Petrol-Diesel Price : 16 માર્ચ પહેલા 12 રૂપિયા વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, તેલ કંપનીઓને થઇ રહ્યું છે નુકસાન

News18 Gujarati
Updated: March 6, 2022, 6:30 PM IST
Petrol-Diesel Price : 16 માર્ચ પહેલા 12 રૂપિયા વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, તેલ કંપનીઓને થઇ રહ્યું છે નુકસાન
ચાર મહિનાથી પેટ્રોલ અને ડીઝલની ભાવમાં (Petrol-Diesel Price)વધારો થયો નથી (પ્રતિકાત્મક તસવીર)

Petrol-Diesel Price Hike : આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI Securities) એક રિપોર્ટમાં કહ્યું તે છેલ્લા બે મહિનામાં વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમત વધવાના કારણે સરકારના સ્વામિત્વ વાળી રિટેલ તેલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન (Russia-Ukraine War)વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. આમ છતા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કારણે ભારતીય બજારમાં ચાર મહિનાથી પેટ્રોલ અને ડીઝલની ભાવમાં (Petrol-Diesel Price)વધારો થયો નથી.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે (ICICI Securities) એક રિપોર્ટમાં કહ્યું તે છેલ્લા બે મહિનામાં વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમત વધવાના કારણે સરકારના સ્વામિત્વ વાળી રિટેલ તેલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. ઘરેલું તેલ કંપનીઓને ફક્ત ખર્ચની ભરપાઇ માટે 16 માર્ચ 2022 કે તેના પહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત 12 રૂપિયા વધારવી પડશે.

ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે લાભને પણ જોડી લેવામાં આવે તો તેમને 15 રૂપિયા પ્રતિ લીટર કિંમત વધારવી પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોતાની જરુરિયાતનું 85 ટકા કાચું તેલ આયાત કરે છે. જેથી ઘરેલું સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિંમત કાચા તેલની વૈશ્વિક કિંમતોથી પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો - Russia-Ukraine War: નવી કારો માટે જોવી પડી શકે છે લાંબી રાહ, જાણો શું છે કારણ

...તો 10 રૂપિયા ઘટી શકે છે લાભ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું બજારમાં દિવાળી પછી કિંમતોમાં વધારો નહીં થવાના કારણે 3 માર્ચ 2022 સુધી રિટેલ તેલ કંપનીઓનો શુદ્ધ લાભ શૂન્યથી નીચે 4.29 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. જો પેટ્રોલ-ડીઝલની કિંમત નહીં વધારવામાં આવે તો વર્તમાન વૈશ્વિક મૂલ્ય પર આ કંપનીઓનો શુદ્ધ લાભ 16 માર્ચ સુધી શૂન્યથી નીચે 10 રૂપિયા અને એક એપ્રિલ 2022 સુધી 12.6 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.ક્રુડ 9 વર્ષના ઉચ્ચ સ્તર પર

વૈશ્વિક બજારમાં કાચું તેલ વધીને 120 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. આ 9 વર્ષના ઉચ્ચ સ્તર પર છે. આ પછી કિંમતોમાં કેટલીક નરમી સાથે કાચા તેલની કિંમત 111 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. આમ છતા તેલનો ખર્ચ અને રિટેલ વેચાણની કિંમતો વચ્ચેનું અંતર વધી રહ્યું છે.

185 ડોલર સુધી પહોંચી શકે છે ક્રુડ

મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે અમેરિકા અને યુરોપિયન દેશોના પ્રતિબંધોના કારણે રશિયા ખુલીને તેલની નિકાસ કરી શકતું નથી. હાલ તે 66 ટકા તેલ નિકાસ કરી રહ્યું છે. જો રશિયાના તેલની આપૂર્તિ અટકશે તો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત 185 ડોલર સુધી પહોંચી શકે છે.
Published by: Ashish Goyal
First published: March 6, 2022, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading