Stock Market Updates: રેકોર્ડ ઊંચાઈ પર શૅર બજાર, Sensex પહેલીવાર 59,000ને પાર, Nifty 17,600ની નજીક

News18 Gujarati
Updated: September 16, 2021, 2:47 PM IST
Stock Market Updates: રેકોર્ડ ઊંચાઈ પર શૅર બજાર, Sensex પહેલીવાર 59,000ને પાર, Nifty 17,600ની નજીક
પ્રતિકાત્મક તસવીર

Sensex on All Time High: ભારતીય શૅર બજાર આજે ગુરૂવારે રેકોર્ડ ઊંચાઈ પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી. ભારતીય શૅર બજાર (Stock Market) આજે ગુરૂવારે રેકોર્ડ ઊંચાઈ પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. BSEનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE Sensex) પહેલીવાર 59,000ના આંકડાને પાર કરી ગયો છે. બીજી તરફ, નિફ્ટી ઇન્ડેક્સ (NSE Nifty) 64.90 પોઇન્ટ એટલે કે 0.40 ટકાની મજબૂતી સાથે 17,589ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો (Auto Stocks) અને બેન્કિંગ શૅરોથી (Banking Stocks) બજારને સપોર્ટ મળી રહ્યો છે. સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત બાદ ઓટો અને ટેલીકોમ શૅરોમાં ઘણી હલચલ જોવા મળી રહી છે.

સવારે બીએસઇ સેન્સેક્સ (BSE Sensex) 158 પોઇન્ટની તેજી સાથે 58,881.04 પર ખુલ્યો. સવારે 9:17 વાગ્યાની આસપાસ જ તે 185 પોઇન્ટના ઉછાળા સાથે ઓલટાઇમ હાઈ 58,908.18 પર જતો રહ્યો. આવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) 20 પોઇન્ટની તેજી સાથે 17,539.20 પર ખુલ્યો. થોડી જ વારમાં નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ લેવલ 17,589.20 પર પહોંચી ગયો.

ટેલીકોમ સેક્ટર પર બ્રોકરેજનો મત

UBSએ TELECOM પર મત રજૂ કરતાં કહ્યું છે કે સરકારના એલાન બાદ VODAFONE 10,000-12,000 કરોડ રૂપિયા સુધી કેપેક્સ વધારી શકે છે, કારણ કે માર્કેટ શૅર કાયમ રાખવા માટે કેપેક્સ જરૂરી છે. બીજી તરફ, રાહત પેકેજથી VODAFONEના અસ્તિત્વનું જોખમ ઘટશે. આ પેકેજથી BHARTIને 11000-11500 કરોડ રૂપિયાની વાર્ષિક રાહત મળશે.

આ પણ વાંચો, Earn Money: ઘરે બેઠા ફ્રેન્ચાઇઝી લઇને ફ્રીમાં શરૂ કરો પોતાનો Business, થશે લાખોની કમાણી

CLSAએ TELECOM પર અભિપ્રાય રજૂ કરતાં કહ્યું છે કે પેકેજ અને ટેરિફ હાઇથી કંપનીઓને રાહત મળશે. ટેલીકોમ સેક્ટર પર દેવાનું ઘણું ભારણ છે. જોકે, ભારતીય મોબાઇલ ક્ષેત્રમાં ત્રણ પ્લેયર રહેશે. JP MORGANએ TELECOM પર મત વ્યક્ત કરતાં કહ્યું છે કે ટેલીકોમ રિફોર્મ તમામ કંપનીઓ માટે પોઝિટિવ સાબિત થશે. જોકે, ટેલીકોમ સેક્ટરમાં BHARTI AIRTEL તેમની ટોપ પિક છે.આ પણ વાંચો, LIC IPO:  કેન્દ્ર સરકારનો 10 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક, ફંડથી શેની ખોટ ભરપાઈ થશે?

દિગ્ગજ શૅરોનો હાલ

દિગ્ગજ શૅરોની વાત કરીએ તો, આજે પ્રારંભિક કારોબાર દરમિયાન ભારતી એરટેલ, પાવર ગ્રિડ, ઇન્ડસઇન્ડ બેંક,એચસીએલ ટેક, એમ એન્ડ એમ, ટાટા સ્ટીલ, એસબીઆઇ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI Bank, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, ITC, સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, L&T લીલા નિશાન પર ખુલ્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2021, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading