Zomatoના CEOને જમવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતા એક અલગ આઈડિયા આવ્યો પછી ઊભી કરી અબજોની કંપની


Updated: July 23, 2021, 8:07 PM IST
Zomatoના CEOને જમવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતા એક અલગ આઈડિયા આવ્યો પછી ઊભી કરી અબજોની કંપની
zomato સીઈઓ ફાઈલ તસવીર

Zomato ceo deepinder goyal: માત્ર એક આઈડિયાની મદદથી કંપનીએ લોકોની જરૂરિયાતને ઓળખી લીધી હતી. આ આઈડિયા દીપિંદર ગોયલ અને પંકજ ચઢ્ઢાનો છે. આવો જાણીએ ઝોમેટોની સફળતાની કહાની.

  • Share this:
ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ (Online food delivery app) ઝોમેટો (Zomato) વિશે તો તમને ખબર જ હશે. આજના સમયમાં મોટાભાગના લોકો આ ફૂડ ડિલીવરી એપ પર નિર્ભર રહે છે. આ કંપનીની વેલ્યૂ અત્યારે રૂ. 1 લાખ કરોડ છે. આ કંપની ફેમસ થવા પાછળ માત્ર એક કારણ જવાબદાર છે અને તે છે આઈડિયા. માત્ર એક આઈડિયાની મદદથી કંપનીએ લોકોની જરૂરિયાતને ઓળખી લીધી હતી. આ આઈડિયા દીપિંદર ગોયલ અને પંકજ ચઢ્ઢાનો છે. આવો જાણીએ ઝોમેટો (Zomato)ની સફળતાની કહાની.

બજારમાં ઝોમેટો (Zomato)ના IPOનું લિસ્ટીંગ
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો (Zomato)ના શેરનો ભાવ BSEમાં રૂ. 115 છે. જે શેરની ઈશ્યૂ પ્રાઈસ કરતા 51.32 ટકા વધારે છે. NSE પર ઝોમેટો (Zomato)ના શેરનું લિસ્ટીંગ રૂ. 116 પર થયું છે. લિસ્ટીંગ બાદ ઝોમેટો (Zomato)ના શેરમાં સતત તેજી આવી રહી છે. સવારે 10.07 વાગ્યે કંપનીના શેર NSE પર રૂ. 138.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે કંપનીની માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડ કરતા વધી ગઈ છે. માર્કેટ કેપના હિસાબે ઝોમેટો (Zomato) ભારતની 45મા નંબરની કંપની બની ગઈ છે.

ઝોમેટો (Zomato)ની શરૂઆત
ઝોમેટો (Zomato) એક ફૂડ એગ્રીગેટર એપ છે, જેના પર તમારી આસપાસની હોટેલ અને ઢાબાના મેન્યૂ કાર્ડ હોય છે. આ મેન્યૂ કાર્ડની મદદથી તમે ફૂડ મંગાવી શકો છો. જેનાથી તમારો સમય બચે છે. જો તમારી પાસે ઓનલાઈન ફૂડ ડિલીવરીની સુવિધા ન હોય તો તમારે જાતે ઘરની બહાર નીકળવું પડે. કરોડો લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2008માં દીપિંદર ગોયલ અને પંકજ ચઢ્ઢાને ઝોમેટો શરૂ કરવાનો આઈડિયા આવ્યો હતો. તેમણે એક રેસ્ટોરન્ટ અને ફૂડ લિસ્ટીંગ વેબસાઈટ તરીકે તેની શરૂઆત કરી હતી, જેને ફૂડીબે નામ આપવામાં આવ્યું હતું. IIT દિલ્હીના આ બંને સ્ટુડન્ટ્સની મુલાકાત બેન કન્સલ્ટીંગ ફર્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે થઈ હતી.

ઝોમેટોનો વિચારઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલ (Zomato's CEO Deepinder Goyal ) શરૂ શરૂમાં ભણવામાં એટલા સારા ન હતા. આ કારણોસર તેઓ ધોરણ 6 અને ધોરણ 11માં બે વાર ફેઈલ થયા હતા. ત્યારબાદ તેઓ ગંભીરતાથી ભણ્યા હતા અને તેમણે પહેલી વારમાં જ IIT એક્ઝામ ક્લિઅર કરી હતી તથા IIT દિલ્હીથી એન્જિયરિંગ કર્યું હતું.

ભણવાનું પૂરું કર્યા બાદ દીપિંદરે વર્ષ 2006માં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ કંપની બેન એન્ડ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. ત્યાં તેમના સહકર્મીઓ લંચ દરમિયાન કેફેટેરિયામાં મેન્યૂ કાર્ડ લઈને લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. આ જોઈને તેમને એક અલગ વિચાર આવ્યો અને તેમણે મેન્યૂ કાર્ડ સ્કેન કરીને સાઈટ પર નાંખી દેતા તે ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ અંગે તેમણે તેમના સહકર્મી (Colleague) પંકજ ચઢ્ઢા સાથે વાત કરી હતી.

કંપનીને ફંડિંગ મળવા લાગ્યું
એક સમય એવો હતો કે જ્યારે ઝોમેટો (Zomato) તેની વેબસાઈટ પર એડવર્ટાઈઝ કરીને ખૂબ કમાણી કરી હતી. નવેમ્બર 2013 સુધીમાં સિકોઈયા કેપિટલ ઈન્ડિયાએ કંપની માટે 37 મિલિયન ડોલરના ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે બંને રોકાણકારો, સિકોઈયા અને ઈન્ફો એજે ઝોમેટોને જોતા માત્ર 150 મિલિયન ડોલરનું મૂલ્યાંકન આંક્યું હતું. ઝોમેટો (Zomato) અને તેના સંસ્થાપકોની કહાની એક એવી દલિત વ્યક્તિની છે, જેની કોઈએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તે સૌથી આગળ વધી જશે. જોકે, ગોયલને હાઈલાઈટ્સમાં રહેવું પસંદ નથી.
First published: July 23, 2021, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading