Tata Power EV Charging Stations: ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં

News18 Gujarati
Updated: October 26, 2021, 7:12 PM IST
Tata Power EV Charging Stations: ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં
ટાટા પાવર ઈવી ચાર્જિંગ સ્ટેશન

મુંબઈમાં સ્થાપિત કરવામાં આવેલા પ્રથમ ચાર્જિંગ પાઇન્ટથી લઈને ટાટા પાવરના ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ હવે લગભગ દેશના 180 શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી: દેશની ખાનગી ક્ષેત્રની કંપની ટાટા પાવરે (Tata Power) દેશભરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (Electrict vehicle) ચાર્જ કરવા માટે 1,000થી વધારે ચાર્જિંગ સ્ટેશન (EV Charging stations) લગાવી દીધા છે. ટાટા પાવરે જમશેદપુર શહેરમાં ચાર જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા છે. 1,000 જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનોનું આ નેટવર્ક ટાટા પાવરના ગ્રાહકો માટે ઓફિસો, મૉલ, હોટલો, રિટેલ આઉટલેટ્સ અને જાહેર સ્થળે પર ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 10,000 હોમ ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ છે જે વાહનો માલિકોને તેમના વાહનો ચાર્જ કરવાની સુવિધા આપશે.

ટાટા પાવર હોમ ચાર્જર પણ ઉપલબ્ધ કરાવશે

ટાટા પાવર ઈવી ચાર્જર્સ ઇકો સિસ્ટમ જાહેર ચાર્જર્સ, કેપ્ટિવ ચાર્જર્સ, બસ/ફ્લીટ ચાર્જર્સ અને હોમ ચાર્જર્સની સિરીઝ કવર કરે છે. મુંબઈમાં સ્થાપિત કરવામાં આવેલા પ્રથમ ચાર્જિંગ પાઇન્ટથી લઈને ટાટા પાવરના ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ હવે લગભગ દેશના 180 શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ચાર્જિંગ પાઇન્ટ્સ અનેક રાજ્યો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઉપલબ્ધ છે. કંપની આગામી 10,000 ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવવાની યોજના બનાવી રહી છે. કંપની આખા દેશના ધોરીમાર્ગના આવરી લે તેવું ઈ-ચાર્જિંગ નેટવર્ક વિકસાવવાની યોજના બનાવી રહી છે.

આ મામલે ટાટા પાવરના એમડી તેમજ સીઈઓ ડૉક્ટર પ્રવીર સિંહા (Praveer Sinha)એ જણાવ્યું કે, અમે પબ્લિક ડોમેનમાં 1,000થી વધારે ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ લગાવ્યા છે, જે દેશમાં ઈવી ક્રાંતિ લાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે. અમારા આ દ્રષ્ટિકોણને પગલે ઇકો સિસ્ટમને વિકસિત કરવા માટે અને દેશમાં ઈવી અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે મોટો પ્રભાવ પાડ્યો છે. અમે ગ્રીન મોબિલિટીમાં રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને હિતધારકોની સાથે એક મહત્ત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

ટાટા પાવર અને ઓઈએમ વચ્ચે કરારટાટા પાવરે ઈવી ચાર્જિગ નેટવર્કને વિકસિત કરવા માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ (ઓઈએમ) સાથે કરાર કર્યાં છે. ટાટા પાવર ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે IOCL, HPCL, IGL, MGL ઉપરાંત અન્ય રાજ્ય સરકારોને પણ સહયોગ કરે છે.

એચપીના પેટ્રોલ પંપ પર હશે ચાર્જિંગ સ્ટેશન

કંપનીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે એચપીસીએલના પેટ્રોલપંપ પર ચાર્જિંગ સ્ટેશન બનાવશે. આ ઉપરાંત મુંબઈમાં કંપની કોમર્શિયલ અને રહેણાંક પ્રોજેક્ટ્સમાં પણ પોતાના ચાર્જિંગ સ્ટેશન બનાવશે. જુલાઈ 2021માં ટાટા પાવર અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિડેટે દેશના અનેક પ્રમુખ શહેરો અને ધોરીમાર્ગો પર HPCLના રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલપંપો) પર એન્ડ ટૂ એન્ડ EV ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે હાથ મિલાવ્યા હતા.

આ પણ વાંચો: TATA Punch SUV લૉંચ: તસવીરો સાથે જુઓ કારના ફીચર્સ અને માઇલેજ સહિતની વિગતઆ જ રીતે કંપનીએ મુંબઈ મહાનગર વિસ્તાર અને પુણેમાં રહેણાંક અને કોર્મશિયલ પ્રોજેક્ટ્સમાં એન્ડ ટૂ એન્ડ ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપવા માટે સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલોપર્સમાંના એક એવા લોઢી સમૂહ સાથે કરાર કર્યાં છે. ટાટા પાવરે ઈવી ચાર્જિંગના ગ્રાહકો માટે એક મજબૂત સોફ્ટવેર પ્લેટફોર્મ પણ વિકસિત કર્યું છે. પોતાના ગ્રાહકો માટે ટાટા પાવરે એક મોબાઇલ એપ્લિકેશન 'ટાટા પાવર ઈઝેડ ચાર્જ' લોંચ કરી છે.

આ પણ વાંચો: કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

એપથી ચૂકવણી કરી શકાશે

'ટાટા પાવર ઈઝેડ ચાર્જ' એપની મદદથી ગ્રાહકો ચાર્જિંગ સ્ટેશન શોધી શકાશે. એટલું જ નહીં, વ્હીકલ ચાર્જ કર્યાં બાદ આ એપથી જ પેમેન્ટ પણ કરી શકાશે. ટાટા પાવરનું કહેવું છે કે 2,050 પહેલા કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. તમારા શહેર કે આસપાસના ટાટા પાવર ચાર્જિંગ સ્ટેશનની માહિતી મેળવવા માટે 'Tata Power EZ Charge' ડાઉનલોડ કરો
Published by: Vinod Zankhaliya
First published: October 26, 2021, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading