3 લાખ રૂપિયાનું રોકાણ કરીને શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 7 લાખથી વધુની કમાણી


Updated: August 16, 2021, 6:02 PM IST
3 લાખ રૂપિયાનું રોકાણ કરીને શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 7 લાખથી વધુની કમાણી
પ્રતિકાત્મક તસવીર

Business news- જો તમે કોઈ બિઝનેસ શરૂ (Business opportunity) કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં એક એવા બિઝનેસની જાણકારી આપી છે જેની મદદથી તમે તહેવારની સિઝનમાં એક દિવસમાં રૂ. 1 લાખની કમાણી (Earn money) કરી શકો છો

  • Share this:
નવી દિલ્હી : જો તમે કોઈ બિઝનેસ શરૂ (Business opportunity) કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં એક એવા બિઝનેસની જાણકારી આપી છે જેની મદદથી તમે તહેવારની સિઝનમાં એક દિવસમાં રૂ. 1 લાખની કમાણી (Earn money) કરી શકો છો. તહેવારની સિઝન સિવાય તમે મીઠાઈના બિઝનેસ (Sweets Business) માં દર મહિને રૂ. 1 લાખનો નફો કમાઈ શકો છો. તહેવારની સિઝનમાં મીઠાઈની ખૂબ જ માંગ રહે છે. હવે રક્ષાબંધન અને જનમાષ્ટમી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે, ત્યારે તમે આ બિઝનેસ કરીને (How to start own business) બહોળી કમાણી કરી શકો છો.

ભારતમાં રક્ષાબંધન, દીવાળી અને તમામ તહેવારોમાં મીઠાઈ ખૂબ જ જરૂરી હોય છે. ભારતમાં મીઠાઈની ખૂબ જ ડિમાન્ડ હોય છે. તમે આ તહેવારની સિઝનમાં બિઝનેસ શરૂ કરી શકો છો.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે

આ બિઝનેસ શરૂ કરતા સમયે ધ્યાન રાખવાનું રહેશે કે તમે કયા પ્રકારની મીઠાઈ પર વધુ ધ્યાન આપશો. સાથે જ મહત્વની બાબતો જેમ કે મીઠાઈ દેશી ઘી માં બનાવશો કે તેલમાં, તેનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહકોની પસંદ જાણીને આ બિઝનેસની શરૂઆત કરવાથી તમને વધુ ફાયદો થશે.

આ પણ વાંચો - સુરત : તહેવાર નિમિતે બની સોનાની મીઠાઈ, કિલોના ભાવ છે નવ હજાર રૂપિયા

જગ્યાની જરૂરિયાત રહેશેમીઠાઈની દુકાન માટે જગ્યા ખૂબ જ મહત્વનું પરિબળ છે. જો તમારી પાસે માર્કેટમાં જગ્યા છે અથવા ભીડ ભાડવાળી જગ્યા પર દુકાન મળે છે, તો તમારા નફામાં વધારો થઈ શકે છે. ગ્રાહકોની ભીડ વધુ રહેતી હોય તેવી જગ્યા પર મીઠાઈની દુકાન હોવી જોઈએ.

મીઠાઈની દુકાન માટે જરૂરી સામાન

મિઠાઈની દુકાન માટે મશીન, જગ્યા, મહારાજ, માર્કેટિંગ, વિજળી તથા અનેક વસ્તુઓની જરૂરિયાત રહે છે.

કેટલું રોકાણ કરવાનું રહેશે

આ બિઝનેસમાં રોકાણ કરવા માટે તમારે શરૂઆતમાં રૂ. 2થી 3 લાખનો ખર્ચ કરવાનો રહેશે. જો તમારું ઘર માર્કેટમાં છે, તો તમે ઘરેથી બિઝનેસ કરી શકો છો. તમે દુકાન લઈને પણ આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. મીઠાઈ માટે કાચો માલ, મહારાજ, વાસણ તથા કાઉન્ટરની જરૂરિયાત રહેશે.

કેટલો નફો થશે

તહેવારની સિઝનમાં બિઝનેસમાં સૌથી વધુ કમાણી થાય છે. કોઈપણ તહેવારની મીઠાઈ વગર ઊજવણી કરવામાં આવતી નથી. આ પરિસ્થિતિમાં તમે એક દિવસમાં લાખોની કમાણી કરી શકો છો. સામાન્ય દિવસોમાં તમે દર મહિને રૂ.80 હજારથી લઈને રૂ.1 લાખની કમાણી કરી શકો છો. તમારે મીઠાઈની ગુણવત્તા અને ગ્રાહકોની પસંદગી પર વધુ ધ્યાન રાખવાનું રહેશે.
First published: August 16, 2021, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading