iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા અને ગણિત, કામ આવશે સમજી લો


Updated: September 9, 2022, 11:39 AM IST
iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા અને ગણિત, કામ આવશે સમજી લો
iPhone 14 ખરીદવા જેટલી રકમમાં તો તગડી કમાણી કરી શકો છો, આ રીતે.

Investment plan instead of buying iPhone14: રોકાણ અને બચતનું સાચું ગણિત સમજી લેવાય તો કેટલો ફાયદો થઈ શકે તે આ એક ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે. ફક્ત એક મોબાઈલ ફોનની કિંમતનો આધાર બનાવીને તમે થોડાક જ વર્ષોમાં તગડી કમાણી કરી શકો છો. જેમ કે હાલમાં જ લોન્ચ થયેલો iPhone14ના ટોચના મોડેલની કિંમત 1.90 લાખ રુપિયા છે. જો આટલા રુપિયાનું રોકાણ કરવામાં આવે તો થોડા વર્ષોમાં તગડી કમાણી થઈ શકે છે.

  • Share this:
વિશ્વની સૌથી મોટી અને મોંઘી પ્રીમિયમ ફોન નિર્માતા કંપની એપલે બુધવારે મોડી રાત્રે તેની નવી iPhone સીરિઝનો ફોન લોન્ચ કર્યો છે. નવી સિરીઝના iPhone 14ની શરૂઆતની કિંમત જ 79,900 રૂપિયા અને ટોપ મોડલની કિંમત 1,89,900 રૂપિયા રાખવામાં આવી છે. કદાચ નવા આઈફોનની કિંમત તો તમે પહેલાથી જ જાણતા હશો પરંતુ આ ફોન પાછળ થનારા ખર્ચા અને તેનું ગણિત અહી સમજી શકો છો. ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટના મતે તમે આ ફોન પાછળ ખર્ચવા થતાં પૈસાની વ્યૂહરચનાથી મોટું ફંડ ઉભું કરી શકો છો. આ રકમ અન્ય સ્થળોએ વાપરીને તમને ફાયદો થશે.

આ પણ વાંચોઃ શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીની આગ લાગી

Appleમાં જ રોકાણ કરીને એક વર્ષમાં તમારા પૈસા Double કરો..!ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ બળવંત જૈન કહે છે કે, જો તમે આઇફોનની વર્તમાન કિંમતને યોગ્ય જગ્યાએ રોકાણ કરો છો તો તમે કરોડપતિ પણ બની શકો છો. જો તમે iPhone 14 Pro Max (1TB) મોડલ ખરીદવા જશો તો તેની કિંમત 1,89,900 રૂપિયા થશે. જો તમે ફોનની કિંમત જેટલા રૂપિયા એપલના શેર (Apple Stocks)માં રોકાણ કરો તો આવતા વર્ષે જ્યારે કંપની પોતાનો નવો ફોન લોન્ચ કરી રહી હશે ત્યારે તમારા પૈસા લગભગ બમણા થઈ ગયા હશે. મતલબ કે તમારું રોકાણ ત્યાં જ રહેશે અને તમને મફતમાં ફોન મળશે. આ અનુમાન કંપનીના સ્ટોકના તાજેતરના પરફોર્મન્સને આધારે લગાવી શકાય છે.

એપલનો સ્ટોક છેલ્લા 3 વર્ષમાં મજબૂત પર્ફોર્મર રહ્યો છે. તેણે દર વર્ષે રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ લગભગ બમણું કર્યું છે. 6 સપ્ટેમ્બર, 2019ના રોજ Appleના શેરની કિંમત 53.32 ડોલર હતી, જે 6 સપ્ટેમ્બર, 2022ના રોજ વધીને 154.53 ડોલર થઈ ગઈ છે એટલે કે 3 વર્ષમાં આ કંપનીના શેરોએ તેના રોકાણકારોના પૈસા લગભગ 3 ગણા કરી આપ્યા છે.

આ પણ વાંચોઃ ગજબ! 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી

કરોડપતિ બનાવશે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ :


શેરબજારમાં સીધું રોકાણ કરવાથી પૈસા ગુમાવવાનું જોખમ હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો. અહીં જો તમે લાંબા સમય સુધી આ રકમનું રોકાણ કરી મુકશો તો તમે નિવૃત્તિ સુધી એક કરોડનું ફંડ બનાવી શકશો.

AMFI દ્વારા રજૂ થયેલ એક રિપોર્ટ સૂચવે છે કે, શેરબજારમાં પ્રથમ વખત ડેબ્યુ કરનારા 25 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે 2022માં તેમના 25 વર્ષના આ સમયગાળા દરમિયાન સરેરાશ 17 ટકા વળતર આપ્યું છે. જો આ રિટર્નને આધાર તરીકે લઈએ તો આગામી 25 વર્ષમાં 1.90 લાખ રૂપિયા વધીને 96,24,987 રૂપિયા થઈ જશે. એટલે કે જો તમે આજે આ પૈસા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો 25 વર્ષ પછી તમને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચોઃ  એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

લોનનું પ્રીમેન્ટ કરો, વ્યાજ બચાવો –


જો તમે iPhoneની કિંમત એટલે કે લગભગ રૂ. 2 લાખનું રોકાણ ન કરીને બચત કરવા માંગતા હોવ તો તમે તમારી લોન પ્રીપે એટલેકે આગોતરી ચૂકવણી કરી શકો છો. આ તમારી કેપિટલ રકમને ઘટાડશે અને લાંબાગાળાની લોન પર વ્યાજના રૂપમાં મસમોટી બચત કરશે. એટલું જ નહીં તમારો માસિક EMI બોજ પણ ઓછો થશે ધારો કે, તમે 8% વ્યાજે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લઈ રહ્યા હોવ તો દર મહિને EMI 25,093 રૂપિયા થશે. આ સમયગાળા માટે રૂ. 30,22,368નું વ્યાજ પણ ચૂકવશો.

પરંતુ, તમે iPhone 14ની કિંમત માટે રૂ. 1.90 લાખ જેટલી ડાઉન પેમેન્ટ કરીને મોટી બચત કરી શકો છો. આ રીતે તમારી લોનની રકમ 28.10 લાખ રૂપિયા થશે. આના પર તમારે દર મહિને 23,504 રૂપિયાની EMI ચૂકવવી પડશે એટલે કે દરેક મહિનાની બચત 1589 રૂપિયા થશે. હવે વ્યાજ પેટે પણ સમગ્ર ટેન્યોરમાં માત્ર રૂ. 28,30,952 ચૂકવવા પડશે. આ રીતે વ્યાજ તરીકે 1,91,416 રૂપિયાની બચત થશે.

આ પણ વાંચોઃ આ શેરમાં રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

વીમો ખરીદીને સુરક્ષિત રહો –


કોરોના મહામારી પછી સ્વાસ્થ્ય અને જીવન વીમાનું મહત્વ ઘણું વધી ગયું છે. મેડિકલના વધતા જતા ખર્ચે આરોગ્ય વીમાની ઉપયોગીતામાં વધુ વધારો કર્યો છે. કોઈપણ આફતના કિસ્સામાં આ ભંડોળ તમને નાણાકીય નુકશાનથી બચાવશે અને ખર્ચનો બોજ ઘટાડશે. રૂ. 1.90 લાખમાં જો તમે ઇચ્છો તો તમારા અને પરિવાર માટે મજબૂત મોટી વીમા પોલિસી ખરીદી શકો છો. માર્કેટમાં વાર્ષિક 30,000 રૂપિયાના પ્રીમિયમ પર ઘણી સારી સ્વાસ્થવીમા પોલિસી મળી રહી છે. 1.90 લાખની રકમ સાથે તમે 6 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવી શકો છો. જે તમને આકસ્મિક સ્થિતિમાં રાહત આપશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published: September 9, 2022, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading