IRCTCનો શેર આજે પણ ઘટ્યો, સરકારી કંપનીનો શેર આજે 9% કેમ તૂટ્યો?

News18 Gujarati
Updated: November 29, 2021, 4:44 PM IST
IRCTCનો શેર આજે પણ ઘટ્યો, સરકારી કંપનીનો શેર આજે 9% કેમ તૂટ્યો?
આઈઆરસીટીસી શેર

IRCTC shares: દિવસના અંતે આઈઆરસીટીસીનો શેર NSE પર 5.69 ટકા ઘટીને 776.25 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.

  • Share this:
મુંબઈ: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation- IRCTC)ના શેરની કિંમત સોમવારે ઇન્ટ્રા ડે દરમિયાન 9% સુધી ઘટી ગઈ હતી. જોકે, પાછળથી કિંમતમાં સુધારો થતાં BSE પર IRCTCનો શેર 5.82% તૂટીને 755.55 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઈ પર આજે IRCTCનો શેર 786.25 રૂપિયના સ્તર પર ખુલ્યો હતો અને 750.05 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે NSE પર IRCTCનો શેર દિવસ દરમિયાન આશરે 8.8% તૂટ્યો હતો અને 750.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો હતો.

IRCTC શેર કિંમત

દિવસના અંતે IRCTCનો શેર NSE પર 5.69 ટકા તૂટીને 776.25 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. BSE પર આઈઆરસીટીસીનો શેર 5.77 ટકા તૂટીને 776.00 રૂપિયા પર બંધ રહ્યો હતો.

શેર બજાર લીલા નિશાન પર બંધ

આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી50માં સોમવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. શરૂઆતમાં કડાકા બાદ બેન્ચમાર્ક ઇન્ડેક્સે વધ્યો હતો અને દિવસના અંતે તે લીલા નિશાન પર બંધ રહ્યો હતો. ઓઇલ એન્ડ ગેસ, IT અને મેટલ્સ શેર્સમાં તેજીને કારણે ઇન્ડેક્સ લીલા નિશાન પર આવ્યા હતા. જોકે, આ દરમિયાન કન્ઝ્યૂમર અને ઑટોમોબાઇલ શેર્સમાં ઘટાડાને પગલે તેજી સામાન્ય જ રહી હતી. જોકે, મિડકેપ અને સ્મૉલકેપ ઇન્ડેક્સમાં આજે પણ ઘટાડો ચાલુ રહ્યો

IRCTC શેર કેમ તૂટ્યો?એક રિપોર્ટ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્સે  આઈઆરસીટીમાં 30 નવેમ્બરથી 5 સપ્ટેમ્બર વચ્ચે પોતાની ભાગીદારી 0.69 ટકા ઘટાડીને 4.78 ટકા કરી છે. GIC તરફથી પણ IRCTCમાં પોતાની ભાગદારી ઘટાડવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધીની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે IRCTCમાં GICની ભાગીદારી 1.36 ટકા હતી. પાંચમી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી શેર હૉલ્ડિંગ પેટર્નમાં તેનું નામ ન હતું. અમુક બજાર નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે હાલ જે કિંમત છે તે શેરની વાસ્તવિક કિંમત નથી એટલે તેમાં કરેક્શન શક્ય છે.

આ પણ વાંચો: ડિસેમ્બર-2021માં આ 10 શેરમાં થઈ શકે છે મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય 

તાજેતરમાં શેરને સ્પલિટ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે IRCTCના શેરને તાજેતરમાં જ 1:5ના રેશિયોમાં સ્પલિટ કરવામાં આવ્યો છે. IRCTCના શેરમાં છેલ્લા 5 ટ્રેડિંગ સેશન દરમિયાન આશરે 12.11 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, 2021ના વર્ષની વાત કરવામાં આવે તો આ શેરમાં અત્યારસુધી 168.51 ટકાની તેજી જોવા મળી છે.
Published by: Vinod Zankhaliya
First published: November 29, 2021, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading