Defence Recruitment 2021: ITI કરેલા ઉમેદવારો માટે DRDOમાં ભરતી, 7700થી 8050 રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ

News18 Gujarati
Updated: October 19, 2021, 8:54 PM IST
Defence Recruitment 2021: ITI કરેલા ઉમેદવારો માટે  DRDOમાં ભરતી, 7700થી 8050 રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ
ડીઆરડીઓમાં સરકારી નોકરીની તક

Defence Recruitment 2021: ડીઆરડીઓમાં સરકારી નોકરી, એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીમાં વિવિધ પ્રકારનો આઈટીઆઈનો અભ્યાસ કરેલા યુવાનો માટે સોનેરી તક

  • Share this:
Defence Recruitment 2021: ડીફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO Apprentice Jobs)માં જુદી જુદી જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં એડવાન્સ્ડ સિસ્ટમ લેબોરેટરીમાં ખાસ પારંગત જવાનોની જરૂરિયાત છે. એએસએલ દ્વારા આ આ કેટેગરીમાં સ્કિલ્ડ નૌજવાનોને એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવા માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવી છે. કોરોના વાયરસની બીજી લહેર શાંત થતાની સાથે જ દેશમાં સરકારી નોકરીની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે ડીઆરડીઓની નોકરીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે વિપૂલ તકો છે.  ઉમેદવારો આ નોકરીઓ માટે એપ્લાય કરી શકે છે અને પસંદગી થયેલા ઉમેદવારોને ડીઆરડીઓમાં કામ કરવાની તક મળશે.

ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે ઉમેદવારોએ નેશનલ https://www.apprenticeshipindia.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોને રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. આ એપ્રેન્ટિસશીપની સમય મર્યાદા એક વર્ષની રહેશે. આ ઉપરાંત આવેદન કરનાર ઉમેદવારોની સ્કિલના આધારે તેમને પસંદ કરવામાં આવશે.

લાયકાત અને જગ્યા

આ નોકરી માટે નિયમિત વિદ્યાર્થી તરીકે આઈટીઆઈ પાસ કરનારા ઉમેદવારો માટે નોકરીની તક છે. નોકરીની આ કેટેગરીમાં આઈટીઆઈ (ફિટર), આઈટીઆઈ (ઇલેક્ટ્રોનિક મિકેનિક) આઈટીઆઈ (ઇલેક્ટ્રિશિયન) આઈટીઆઈ સીઓપીએ, આઈટીઆઈ ટર્નર, આઈટીઆઈ એફઆરપીએસની જગ્યા છે.






























પોસ્ટ : આઈટીઆઈ (ફિટરઃ) 20, આઈટીઆઈ (ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક) 08, આઈટીઆઈ (ઇલેક્ટ્રિશિયન) 12, આઈટીઆઈ (સીઓપીએ) 03, આઈટીઆઈ (ટર્નર) 03, આઈટીઆઈ (એફઆરપીએસ) 04
પગાર : સ્ટાઇપેન્ડ પેટે રૂપિયા 77000થી 8050
ઉમેદવારી માટે શૈક્ષણિક લાયકાત ભરતી માટે આવશ્યક સ્પેશિયલાઇઝેશનમાંથી ITI
ઉમેદવારી કરવા માટે ઓનલાઇનલ રજિસ્ટ્રેશન https://www.apprenticeshipindia.gov.in/
રજિસ્ટ્રેશન ફીસ નિશુલ્ક
ઉંમર મર્યાદા : વર્ષ 2019, 2020, 2021માં આઈટીઆઈ પાસ કરનારા ઉમેદવારો જ ભરતી માટે લાયક
ઉમેદવારી કરવા માટેની અંતિમ તારીખ : 26 ઓક્ટોબર 2021

ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ

આ નોકરી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 26મી ઑક્ટોબર 2021 નક્કી કરવામાં આવી છે અને ઉમેદવારો પાસેથી ઉમેદવારી માટે ફીસ વસૂલવામાં નહીં આવે. ફક્ત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

DRDO ભારત સરકારની એક સ્વતંત્ર સંસ્થા છે જેનું મૂળ કાર્ય સંશોધનનું છે. આ સંસ્થા સુરક્ષા ક્ષેત્રે સંશોધન દ્વારા દેશને ઉપયોગી એવા ઉપકરણો, હથિયારો તૈયાર કરવામાં મદદ કરે છે. આ સંસ્થા એક પ્રકારે પ્રયોગ શાળા છે જેમાં જુદા જુદા પ્રયોગ કરવામાં આવે છે.
Published by: Jay Mishra
First published: October 19, 2021, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading