રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) ઈ-પેમેન્ટ વિકલ્પોને સુરક્ષિત, સુવિધાજનક, ઝડપી અને સસ્તું બનાવવાના વિઝન સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન પેમેન્ટ માટેના નિયમો 1 ઓક્ટોબરથી બદલવનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે, દરેક બેંકોને કાર્ડની વિગતો માટે ટોકન્સ બનાવવાનો આદેશ આપ્યો છે.
આદેશ મુજબ એક અલગ યુનિક કાર્ડ નંબર કે જેને 'ટોકન' કહેવાશે. તેના દ્વારા કેટલાક મહત્વના ક્રેડેન્શિયલ જેમકે 16-અંકનો કાર્ડ નંબર, નામ, એક્સપાયરી ડેટ અને CVV કોડ્સનું માસ્કિંગ કરવામાં આવશે અને આ પ્રક્રિયાને ટોકનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવુંનવા નિયમ વિશે જાણવા જેવી બાબતો:
આનાથી કયા પ્રકારના કાર્ડને અસર થશે?
આ આદેશ વેપારીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ફિનટેક અને PSP દ્વારા સ્વીકારવામાં આવતા તમામ પ્રકારના કાર્ડ માટે લાગુ પડે છે.
હાલમાં શું થઈ રહ્યું છે?
જ્યારે ગ્રાહકો પહેલીવાર ઈ-કોમર્સ સાઇટ પર ખરીદી કરે છે, ત્યારે તેમને 16-અંકનો ડેબિટ કાર્ડ નંબર અને પછી CVV કોડ ફીડ કરવાનું કહેવામાં આવે છે. જો કે, જ્યારે તેઓ એ જ પ્લેટફોર્મ પરથી બીજી આઇટમ ખરીદે છે, ત્યારે તેઓ જોઈ શકે છે કે સાઈટ પર પહેલાથી જ 16-અંકનો કાર્ડ નંબર અગાઉથી જ સેવ હોય છે અને તેમણે માત્ર CVV મૂકવનો રહે છે અને પછી ખરીદી કરવા માટે બેંક દ્વારા OTP જનરેટ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ મંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો
હવે શું બદલાશે?
પ્લેટફોર્મ કોઈપણ સ્વરૂપમાં ખરીદનારના કાર્ડની ડીટેલ સાચવી કરી શકશે નહીં. RBIના નવા આદેશ સાથે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુની ખરીદી કરશે, ત્યારે તેમના કાર્ડની સંપૂર્ણ વિગતો આપવી પડશે. એપ્રુવલ બાદ વેપારીઓ સંલગ્ન કાર્ડ સ્કીમ અથવા જારી કરનાર બેંકમાંથી કાર્ડ ટોકન મેળવી શકે છે અને ગ્રાહક ભવિષ્યમાં ઉપયોગ કરી શકવા એ માટે તેને સાચવી શકે છે.
Wimboના મર્ચન્ટ એકવાયરિંગ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ રવિ બટુલાએ CNBC-TV18.com સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “ ગ્રાહક માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને તેમના અગાઉના અનુભવો જેવી જ હશે. જોકે વેપારીઓએ હવે કાર્ડને ટોકનાઇઝ્ડ સ્વરૂપમાં સ્ટોર કરવા માટેના ઉચ્ચ સુરક્ષા ધોરણો અપનાવવા પડશે.”
આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?
ટોકનાઇઝેશનનો ફાયદો શું છે?
કુહૂ(Kuhoo) ફિનટેકના સ્થાપક પ્રશાંત ભોસલેના જણાવ્યા અનુસાર, આ નવી પહેલ કાર્ડની બિઝનેસ યુટિલિટી જાળવશે પરંતુ તેમાં રહેલ સંવેદનશીલ ડેટાને પણ સુરક્ષિત રાખશે.
તેમણે કહ્યું કે, "ટોકનાઇઝેશન સાથે ગ્રાહકોની માહિતી સુરક્ષિત કરવામાં આવશે. આથી, નિયમનકારનો હેતુ કાર્ડ ટોકનાઇઝેશનને ફરજિયાત બનાવીને આ મુદ્દાઓને ઉકેલવાનો છે. કાર્ડની સુરક્ષાની જવાબદારી હવે વેપારીઓની નહીં પરંતુ બેંકો અને પ્રોસેસર્સની હશે અને આ બાબત હવે ઉદ્યોગ, વેપારીઓ અને ખાસ કરીને ગ્રાહકો માટે સૌથી અગત્યનો એક મોટો ફાયદો છે,"
જનરેટ થયેલા ટોકન્સ બદલી ન શકાય તેવા અને યુનિક હશે, જે પેમેન્ટ પ્રક્રિયાને રિવર્સ એન્જિનિયર કરી કાર્ડની વિગતો મેળવવાનું અશક્ય બનાવે છે. તેઓ ચાર્જબૅક, વિવાદો અને છેતરપિંડી પણ ઘટાડે છે, તેથી કાર્ડ પેમેન્ટ્સ પર ગ્રાહકના વિશ્વાસમાં વધારો કરે છે જે ઉદ્યોગમાં વધુ ગ્રાહકોને જોડે છે.
બટુલાએ જણાવ્યું હતું કે, " ગ્રાહકો પ્રારંભિક તબક્કામાં કેટલાક વિક્ષેપ અને તકલીફોનો અનુભવ કરી શકે છે, પરંતુ લાંબાગાળે પેમેન્ટને નોંધનીય રીતે સુરક્ષિત બનાવવા માટે આ ખરેખર યોગ્ય પગલું છે."
કાર્ડ ટોકનાઇઝ કરવાનાના સ્ટેપ્સ શું છે?
હવે, જ્યારે ગ્રાહકો વેપારીની વેબસાઇટ પર કાર્ડની તમામ વિગતો દાખલ કરે છે, ત્યારે તેમને "RBI માર્ગદર્શિકા મુજબ, તમારું કાર્ડ સુરક્ષિત કરો"નો વિકલ્પ પ્રાપ્ત થશે. ટોકન જનરેટ કરવા માટે ગ્રાહકે આ વિકલ્પ પસંદ કરવો પડશે.
આ દરમિયાન, ગ્રાહકને મોબાઇલ પર OTP અથવા કાર્ડ આપનાર બેન્ક તરફથી ઇમેઇલ પ્રાપ્ત થશે. બેંક પેજ પર OTP દાખલ કરવામાં આવે છે અને કાર્ડની વિગતો ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝેશન અને ટોકન જનરેશન માટે મોકલવામાં આવે છે. ટોકન વેપારીને પરત મોકલવામાં આવે છે, જે પછી ટોકનને તે ગ્રાહકના ડેટાની સામે સેવ કરે છે, જેમ કે તેમના મોબાઇલ નંબર અથવા ઇમેઇલ.
Easebuzzના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિત કુમારે જણાવ્યું હતું કે, "આ સમગ્ર પ્રક્રિયા માટે ગ્રાહકની સંમતિ જરૂરી છે. તેમજ આ એક એવી સર્વિસ હશે, જે અવશ્ય ઓફર કરવામાં આવવી જોઈએ, જેથી દરેક કસ્ટમર તેમના ડેટાને ટોકનાઈઝેશન દ્વારા સુરક્ષિત કરવા સક્ષમ હોવા જોઈએ.