RIL Q2 Results: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9567 કરોડ રૂપિયાનો લાભ, JIOની નેટ પ્રોફિટ વધીને 2844 કરોડ

News18 Gujarati
Updated: October 30, 2020, 11:04 PM IST
RIL Q2 Results: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9567 કરોડ રૂપિયાનો લાભ, JIOની નેટ પ્રોફિટ વધીને 2844 કરોડ
બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોને જબરજસ્ત નફો થયો

બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોને જબરજસ્ત નફો થયો

  • Share this:
મુંબઈ : મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries)30 ઓક્ટોબરે પોતાના પરિણામ જાહેર કર્યા છે. ટેલિકોમ અને રિટેલ બિઝનેસના કારણે કંપની શાનદાર પરિણામ આપવામાં સફળ રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં RILનો કંસોલિડેટેડ પ્રોફિટ 9567 કરોડ રૂપિયા રહ્યો છે.

આ પહેલા જૂન ક્વાર્ટરમાં કંપનીનો એડજસ્ટેડ પ્રોફિટ 8380 કરોડ રૂપિયા હતો. જૂનમાં કંપનીનો પ્રોફિટ 13,248 કરોડ રૂપિયા હતો. જેમાં 4966 કરોડની અન્ય આવક પણ સામેલ હતી. કંપનીને આ રકમ રિલાયન્સ-BP મોબિલિટીમાં BPને ભાગીદારી વેચવાથી મળી હતી.

આવક 1,16,195 કરોડ રૂપિયા રહી

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 1,16,195 કરોડ રૂપિયા રહી હતી જ્યારે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીની આવક 1,53,384 કરોડ રૂપિયા હતી. એટલે કે ગત વર્ષના આ ક્વાર્ટરના મુકાબલે આ વખતે કંપનીની આવકમાં 24 ટકાની ગિરાવટ આવી છે.

આ પણ વાંચો - લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6500 કરોડ રૂપિયાનો ફાયદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ્યુનિકેશન એકમ રિલાયન્સ જિયોના (RIL Jio)સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરિણામ પણ શુક્રવારે આવ્યા છે. ફિસ્કલ 2020ના બીજા ક્વાર્ટરમાં કંપનીની નેટ પ્રોફિટ 2844 કરોડ રૂપિયા રહી. ગત વર્ષે આ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ 998 કરોડ રૂપિયા હતી.બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોને થયો જબરજસ્ત નફો

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જોવામાં આવે તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ 12.9 ટકા વધીને 2844 કરોડ રૂપિયા રહી છે. એક ક્વાર્ટર પહેલા કંપનીની નેટ પ્રોફિટ 2520 કરોડ રૂપિયા હતી. રિલાયન્સ જિયોની આવક ક્વાર્ટર આધાર પર 5.6 ટકા વધી છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 16,557 કરોડ રૂપિયા હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 17,481 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જિયોની એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર (ARPU)સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 146 રહી છે.

(ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
Published by: Ashish Goyal
First published: October 30, 2020, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading