Shocking! આતંકી પ્રવૃત્તિ અને બાળકોના જાતીય શોષણમાં ક્રિપ્ટોની ભૂમિકા અંગે ચોકાવનારો રિપોર્ટ


Updated: June 24, 2022, 2:31 PM IST
Shocking! આતંકી પ્રવૃત્તિ અને બાળકોના જાતીય શોષણમાં ક્રિપ્ટોની ભૂમિકા અંગે ચોકાવનારો રિપોર્ટ
આતંકી પ્રવૃત્તિ અને બાળકોના જાતીય શોષણમાં ક્રિપ્ટોની ભૂમિકા

બ્લોકચેન એનાલિસિસ કંપની એલિપ્ટીકના તાજેતરના અહેવાલ (Elliptic Report)માં ડોગકોઇનના ઉપયોગ બાબતે મોટો ધડાકો થયો છે. ડોગકોઇન આતંકવાદ, બાળકોના જાતીય શોષણની સામગ્રી, ઉગ્રવાદ અને અન્ય કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

  • Share this:
આતંકવાદને ફન્ડિંગ સહિતની અનેક ગેરકાયદે બાબતોમાં ક્રિપ્ટોકરન્સી (Use of Cryptocurrency in Terror Funding) નો ઉપયોગ થતો હોવાની દહેશત અનેક વખત વ્યક્ત થઈ ચૂકી છે. ભારત સરકાર પણ આ મામલે સતર્ક છે અને આવી પ્રવૃતિ રોકવા તૈયારી કરી છે. ત્યારે બ્લોકચેન એનાલિસિસ કંપની એલિપ્ટીકના તાજેતરના અહેવાલ (Elliptic Report)માં ડોગકોઇનના ઉપયોગ બાબતે મોટો ધડાકો થયો છે. ડોગકોઇન આતંકવાદ, બાળકોના જાતીય શોષણની સામગ્રી, ઉગ્રવાદ અને અન્ય કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે ડોગકોઈનનો જન્મ એક રમૂજમાંથી થયો હતો અને ત્યારબાદ થોડા વર્ષોમાં જ તે રોકાણકારો - સટ્ટોડિયાઓનો માનીતો કોઈન બન્યો હતો. જોતજોતામાં તેને ટોચની 10 ક્રિપ્ટોકરન્સીમાં સ્થાન મળી ગયું હતું. જો કે, તેની લોકપ્રિયતા પર નાપાક લોકો અને સંસ્થાઓની કુદ્રષ્ટિ પડી છે. ગેરકાયદે કામ માટે નાણાં આપવા ડોગકોઈનનો ઉપયોગ થઈ રહ્યો છે.

એલિપ્ટીકનો રિપોર્ટ કહે છે કે, આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં છેતરપિંડી, કૌભાંડો અને પોન્ઝી સ્કીમનો સમાવેશ થાય છે. આ સાથે તેનો ઉપયોગ ખૂબ ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ થઈ રહ્યો છે. જેમાં આતંકવાદને ફન્ડિંગ અને બાળ યૌન શોષણ સામગ્રી (CSAM)ની લેવેચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ

આતંકી સંગઠનો દ્વારા વધી રહ્યો છે ઉપયોગ

આ રિપોર્ટમાં આતંકને ફંડ આપવામાં ડોગકોઇનનો ઉપયોગ વધી રહ્યો હોવાની મુખ્ય વાત છે. તેમાં નેશનલ બ્યુરો ફોર કાઉન્ટર ટેરર ફાઇનાન્સિંગ ઓફ ઇઝરાયલ (NBCTF) દ્વારા હમાસના 84 ક્રિપ્ટો વોલેટ એડ્રેસને સિઝ કરવાના આદેશને ટાંકવામાં આવ્યો હતો. ડોગકોઇનનો ઉપયોગ કરતા વોલેટ્સને કુલ 40,235 ડોલરનું ભંડોળ મળ્યું હતું.હમાસ બિટકોઇન અને ટેથરનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તેની સરખામણીએ ડોગકોઈનનો ઉપયોગ ઓછો છે, પરંતુ અસામાજિક વર્તુળોમાં ડોગકોઈન વિશે જાગૃતિ વધી રહી છે. જે ગંભીર બાબત છે. બધી જ ક્રિપ્ટોકરન્સીના થકી હમાસના વોલેટ્સને લગભગ 7.79 મિલિયન ડોલર મળ્યા હતા.

બાળકોના જાતીય શોષણની સામગ્રીમાં પણ થાય છે ઉપયોગ

એલિપ્ટીકના રિપોર્ટમાં વધુ એક ધૃણા ઉપજાવે તેવું તરણ એ છે કે, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM)માં પણ ડોગકોઇન પેમેન્ટનો ઉપયોગ કરીને પેમેન્ટ પૂરું પાડવામાં આવતું હતું. આવું મુખ્યત્વે ડાર્કનેટ પર થતું આવ્યું છે. હાલમાં ડોગકોઇનથી આવી ગતિવિધિમાં 3,000 ડોલરનું ફંડ થયું છે. જ્યારે બિટકોઇન ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલના પેમેન્ટ કરવામાં મોખરે છે.

રિપોર્ટમાં સૂચવે છે કે, ગુનેગારો પકડાઈ નહિ તે માટે ક્રિપ્ટો એસેટ્સના બહોળા વિકલ્પોનો ઉપયોગ કરે છે અને ડોગકોઈન પણ આવા તત્વો સુધી પહોંચી ગયું છે. ડોગકોઇનનો સૌથી વધુ ગેરકાયદે ઉપયોગ ચોરી, કૌભાંડો અને પોન્ઝી સ્કીમમાં થાય છે. આ રિપોર્ટમાં ડોગકોઇનથી લાખો ડોલર હેરફેરની 50થી વધુ ઘટનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, ઓવરટાઇમ અને PF સહિત આ નિયમો બદલાશે

એલિપ્ટીકે ડાર્કનેટ પર થઈ રહેલી પ્રવૃત્તિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ડાર્કનેટ પર ડ્રગના વેપાર અને ચોરાયેલા ડેટાની તસ્કરીનો મામલો ચિંતાજનક છે. ડોગકોઇનથી હવે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પેમેન્ટ થઈ રહ્યું છે. અલબત્ત એલિપ્ટિક એ ભાંડો ફોડી નાખતા અસામાજિક તત્વો અનામીપણા પર કેન્દ્રિત
મોનેરો નામની ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા છે

હેકર્સના નિશાને ડોગકોઈન

હેકર્સ પણ ડોગકોઇનને હાઇજેક કરવાના નવા નવા પેંતરા કરે છે. તેઓએ ટાર્ગેટ સિસ્ટમને ઇન્ફેકટ લગાડવા અને યુઝર્સના વોલેટ્સમાંથી ડોગકોઈન ચોરવા માટે ઘણા માલવેર ડિઝાઇન કર્યા છે. 2020માં કેસ્પરસ્કીએ ક્લિપ્ટોમેનર નામના માલવેર પર પ્રકાશ પાડ્યો હતો. તેનાથી યુઝર્સની જાણ બહાર તેના કમ્પ્યુટર પર ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ થતું હતું અને ડોગકોઇનમાં 29,000 ડોલરની કમાણી કરી હતી.

ઉગ્રવાદીઓમાં પણ ફંડ મેળવવા ઉપયોગ વધ્યો

બીજી તરફ ઉગ્રવાદી જૂથો ભંડોળ એકઠું કરવા માટે જૂની પદ્ધતિ છોડીને ડોગકોઇનનો ઉપયોગ કરે છે. ડિસેમ્બર 2021માં એલિપ્ટીકે ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલા વોલેટ્સમાં ક્રિપ્ટોકરન્સીમાં $8.9 મિલિયનની ચુકવણી થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. ઇન્ફોવોર્સ નામની આવી જ એક સંસ્થાએ એકલા ડોગકોઇનમાં જ 1,900 ડોલર એકઠા કર્યા છે.

અસામાજિક અને અમાનવીય પ્રવૃત્તિઓ માટે પૈસાની હેરફેરમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો જતો ઉપયોગ ખૂબ જ ચિંતાજનક છે. સરકાર આવી પ્રવૃત્તિઓ ડામવા કોઈ પદ્ધતિ લઈ આવે તો પણ ગુનેગારો અન્ય ઓછા જાણીતા વિકલ્પોનો ઉપયોગ કરવા લાગે છે. વર્તમાન સમયે ક્રિપ્ટોકરન્સી કોઈ દ્વારા નિયંત્રિત નથી. જેથી ભારત સરકાર ક્રિપ્ટોની લેવડદેવડ બાબતે ખૂબ જ સતર્ક છે. તાજેતરના નવા નિયમમાં ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડની વિગતો એજન્સીઓને મળતી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.
Published by: Bhavyata Gadkari
First published: June 24, 2022, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading