મ્યુચ્યુઅલ ફંડ કે શેર શેમાં લગાવવા જોઈએ રૂપિયા? તમારે શુ પસંદ કરવું જોઈએ

CNBC
Updated: December 3, 2022, 7:00 PM IST
મ્યુચ્યુઅલ ફંડ કે શેર શેમાં લગાવવા જોઈએ રૂપિયા? તમારે શુ પસંદ કરવું જોઈએ
મ્યુચ્યુઅલ ફંડ કે શેર શેમાં કરવું રોકાણ?

Investment tips: તમે શેરમાં રોકાણ કરો છો તો તમે તમારી પિક માટે પોતે જ જવાબદાર છો. બીજી તરફ, જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો ફંડ મેનેજર તમારા તરફથી રોકાણ કરે છે. તમારા લક્ષ્યને પૂરુ કરવા માટે તમારે કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ.

  • CNBC
  • Last Updated: December 3, 2022, 7:00 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ મોટાભાગના રોકાણકારો તે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે કે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ શેમાં રોકાણ કરવું? તે કોઈ ખોટો કે ખરાબ જવાબ નથી. મામલો પૂરી રીતે વ્યક્તિલક્ષી છે અને તેની એકબીજા સાથે સરખામણી કરવી સફરજન અને સંતરાની સરખામણી કરવા જેમ છે. સીધા શબ્દોમાં કહીએ તો, તમે શેરમાં રોકાણ કરો છો તો તમે તમારી પિક માટે પોતે જ જવાબદાર છો. બીજી તરફ, જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો ફંડ મેનેજર તમારા તરફથી રોકાણ કરે છે. તમારા લક્ષ્યને પૂરુ કરવા માટે તમારે કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ.

માર્કેટનો અનુભવ


CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, જો તમારી પાસે આવશ્યક જ્ઞાન અને અનુભવ છે, તો સીધું જ શેરમાં રોકાણ વધારે ફાયદાકારક હશે. જો, તમે કોઈક જ વાર શેરમાં રોકાણ કરો છો કે સલાહ માટે કોઈ ત્રીજા પક્ષ પર નિર્ભર છો, તો તમારે રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું જોઈએ.

આ પણ વાંચોઃ શું 4-ડે વર્કિંગ વીકથી કંપનીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડની સાથે થોડું અલગ છે, અહીં ફંડ મેનેજર તમારા પોર્ટફોલિયોની સંભાળ રાખે છે. એટલે કે વારંવાર માર્કેટને ટ્રેક કરવાની જરૂર હોતી નથી. સંક્ષિપ્તમાં કહીએ તો, મ્યુચ્યુઅલ ફંડ નિષ્ક્રિય રોકાણકારો માટે સારુ કામ કરે છે, જેની પાસે સમયની અછત છે અને અનુભવ પણ ઓછો છે.

પોર્ટફોલિયો ડાયવર્ઝન

રોકાણના મૂળ સિદ્ધાંતોમાથી એક, પોર્ટફોલિયો ડાયવર્ઝન છે. તે જોખમને ઓછું કરવા અને પોર્ટપોલિયોને બેલેન્સ કરવામાં મદદ કરે છે. વિવિધ ક્ષેત્રોમાં 10-15 શેર બાસ્કેટથી તમને પોર્ટફોલિયો ડાયવર્ઝન મળે છે. જ્યારે તમે કોઈ એક શેરમાં રોકાણ કરો છો, તે તમને તે ડોમેનમાં એક્સપોઝન મળે છે જેને કંપની સંચાલિત કરે છે. ઉદાહરણ માટે, જો તમે કોઈ ટેકનિકલ ફર્મના શેર ખરીદો છો, તો તમારું એક્સપોઝર તે વિસ્તાર સુધી મર્યાદિત થઈ જાય છે. બીજી તરફ જો તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા રૂપિયા જુદા-જુદા સેક્ટર્સના શેરમાં લાગે છે. તેનાથી તમારો પોર્ટફોલિયો તેની મતે જ ડાયવર્સિફાઈડ થઈ જાય છે.

આ પણ વાંચોઃ શિયાળાની સિઝનમાં આ બિઝનેસ કમાણીમાં અવ્વલ, ઈમ્યુનિટીની સાથે આવક પણ વધશે

ક્યારેક ખુશી ક્યારેક ગમ


શેરમાં તમને ક્યારેક ખુશી ક્યારેક ગમ મળી શકે છે. જો તમારી પાસે એક મલ્ટીબેગર છે, તો તમારું વળતર થોડ જ સમયમાં વધી શકે છે. તે રાતો-રાત તમારા વળતરને બમણું કરી શકે છે બીજી તરફ જો તમારાથી ખોટા શેરની પસંદગી થઈ ગઈ તો, તમારું રોકાણ ડૂબી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં હંમેશા તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ રહે છે, એટલા માટે આમાં ન તો બહુ વધારે અને તો બહુ જ ઓછું વળતર મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Sahil Vaniya
First published: December 3, 2022, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading