રિત કરવામાં આવે છે. આરડી ખાતું ખોલીને આશરે 2.50%- 9% સુધીનું મોટું વ્યાજ મેળવી શકાય છે. આરડી વ્યાજ દરો ફિક્સ્ડ ડિપોઝિટ (Fix deposit) જેવા જ છે, પરંતુ આરડીમાં માસિક હપ્તાની ફલેક્સિબલિટી મળે છે. પૈસા બચાવવા સાથે રોકાણ કરવાના આ વિકલ્પ અંગે આજે પણ અનેક લોકોને પ્રશ્નો સતાવી રહ્યા છે. જેથી અહીં આરડીને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.

• FDની સરખામણીમાં રિકરિંગ ડિપોઝિટનો પ્રાથમિક લાભ કયો છે?

એફડી એકસાથે પૈસા ડિપોઝિટ કરવા પર આધાર રાખે છે. જ્યારે રિકરિંગ ડિપોઝિટનો પ્રાથમિક લાભ એ છે કે તમે દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવા માટે બંધાઈ શકો છો. એક રીતે રિકરિંગ ડિપોઝિટ બચત અને રોકાણ કરવાની આદત પાડે છે.

• RD કઈ રીતે વર્ક કરે છે?

તમે દર મહિને અગાઉથી નક્કી કરેલી ચોક્કસ રકમ તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકો છો. તેના બદલામાં, તમને નિર્ધારિત દરે વ્યાજ મળે છે અને મુદતના અંતે એકત્રિત વ્યાજની સાથે રોકાણ કરેલી મૂડી તમને ચૂકવવામાં આવે છે.

• ડિપોઝિટ કે સમયમાં ફેરફાર થઈ શકે?એકવાર આરડી ખાતું શરૂ કર્યા પછી ડિપોઝિટની રકમ અને મુદતમાં ફેરફાર કરી શકાતો નથી. સાપ્તાહિક અથવા ત્રિમાસિક ડિપોઝિટ ચુકવણી વિકલ્પો નથી.

• દર મહિને RDમાં કેટલી રકમ જમા કરી શકાય?

મોટાભાગની બેન્કોમાં મિનિમમ ડિપોઝિટની રકમ 500 રૂપિયા હોય છે. જોકે, આ રકમ 100 રૂપિયા જેટલી ઓછી પણ હોઈ શકે છે. તમારે 500 રૂપિયાના મલ્ટીપલમાં ડિપોઝિટ કરવા માટે પણ તૈયાર થવું જોઈએ. કેટલીક બેંકો રૂ. 100ના મલ્ટીપલમાં ડિપોઝિટ કરવાની સુવિધા આપે છે.

• RDની મુદત ક્યાં સુધીની હોય છે?

તમામ આરડી માટે લઘુતમ સમયગાળો 6 મહિનાનો છે અને આ મહત્તમ સમયગાળો 10 વર્ષ સુધી લંબાય છે. તમે તમારી અનુકૂળતા મુજબ સમય નક્કી કરી શકો છો. જોકે, એકવાર નક્કી થયા પછી તે સમયગાળો તમારા રોકાણ માટે લોક-ઈન તરીકે પણ કામ કરશે.

• RD પર કેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે?

RD પર આપવામાં આવતા વ્યાજ દરનો સીધો સંબંધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પ્રાઈમ રેટ સાથે છે. તેને ત્રિમાસિક ધોરણે તેને કમ્પાઉન્ડ અને ખાતામાં જમા કરવામાં આવે છે. હાલમાં દર 5.25 ટકાથી 9 ટકા સુધીના છે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.25%થી 0.75% વધારાના વ્યાજ દર મળી શકે છે. આરડી ખાતું ખોલતા પહેલા આ દરની તપાસ કરી લેવી જોઈએ.

• મેચ્યોરિટી બાદ આરડીની રકમ સીધી મારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે?

હા, મેચ્યોરિટી બાદ તરત રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. જો રકમ હજી બેંક ખાતામાં જમા ન થઈ હોય તો તમારે તરત જ બેંકના કસ્ટમર કેરમાં સંપર્ક કરવો જોઈએ.

• શું રિકરિંગ ડિપોઝિટ પર ટીડીએસ લાગુ પડે છે?

હા, ફાઇનાન્સ બિલ, 2015 મુજબ નાણાંકીય વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર રિકરિંગ ડિપોઝિટ પર એકઠા થયેલા વ્યાજ પર ટીડીએસ લાગુ પડશે.

આ પણ વાંચો: Recurring Deposit: રિકરિંગ ડિપોઝિટ પર આ રીતે થાય વ્યાજની ગણતરી, જાણો શું છે RD કેલ્ક્યુલેટર?

• શું આરડીમાં નામાંકન/લાભાર્થી સુવિધા મળે છે?

હા, તમે રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલો તો તમારે નોમિની અથવા લાભાર્થીનું નામ પણ લિસ્ટ કરવાવું પડશે. જો તમારી સાથે કોઈ અણબનાવ બને તો તો મેચ્યોરિટીની તારીખે તેમને લાભ મળશે. આ ઉપરાંત રિકરિંગ ડિપોઝિટ ખાતમાં તમારી પાસે તમારા નોમિની અથવા લાભાર્થીને બદલવાનો વિકલ્પ પણ હોય છે.

• હું રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ માટે કેવી રીતે અરજી કરી શકું?

તમારે જે બેંકમાં RD એકાઉન્ટ ખોલાવવું હોય તે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પર જઈ Apply Now વિકલ્પ પર ક્લિક કરી શકો છો. જો તમારી પાસે જે તે બેંકમાં પહેલેથી જ બેંક ખાતું હોય તો તમે રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલવા માટે નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો

• શું સગીર માટે અથવા જોઈન્ટ એકાઉન્ટ તરીકે આરડી ખોલી શકાય છે?

હા. તમે સગીર (18 વર્ષથી નીચેના બાળક) માટે RD ખાતું ખોલી શકો છો. આ સાથે અન્ય કોઈ સાથે પણ જોઈન્ટ એકાઉન્ટ તરીકે પણ આરડી ખાતું ખોલી શકો છો.

આ પણ વાંચો: Recurring Deposit: આ બેંકો રિકરિંગ ડિપોઝિટ પર આપે છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લીસ્ટ

• જો ચાલુ વ્યાજ દરો નીચે આવે અથવા વધે તો શું થાય?

આવી સ્થિતિમાં ડિપોઝિટ પર કોઈ અસર થશે નહીં. કારણ કે, વર્તમાન નિયમો અનુસાર તેની મેચ્યોરિટી સુધી બેંક તે દર ચૂકવવા માટે બંધાયેલ હોય છે. સુધારેલા દરો ફક્ત નવી RD અને રીન્યુ કરવા પર જ લાગુ પડશે.

• શું આરડી transferable હોય છે?

ના. આરડી transferable હોતી નથી.
Published by: Vinod Zankhaliya
First published: December 3, 2021, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading