જરૂરી સૂચના- આજે અને કાલે બંધ રહેશે SBIની સર્વિસિસ, બેંકે ટ્વીટ કરી આપી જાણકારી

News18 Gujarati
Updated: July 16, 2021, 9:15 AM IST
જરૂરી સૂચના- આજે અને કાલે બંધ રહેશે SBIની સર્વિસિસ, બેંકે ટ્વીટ કરી આપી જાણકારી
SBI Customers Alert: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 44 કરોડ માટે ખાસ એલર્ટ, બે દિવસ સુધી આ સેવાઓ રહેશે બંધ

SBI Customers Alert: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 44 કરોડ માટે ખાસ એલર્ટ, બે દિવસ સુધી આ સેવાઓ રહેશે બંધ

  • Share this:
નવી દિલ્હી. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India- SBI)એ પોતાના 44 કરોડ ખાતાધારકો માટે અગત્યની સૂચના (SBI Important Notice) જાહેર કરી છે. બેંકે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને તેમને પોતાની જરૂરિયાત મુજબ, બેન્કિંગ સંબંધી કામોને પહેલા જ પૂરા કરી લેવાની અપીલ કરી છે. બેંકે પોતાના ગ્રાહકો માટે આ જરૂરી સૂચના જાહેર કરતા કહ્યું છે કે બેંકની કેટલીક જરૂરી સર્વિસ આજ અને કાલે બંધ રહેશે.

મૂળે, SBIએ ટ્વીટર પર કહ્યું કે, સિસ્ટમ મેન્ટેનન્સના કારણે 16 અને 17 જુલાઈએ બેંકની કેટલીક સેવાઓ બંધ રહેશે. આ સેવાઓમાં ઈન્ટરનેટ બેન્કિંગ, Yono, Yono Lite અને UPI સર્વિસ સામેલ હશે. SBIએ ટ્વીટરના માધ્યમથી કહ્યું કે, આ સેવાઓ 16 અને 17 જુલાઈની રાત્રે 10:45 વાગ્યાથી મોડી રાત્રે 1:15 વાગ્યા સુધી (150 મિનિટ) માટે આ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય.

આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટSBI દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બેંક આજે પોતાના UPI પ્લેટફોર્મને અપડેટ કરશે જેથી કસ્ટમર એક્સપીરિયન્સને ઉત્તમ બનાવી શકાય. આ દરમિયાન ગ્રાહકને UPI Transactions બંધ રહેશે.

આ પણ વાંચો, Amazon સાથે રોજ 4 કલાક કામ કરો અને મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરો

આ પહેલા પણ સેવાઓ કરી હતી બંધ

નોંધનીય છે કે, આવું પહેલીવાર નથી કે એસબીઆઇ પહેલીવાર કોઈ સેવાને બંધ કરી રહી છે. આ પહેલા પણ બેંકે 3 જુલાઈએ મોડી રાત્રે 3:25 વાગ્યાથી બીજા દિવસ સવારે 5:50 વાગ્યા સુધી એટલે કે 4 જુલાઈના રોજ સવારે 3:50 વાગ્યાથી 5:50 વાગ્યા સધી આ સેવાઓ બંધ કરી દીધી હતી.
Published by: Mrunal Bhojak
First published: July 16, 2021, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading