કોલેજની ડિગ્રી વગર તમને મળશે રૂ. 30 હજાર મહિને કમાવવાનો મોકો, કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો મળીને કામ કરી રહ્યા

News18 Gujarati
Updated: May 11, 2022, 1:21 AM IST
કોલેજની ડિગ્રી વગર તમને મળશે રૂ. 30 હજાર મહિને કમાવવાનો મોકો, કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો મળીને કામ કરી રહ્યા
ડ્રોન પાયલોટ બની 30,000 મહિને કમાવવાનો મોકો

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Ministry of Civil Aviation Jyotiraditya Scindia) 12 પાસ યુવાનો માટે મોટી વાત કરી, ડ્રોન પાયલોટની ટ્રેનિંગ (drone pilot training) લઈ મહિને 30,000 હજાર કમાવવાનો મોકો મળશે. દેશમાં 100000 ડ્રોન પાયલોટ (drone pilot) ની જરૂર ઉભી થશે.

  • Share this:
નવી દિલ્હી . નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Ministry of Civil Aviation Jyotiraditya Scindia) એ મંગળવારે નીતિ આયોગના એક કાર્યક્રમમાં કહ્યું કે, દેશમાં ડ્રોન સેવા ઝડપથી વધી રહી છે. તેથી આગામી વર્ષોમાં ભારતને લગભગ એક લાખ ડ્રોન પાઇલોટ્સની જરૂર પડશે. સિંધિયાએ નીતિ આયોગના એક કાર્યક્રમમાં કહ્યું કે, કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો હાલમાં દેશમાં ડ્રોન સેવાઓની માંગ વધારવા પર કામ કરી રહ્યા છે.

સિંધિયાએ કહ્યું કે, સરકાર દેશમાં ડ્રોન સેવા વધારવા માટે પણ સતત કામ કરી રહી છે. આ માટે સરકાર અનેક મોરચે કામ કરી રહી છે. "અમે ડ્રોન સેક્ટરને ત્રણ તબક્કામાં આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આમાંની પ્રથમ નીતિ છે. તમે જોઈ રહ્યા છો કે અમે કેટલી ઝડપથી પોલિસીનો અમલ કરી રહ્યા છીએ.

PLI યોજનાને સારો પ્રતિસાદ

તેમણે કહ્યું કે, બીજું ચક્ર અથવા બીજો તબક્કો એક પ્રોત્સાહન છે. ઉત્પાદન-આધારિત પ્રોત્સાહન (PLI) યોજના દેશમાં ડ્રોન ઉત્પાદન અને સેવાઓને આગળ વધારવામાં મદદ કરશે. આ ક્ષેત્ર માટે PLI યોજના સપ્ટેમ્બર, 2021માં રજૂ કરવામાં આવી હતી. આ PLI સ્કીમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી નવી કંપનીઓ આ ક્ષેત્રમાં કામ કરવા રસ દાખવી રહી છે.

12 પાસ વ્યક્તિ માટે ડ્રોન પાયલોટ તાલીમ

સિંધિયાએ કહ્યું કે, ડ્રોન ક્ષેત્રે પ્રગતિનું ત્રીજું ચક્ર સ્થાનિક માંગ પેદા કરવાનું છે. કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો ડ્રોન સેવાઓની માંગ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, માત્ર 12મું પાસ વ્યક્તિને જ ડ્રોન પાયલટની ટ્રેનિંગ આપી શકાય છે. આ માટે કોલેજની ડિગ્રીની જરૂર નથી.આ પણ વાંચોરિલાયન્સ રિટેલ દરરોજ 7 નવા સ્ટોર ખોલ્યા, FY22માં 1.5 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું

રોજગારીની તકો

તેમણે કહ્યું કે, માત્ર બે-ત્રણ મહિનાની ટ્રેનિંગ બાદ વ્યક્તિ ડ્રોન પાઈલટ બની શકે છે અને 30,000 રૂપિયાનો માસિક પગાર મેળવી શકે છે. સિંધિયાએ કહ્યું, “અમને લગભગ એક લાખ ડ્રોન પાઇલટ્સની જરૂર પડશે. આવી સ્થિતિમાં આ સેક્ટરમાં ઘણી તકો છે.” તેથી આ સેક્ટરમાં રોજગારી પણ ઉભી થશે. મેન્યુફેક્ચરિંગની સાથે સાથે સર્વિસ સેક્ટરમાં રોજગારીનું સર્જન થશે.
Published by: kiran mehta
First published: May 11, 2022, 1:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading