સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરુ થયો ‘ડિપ્લોમા કોર્સ ઇન ક્લિનિકલ સાઇકોલોજી’નો કોર્સ, શું છે પ્રવેશ પ્રક્રિયા?


Updated: May 27, 2022, 8:03 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરુ થયો ‘ડિપ્લોમા કોર્સ ઇન ક્લિનિકલ સાઇકોલોજી’નો કોર્સ, શું છે પ્રવેશ પ્રક્રિયા?
પ્રવેશ માટે લેખિત અને મૌખિક પરીક્ષા લેવામાં આવશે

સમાજમાં વધતા જતા ગુનાઓમાં મુખ્ય કારણ વ્યક્તિગત અને વ્યક્તિત્વ સંબંધિત સમસ્યાઓ હોય છે. આવા કિસ્સાઓમાં મનોવિજ્ઞાન અથવા મનોચિકિત્સકની ભૂમિકા વિશેષ માનવામાં આવે છે. આજના સમયમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ સમયની જરૂરિયાત બની છે.

  • Share this:

મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: સમાજમાં વધતા જતા ગુનાઓ (Crimes in society) માં મુખ્ય કારણ વ્યક્તિગત અને વ્યક્તિત્વ સંબંધિત સમસ્યાઓ હોય છે. આવા કિસ્સાઓમાં મનોવિજ્ઞાન અથવા મનોચિકિત્સકની ભૂમિકા વિશેષ માનવામાં આવે છે. આજના સમયમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ સમયની જરૂરિયાત બની છે, આજે લોકો ખૂબ તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. અને ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે.તેની સારવાર માટે મનોવૈજ્ઞાનિકોની જરૂરિયાત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University, Rajkot) ના મનોવિજ્ઞાન ભવન (Department of Psychology) માંડિપ્લોમા કોર્સ ઇન ક્લિનિકલ સાઇકોલોજી’ (Diploma course in Clinical Psychology)નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.


વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો. યોગેશ જોગેશણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચાલુ વર્ષથી ડિપ્લોમા કોર્સ શરૂ કરવા જઇ રહી છે. માટે અભ્યાસનો સમયગાળો એક વર્ષનો રહેશે. જેમાં એડમિશન માટે વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે અને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલ કુલ 20 બેઠક છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. લેખિત અને મૌખિક પરીક્ષા પણ લેવામાં આવશે


વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા પછી ઓરીજીનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશ 9 જૂન 2022 સુધીમાં મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે રૂબરૂ કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લેખિત તથા મૌખિક પરીક્ષા પણ લેવામાં આવશે જેમાં તેને મનોવિજ્ઞાન લગતા સવાલો પૂછવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઘણી કંપનીઓ ભરતી, તાલીમ, પ્રતિભા સંચાલન અને શિક્ષણ અને વિકાસ માટે મનોવૈજ્ઞાનિકોની શોધ કરે છે. ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ અને સ્પોર્ટ્સ સાઇકોલોજી જેવા ક્ષેત્રોમાં પણ તકો વધી છે. જેથી વિદ્યાર્થીઓને રોજગારી પણ મળી રહેશે.


આ પણ વાંચો: 1 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ, પ્રસંગોમાં વપરાતી થર્મોકોલની આઇટમો પણ થશે બંધ

એડમિશન માટે આવી છે પ્રક્રિયા


કોર્સનું નામઃ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ (ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી)


કુલ સીટ: 20


કોર્સનો સમયગાળો: 1વર્ષ (6 મહિના internship) સેલ્ફ ફાયનાન્સ કોર્સ


પ્રવેશ લાયકાત: મનોવિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક


ઓનલાઈન અરજી કરવાની તારીખ: 23/05/2022થી 06/06/2022


ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટઃ www.saurashtrauniversity.edu અને www.admission.saurashtrauniversity.edu


ઓનલાઈન અરજીફોર્મ ભર્યા બાદ અરજી સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખઃ 09/06/2022 સુધીમાં મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂબરૂ કરાવવું પડશે.


સંપર્ક : 96621 24706


એડમિશન પ્રવેશ પરીક્ષા અને ઇન્ટરવ્યુ આધારીત આપવામાં આવશે.

Published by: kuldipsinh barot
First published: May 27, 2022, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading