રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મોટી ડીલ, મનીષ મલ્હોત્રાની કંપનીમાં ખરીદશે 40 ટકા ભાગીદારી

News18 Gujarati
Updated: October 16, 2021, 1:15 AM IST
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મોટી ડીલ, મનીષ મલ્હોત્રાની કંપનીમાં ખરીદશે 40 ટકા ભાગીદારી
મનીષ મલ્હોત્રા (મેનેજિંગ અને ક્રિએટિવ ડિરેક્ટર - એમએમ સ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ), દર્શન મહેતા (એમડી અને સીઇઓ - રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ)

business news: રિલાયન્સ બ્રાન્ડ લિમિટેડે (Reliance Brands Limited) જણાવ્યું કે તે મનીષ મલ્હોત્રાની (Manish Malhotra) કંપની એમએમ સ્ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ (MM Styles Private Limited)માં 40 ટકા ભાગીદારી ખરીદી રહી છે.

  • Share this:
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (Reliance Industries Ltd) સબ્સિડિયરી રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે (Reliance Brands Limited) શુક્રવારે એક મોડી ડીલ કરી છે. રિલાયન્સ બ્રાન્ડ લિમિટેડે જણાવ્યું કે તે મનીષ મલ્હોત્રાની (Manish Malhotra) કંપની એમએમ સ્ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ (MM Styles Private Limited)માં 40 ટકા ભાગીદારી ખરીદી રહી છે.

મનીષ મહ્લોત્રા બ્રાન્ડમાં પહેલીવાર કોઈ બહારની ઈનવેસ્ટમેન્ટ થયું છે. અત્યાર સુધી લેબલમાં માત્ર મનીષ મલ્હોત્રાનું જ રોકાણ હતું. મનીષ મલ્હોત્રાનું લેબલ 2005માં લોન્ચ થયું હતું. મનીષ મલ્હોત્રાના ચાર ફ્લેગશિપ સ્ટોર મુંબઈ, નવી દિલ્હી અને હૈદરાબાદમાં છે. આ ઉપરાંત હવે લેબલના ઓનલાઈન 1.20 કરોડ સોશિયલ ફોલોઅર્સ છે.

મનીષ મલ્હોત્રાની સિગ્નેચર સ્ટાઈલ ખૂબ મશહૂર છે. આ લેબલ શરૂ કર્યા પહેલા 31 વર્ષ સુધી મનિષ મલ્હોત્રા કોસ્ટ્ચુમ ડિઝાઈનર હતા. જ્યારે દેશના સૌથી મોટા લગ્ઝરી રિટેલર રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ છેલ્લા 14 વર્ષમાં ગ્લોબર લગ્ઝરી બ્રાન્ડથી પ્રીમિયમ બ્રાન્ડ બની છે.

ભારતીય આર્ટ અને કલ્ચરને પ્રસ્તાહન
રિલાયન્સ બ્રાન્ડ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'મનીષ મલ્હોત્રાની સાથે રણનીતિક પાર્ટનરશિપની સાથે અને ભારતીય આર્ટ અને કલ્ચરને પ્રત્સાહન આપવું જોઈએ. ઉદ્યોગસાહસિક તરીકે મનીષ મલ્હોત્રાએ આ બ્રાન્ડ શરુ કરી હતી. સમય પહેલા જ વિચારી રાખે છે. '

મનીષ મલ્હોત્રા વિશેમનીષ મલ્હોત્રા એક પ્રખ્યાત ભારતીય ફેશન ડિઝાઇનર, લક્ઝરી કોટ્યુરિયર, કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ છે. ઉદ્યોગસાહસિક, અને પુનરુત્થાનવાદી. 2005 માં તેની બ્રાન્ડની શરૂઆત થઈ હતી. ભારતીય નવવધૂ માટે રંગોનું નવું પેલેટ લાવવા માટે ભારતીય રનવે પર, મનીષ મલ્હોત્રાએ રોયલ્ટી, સ્ટાર્સ અને વસ્ત્રો-પ્રેમીઓ વચ્ચેમાં પોતાની બ્રાન્ડ સ્થાપિત કરી છે.

આ પણ વાંચોઃ-Life Insurance Policy: જીવન વીમા પોલીસી ખરીદતી વખતે આ રાઈડર્સ વિશે જાણકારી હોવી જરૂરી, જે તમને આપશે વધુ લાભ

ડિઝાઇનર પોતાની ડિઝાઇન NFT સ્વરૂપે રજૂ કરશે. મનીષ મલ્હોત્રા હાલમાં 4 સ્ટેન્ડ-અલોન રિટેલ કરે છે. મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદમાં તેમજ દેશનો પ્રથમ 360 ડિગ્રી વર્ચ્યુઅલ સ્ટોર, સ્વ-શિક્ષિત ડિઝાઇનર, મનીષે અંજલિના ભાગરૂપે ફિલાડેલ્ફિયા મ્યુઝિયમમાં તેમની કૃતિઓનું પ્રદર્શન કર્યું છે. વિશ્વભરના અસંખ્ય ફેશન-શોમાં મનીષે 50 થી વધુ એવોર્ડ જીત્યા છે.

આ પણ વાંચોઃ-Multibagger stock: આ મલ્ટીબેગર શેરે 20 વર્ષમાં આપ્યું 22,000% રિટર્ન!

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ વિશે
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે. ફોર્ચ્યુનની વૈશ્વિક 500 યાદીમાં વિશ્વની સૌથી મોટી યાદીમાં સ્થાન મેળવનાર ભારતની ટોચની ક્રમાંકિત કંપની છે. RBLએ 2007માં આંતરરાષ્ટ્રીય લોન્ચ અને બિલ્ડ કરવાના આદેશ સાથે કામગીરી શરૂ કરી હતી. મે 2019 માં, RBL એ બ્રિટીશ રમકડા રિટેલર, હેમલીસને હસ્તગત કરીને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય બજારમાં પગ મૂક્યો હતો.
Published by: ankit patel
First published: October 16, 2021, 1:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading