લાંબી ગણતરી હોય તો આવા કરોડપતિ બનાવનાર શેર ખરીદો, 20 વર્ષમાં રુ.1 લાખના કર્યા રુ.2 કરોડ

News18 Gujarati
Updated: August 6, 2022, 1:35 PM IST
લાંબી ગણતરી હોય તો આવા કરોડપતિ બનાવનાર શેર ખરીદો, 20 વર્ષમાં રુ.1 લાખના કર્યા રુ.2 કરોડ
શેરબજારના બધા જ પંડિતો એક વાત ચોક્કસ કહે છે રુપિયા લે-વેચમાં નહીં રાહ જોવામાં છે જે આમાં સાબિત થાય છે.

Godrej Consumer Share: શેરબજાર વિશે હંમેશા બે મતો રહ્યા છે, એક છે કે શેરબજારની કમાણી શેરબજારમાં સમાણી જ્યારે બીજો એક વર્ગ સ્પષ્ટપણે માને છે કે શેરબજાર એ લાંબી રેસનો ઘોડો છે. ત્યારે એવા ઘણા દાખલા છે જેમાં રોકાણકાર લાંબા સમય માટે રોકાણ કરવા તૈયાર હોય તો કરોડપતિ બની શકે છે. આવા જ એક શેર વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. આ શેર છે ગોદરેજ કન્ઝ્યુમર, જેણે 20 વર્ષમાં રોકાણકારોના 1 લાખને 2 કરોડ બનાવી દીધા છે.

  • Share this:
મુંબઈઃ શેરબજારમાં ઘણી એવી કંપનીઓ છે જેણે પાછલા 15-20 વર્ષમાં રોકાણકારોને છપ્પરફાડ (Stock Market Multibagger) રિટર્ન આપ્યું છે. કદાચ એટલે જ બજારના જાણકારો વચ્ચે એક વાત ખૂબ જ કોમન હોય છે, તેઓ કહે છે બજારમાં રુપિયા લે-વેચ કરવામાં નહીં પરંતુ રાહ જોવામાં છે અને ચોક્કસ છે કે જો તમે યોગ્ય શેરમાં લાંબા સમય માટે પોઝિશન લઈને ઉભા રહો છો તો માતબર વળતર મળે છે. જોકે આ માટે રોકાણકારી સાહસ ખેડવાની ક્ષમતા, માર્કેટના આવનારા સમયને સમજવાની ક્ષમતા અને સૌથી જરુરી કોઈપણ સ્થિતિમાં ધીરજ ધરવાની ક્ષમતા જરુરી છે. આવી જ એક કંપની એટલે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (Godrej Consumer Products Ltd) છે. ગોદરેજ કંઝ્યુમરના શેર જૂન 2001માં ભારતી શેરબજારમાં લિસ્ટ થયા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં તેણે પોતાના રોકાણકારોને 21,217 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

ગોદરેજ કંઝ્યુમરના શેર શુક્રવારે 2.29 ટકાની તેજી સાથે 874.00 રુપિયા પર બંધ થયા છે. કંપનીના શેરમાં પાછલા એક મહિનામાં 0.68 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે પાછલા એક વર્ષમાં તેની કિંમતોમાં 11.11 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જોકે પાછલા પાંચ વર્ષની વાત કરીએ તો શેરની કિંમતોમાં 45.70 ટકાનો વધારો થયો છે. તે જ રીતે જો પાછલા 10 વર્ષની વાત કરીએ તો તેણે પોતાના રોકાણકારોને 311 ટકાનો નફો કરાવ્યો છે. જ્યારે જૂન 2001માં માર્કેટમાં લિસ્ટ થયા બાદ આ શેરે 21 વર્ષમાં રોકાણકારોને 21,217.07 ટકા રિટર્ન આપ્યું છે.

Business Idea: નોકરી સાથે શરું કરો આ પાર્ટ ટાઈમ બિઝનેસ, તમારા નાના-મોટા ખર્ચા નીકળી જશે

રોકાણ પર અસર

જો શેરના પ્રદર્શનના આધારે જોઈએ તો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા ગોદરેજ કન્ઝ્યુમરના શેરમાં 1 લાખ રુપિયા લગાવ્યા હોત તો આજ તેના રોકાણની વેલ્યુ 10.11 ટકાથી ઘટીને 89.890 રુપિયા થઈ ગઈ હતો. પરંતુ જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા ગોદરેજ કન્ઝ્યુમરના શેરમાં 1 લાખ રુપિયા લગાવ્યા હોત તો આજે તેનું રોકાણ 45.70 ટકા વધીને 1,45,770 રુપિયા થઈ ગયું હોત. આમ લાંબાગાળે શેરમાં સ્પષ્ટપણે તગડું રિટર્ન જોઈ શકાય છે.ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રાઈવેટ બેંકનો શેર એક મહિનામાં 43 ટકા ઉછળ્યો, તમારે શું કરવું?

તો એવી જ રીતે જો કોઈ રોકાણકારે આજથી 10 વર્ષ પહેલા એટલે કે 2012માં ગોદરેજ કન્ઝ્યુમરના શેરમાં 1 લાખ રુપિયા રોકાણ કર્યું હોત તો, આજે તેના 1 લાખ રુપિયા વધીને 4,11,000 રુપિયા થઈ ગયા હોત. તેનાથી આગળ વિચારીએ તો જો કોઈ રોકાણકારે આ શેરમાં તેની શરુઆતથી એટલે કે 2001માં રુ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી તેમાં પોઝિશન ઉભી રાખી હોત તો આજે તેના રોકાણની વેલ્યુ 2.13 કરોડ રુપિાય જેટલી હોત. એટલે કે 20 વર્ષમાં તેના 1 લાખ રુપિયા વધીને 2 કરોડ થઈ ગયા હોત. હવે તો સ્પષ્ટ થાય છે કે આટલું તગડું રિટર્ન બીજા કોઈ સાધનમાં મળી શકે તેવી શક્યતા ઓછી છે. જોકે પહેલા કહ્યું તેમ બજારમાં મોટી કમાણી ખરીદીને રાહ જોવામાં છે નહીં કે લે-વેચનું ટ્રેડિંગ કરવામાં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 6, 2022, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading