એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી મેળવી શકો છો પૈસા, જાણો કેવી રીતે અને કેટલી રકમ મળી શકે?


Updated: July 22, 2022, 9:24 AM IST
એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી મેળવી શકો છો પૈસા, જાણો કેવી રીતે અને કેટલી રકમ મળી શકે?
કેટલીક બેંકોમાં, શેર, બોન્ડ, પગાર, વીમા પોલિસી, મકાન, મિલકત જેવી વસ્તુઓ પર પણ ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે

Finance Tips : આ સુવિધા લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં ઉપલબ્ધ છે. મોટાભાગની બેંકોમાં આ સુવિધા કરન્ટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ પર ઉપલબ્ધ છે

  • Share this:
નવી દિલ્હી : ઘણી વખત એવું બને છે કે તમને પૈસાની (money)સખત જરૂર હોય છે, પરંતુ તમારા ખાતામાં બેલેન્સ શૂન્ય (Zero balance)છે. આ મૂંઝવણમાં તમે મિત્રો અથવા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લો છો. જોકે તમે આમ કરવા માંગતા નથી, તો તેના માટે એક ઉપાય છે. આ ટ્રીકનું નામ છે ઓવરડ્રાફ્ટ(overdraft). આજે અમે તમને જણાવીશું કે તમે બેંકની ઓવરડ્રાફ્ટ (overdraft) સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

ઓવરડ્રાફ્ટ સુવિધા ટૂંકા ગાળાની લોન જ સમજી લો. જેના દ્વારા ખાતાધારક જ્યારે તેનું બેલેન્સ શૂન્ય હોય, ત્યારે પણ તેના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ઓવરડ્રાફ્ટની સુવિધા લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં ઉપલબ્ધ છે. મોટાભાગની બેંકોમાં આ સુવિધા કરન્ટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ પર ઉપલબ્ધ છે. કેટલીક બેંકોમાં, શેર, બોન્ડ, પગાર, વીમા પોલિસી, મકાન, મિલકત જેવી વસ્તુઓ પર પણ ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.

ઓવરડ્રાફ્ટ મર્યાદા શું હશે?

ઓવરડ્રાફ્ટમાં તમને કેટલી રકમ મળશે તે તમે શું ગીરવે મુકો છો તેના પર નિર્ભર હોય છે. ઓવરડ્રાફ્ટ માટે તમારે બેંક પાસે કંઈક ગિરવે રાખવું પડશે. દા.ત, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર અથવા અન્ય કોઈપણ કિંમતી ચીજવસ્તુઓઆના આધારે વ્યાજ પણ નક્કી કરવામાં આવશે. જો તમારી પાસે બેંકમાં 2 લાખ રૂપિયાની FD છે, તો તમે 1.50 લાખ રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. આ રકમ શેર, બોન્ડ અને ડિબેન્ચરના કિસ્સામાં વધુ કે ઓછી હોઈ શકે છે.

આ પણ વાંચો - ITR ફાઈલ કરતી વખતે ન થઈ જાય આ ભૂલો, નહીંતર થઇ જશો હેરાન

લોનની જેમ કરવી પડશે અરજીસામાન્ય રીતે બેંક તેના ગ્રાહકોને મેસેજ અથવા ઈ-મેઈલ દ્વારા જાણ કરતી રહે છે કે તેઓ ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકે છે. આ ઓવરડ્રાફ્ટની મર્યાદા બેંક દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. જો ઈમરજન્સી દરમિયાન રોકડની જરૂર હોય તો તમારે બેંકમાં ઓવરડ્રાફ્ટ માટે એ જ રીતે અરજી કરવી પડશે જેવી રીતે તમે અન્ય લોન માટે કરો છો. ઓવરડ્રાફ્ટ હેઠળ તમને જરૂરિયાત સમયે બેંકમાંથી પૈસા મળશે, પરંતુ જો કે તે એક પ્રકારની લોન છે, તો તમારે તેને વ્યાજ સાથે ચૂકવવી પડશે.

કોઈ સાથે મળીને પણ લઇ શકાય છે ઓવરડ્રાફ્ટ

ઓવરડ્રાફ્ટ સુવિધા કોઈપણ સાથે સંયુક્ત રીતે મેળવી શકાય છે. આવી સ્થિતિમાં પૈસા ચૂકવવાની જવાબદારી ફક્ત તમારા પર રહેશે નહીં. જો કે, જો એક વ્યક્તિ પૈસો ચૂકવવામાં અસમર્થ હોય, તો બીજાએ સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. આ ઉપરાંત જો તમે ઓવરડ્રાફ્ટ ચૂકવવામાં સક્ષમ નથી, તો તમારા દ્વારા ગીરવે રાખેલી વસ્તુઓ દ્વારા વળતર ચુકવવામાં આવશે. પરંતુ જો ઓવરડ્રાફ્ટ કરેલી રકમ ગીરવે મુકેલી વસ્તુઓની કિંમત કરતા વધુ હોય, તો તમારે બાકીની રકમ ચૂકવવી પડશે.

જે લોકોનું બેંકમાં સેલરી એકાઉન્ટ છે, તેમને ઓવરડ્રાફ્ટ સરળતાથી મળી શકે છે. આ માટે તમારા ખાતામાં નિયમિત 6 સેલેરી ક્રેડિટ દર્શાવવી પડશે. આ સિવાય જો તમારી પાસે બેંકમાં FD હોય તો પણ તમે સરળતાથી ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો.
Published by: Ashish Goyal
First published: July 22, 2022, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading