
આજનો પેટ્રોલનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
- News18 Gujarati
- Last Updated: May 16, 2022, 7:52 AM IST
Petrol Price Today :સરકારી તેલ કંપનીઓએ સોમવારે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર (Petrol-Diesel Price) કર્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવા છતાં ઓઈલ કંપનીઓએ આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
તેલ કંપનીઓએ એક દિવસ પહેલા સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો, પરંતુ લગભગ 41 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરની ઉપર રહે છે તો ઓઈલ કંપનીઓ ફરી એકવાર કિંમતોમાં વધારો કરી શકે છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
અમદાવાદમાં પેટ્રોલ રૂ. 105.16 અને ડીઝલ રૂ. 99.51 પ્રતિ લીટર
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર
આ પણ વાંચો -Inflation : ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે
જણાવી દઈએ કે, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે.
આ પણ વાંચો -નોકરી ગુમાવવા પર સરકાર આપશે આર્થિક મદદ, Unemployment Insurance હેઠળ મળશે આ સુવિધા
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.