Stock Market: તમારા પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ હોવા જોઈએ? અહી જાણો બધુ જ


Updated: January 28, 2022, 8:43 AM IST
Stock Market: તમારા પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ હોવા જોઈએ? અહી જાણો બધુ જ
પ્રતિકાત્મક તસવીર

sharemarket tips: આ પ્રકારનું ડાયવર્સિફિકેશન તે ઉચ્ચ વળતર જનરેટ કરવાની ક્ષમતાને પણ ઘટાડે છે. વધારે પડતુ ડાયવર્સિફિકેશન (diversification) તમારા રિટર્નને ઘટાડે છે.

  • Share this:
રિષભ પારેખ: તમારા શેરો (share)ના પોર્ટફોલિયો (Portfolio)માં ડાયવર્સિફિકેશન (diversification) કરવું એ એક સારો વિચાર છે કારણ કે તેનાથી સંખ્યાબંધ જોખમો ઘટાડે છે. પરંતુ સમસ્યા વધારે પડતુ ડાયવર્સિફિકેશન કરવામાં છે. આ પ્રકારનું ડાયવર્સિફિકેશન તે ઉચ્ચ વળતર જનરેટ કરવાની ક્ષમતાને પણ ઘટાડે છે.

વધારે પડતુ ડાયવર્સિફિકેશન તમારા રિટર્નને ઘટાડે છે, બીજી તરફ તમારા જોખમને ઘટાડવા માટે કંઈ મદદ કરતું નથી. ધ્યાનમાં રાખો કે ચોક્કસ સંખ્યામાં સ્ટોક પર પહોંચ્યા પછી, તમારા અપેક્ષિત વળતરની જેમ જોખમ ઘટાડવાનો ફાયદો જોવા મળતો નથી.

50થી 100 સ્ટૉકની મોટી બાસ્કેટ કરતાં 15 થી 20 ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટોક્સને ટ્રૅક કરવું ઘણું સરળ છે. કહેવત છે કે, Don't Put All your Eggs in One Basket એટ્લે કે બધા ઇંડા એક ટોપલીમાં ન મૂકવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી પાસે બધા જ ઇંડા હોવા જોઈએ. ડાયવર્સિફિકેશન સારું છે, પરંતુ તે વધારે પ્રમાણમાં થાય તો તે નુક્શાનકારક પણ નિવડે છે.

સરેરાશ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં 20 થી 30 સ્ટોક્સ હોય છે. પણ ખરેખર કેટલા હોવા જોઇયે તેનો કોઈ એક બંધબેસતો જવાબ નથી. આ બાબત તમારા રોકાણની હોરિઝોન, રિસ્ક ટોલરન્સ અને કરંટ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન સહિતના વિવિધ પરિબળો પર આધાર રાખે છે.

ઓવરબોર્ડમાં ગયા વિના સારી રીતે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો સુનિશ્ચિત કરી શકાય તે માટે અહી અમુક સ્ટોક-સિલેક્શન ગાઈડલાઈન્સ આપવામાં આવી છે, જેનું હું પાલન કરું છું.

Rule #1: દરેક શેરમાં રોકાણ કરાવનું ટાળોતમે તેજસ નેટવર્ક્સમાં પૈસા રોકવા માંગો છો કારણ કે 5G ભવિષ્ય છે, અથવા ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહનોમાં?

સૌ પ્રથમ તમારે એ સ્પષ્ટ રીતે સમજવાનું રહેશે કે કંપની અને સેક્ટરમાં રોકાણ કેવી રીતે કરવું. તે શીખવું જરૂરી છે. તમારી પસંદ આ બે કંપનીમાંથી અથવા અન્ય 4000 સક્રિય રીતે વેપાર કરતી કંપનીઓમાંથી કોઈ પણ હોઈ શકે. સોશિયલ મીડિયા નિષ્ણાતોની સલાહ મુજબ નહી પણ તમને સમજણ પડે તેવી અને તમને યોગ્ય લાગે તેવી સ્ક્રીપ્ટમાં રોકાણ કરો.

Rule #2: વધારાની બચતને વર્તમાન પોર્ટફોલિયોમાં જ રોકો

તમારી વધારાની બચતનું રોકાણ પણ તમારા વર્તમાન પોર્ટફોલિયોમાં જ કરો. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમારો પોર્ટફોલિયો ડિઝાઇન કરો; ઉદાહરણ તરીકે, જો તમે રૂ. 1 કરોડનો પોર્ટફોલિયો બનાવવા માંગો છો અને તમારો વર્તમાન પોર્ટફોલિયો રૂ. 10 લાખનો છે તો દરેકને સરખે ભાગે યોગ્ય સ્થાનોમાં વહેંચો.

ICICI Bank, SBI, TCS, Infosys, Asian Paints, Tata Power, Reliance Industries, HUL, Bajaj Finance, D-Mart, HDFC, SBI Life Insuranceવગેરે કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો.

શ્રેષ્ઠ બાબત એ છે કે તમારા વધારાના નાણાં તમારા વર્તમાન સ્ટોક પોર્ટફોલિયોમાં મૂકવાનું ચાલુ રાખો, જે તમારી રિસ્ક પ્રોફાઇલ અને નાણાકીય ઉદ્દેશ્યોને અનુરૂપ છે. તેથી, જ્યાં સુધી તમારો વર્તમાન પોર્ટફોલિયો અંડર-ડાઇવર્સિફાઇડ ન હોય અથવા તમને રોકાણ કરવા માટે આકર્ષક સ્ટોક ન મળે ત્યાં સુધી તમે તમારા હાલના શેરોમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકો છો.

Rule #3: તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી

મ્યુચ્યુઅલ ફંડ્સ માટે 60-70 સ્ટોક્સ રાખવા તે ઠીક છે. પરંતુ તમે મ્યુચ્યુઅલ ફંડ નથી. રિટેલ રોકાણકાર માટે ઘણી બધી કંપનીઓ પર રિસર્ચ કરવું અને તેનો ટ્રેક રાખવો લગભગ અશક્ય છે. ટાટા મોટર્સ, આઈઆરસીટીસી, આઈઈએક્સ, ટાટા ટેલિસર્વિસિસ, સારેગામા ઈન્ડિયા અને એવા શેરોમાં જે સમાચારોમાં રહે છે તેમાં કોઈએ રોકાણ કર્યું હોવાનો દાવો કરવો પણ ફેશનેબલ છે, પરંતુ પૂછવા જેવો મહત્વનો પ્રશ્ન એ છે કે કોઈએ કેટલું રોકાણ કર્યું છે? જો ફાળવણી કોઈના કુલ રોકાણના 1 ટકા અથવા 2 ટકા કરતાં ઓછી હોય, તો છેલ્લા દોઢ વર્ષમાં આ શેરોમાં મોટા પ્રમાણમાં વધારો થયો હોવા છતાં ભાગ્યે જ કોઈ ફાયદો મળ્યો હોય તેવું થઈ શકે છે.

Rule #4: તમારા શેરોની સંખ્યાને પોર્ટફોલિયો સાથે કોઈ સંબંધ નથી

ઘણા લોકો માને છે કે તમારે કેટલી રકમનું રોકાણ કરવું છે તે તમે કેટલા શેર ખરીદો છો તેના પરથી નક્કી થાય છે. તમારે કેટલા નાણાંનું રોકાણ કરવું છે તે ધ્યાનમાં લીધા વગર તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન કરવું એ મહત્વનું છે કે; જો તમારી પાસે રોકાણ કરવા માટે રૂ. 5 લાખ હોય, તો 25 થી 30 સ્ટૉક રાખવા માટે ઘણો સમય લાગશે.

આ પણ વાંચોઃ-Tata Takes Over Air India: ગુણવત્તા સભર ફ્લાઈટ સર્વિસ માટે મહારાજામાં શું ફેરફારો થશે?

જો તમારી પાસે રૂ. 1 કરોડથી વધુનો વિશાળ સ્ટોક પોર્ટફોલિયો હોય, તો પણ તમારી માલિકીના શેરની સંખ્યા 20-25થી વધુ ન હોવી જોઈએ; જો તમે સક્રિય રોકાણકાર હોવ અથવા જો રોકાણ એ તમારો વ્યવસાય અથવા કારકિર્દી હોય તો જ ઘણા બધા સ્ટોક રાખવા યોગ્ય છે. જો તમારી પાસે નોકરી અથવા વ્યવસાય હોય, તો બ્લુ-ચિપ કંપનીઓમાં ETF અને મ્યુચ્યુઅલ ફંડના સંયોજન સાથે રોકાણ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈ પણ સંજોગોમાં કોઈ સ્થિતીનો કોઈ એકસાર્વત્રિક રીતે સ્વીકૃત ઉકેલ નથી, તેથી વ્યક્તિએ તમામ ફાયદાઓ અને ગેરફાયદાઓ તેમજ આ કૉલમમાં મેં જે દલીલો ઉઠાવી છે તેમાંથી કેટલાકને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. જેથી કરીને તમે ભૂલો કરવાથી બચી શકો છો.

Rule #5: સંખ્યાના બદલે સેક્ટર પુર ધ્યાન કેન્દ્રિત કરો

પોર્ટફોલિયોમાં સ્ટોક્સની સંખ્યા પોતે જ ઈરીલિવન્ટ છે. આ ફક્ત તમારા પોર્ટફોલિયોમાં સ્ટોક્સની સંખ્યા વિશે નથી; તે શેરોની ગુણવત્તા વિશે પણ છે. સમસ્યા ઘણા બધા શેરોમાં રોકાણ કરવાની છે કારણ કે તમને સમાન ક્ષેત્રની કંપનીઓ ગમે છે પણ તેમ કરવું યોગ્ય નથી.

આ પણ વાંચોઃ-જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે તો ક્યા જાય છે તમારા પૈસા, જાણો આ ફંડા

ઉદાહરણ તરીકે બેંકિંગ ઉદ્યોગ લો: તમે ICICI, Axis, HDFC બેંક, કોટક બેંક અથવા SBI, કેનેરા અથવા બેંક ઓફ બરોડા જેવી સરકારી માલિકીની બેંકોની તરફેણ કરી શકો છો. પરંતુ શું તમે આ બધામાં રોકાણ કરી શકો છો? ના, ભલે તમે કરી શકો. તમારે તમારા સંશોધન અને માન્યતાઓના આધારે પસંદગીયુક્ત હોવું જોઈએ અને આપેલ ઉદ્યોગમાં બે કે ત્રણ કરતાં વધુ શેરોમાં અને એકંદરે થોડા શેરોમાં રોકાણ કરવું જોઈએ.
Published by: ankit patel
First published: January 27, 2022, 11:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading