DRDO Recruitment: DRDOમાં વધુ 20 જગ્યા માટે ભરતી, અહીં આપવામાં આવેલી લિંકથી કરો અરજી


Updated: May 9, 2022, 2:08 PM IST
DRDO Recruitment: DRDOમાં વધુ 20 જગ્યા માટે ભરતી, અહીં આપવામાં આવેલી લિંકથી કરો અરજી
DRDO Recruitment : ડીઆરડીઓમાં ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment 2022 : ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી (DEBL), બેંગ્લોર માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

  • Share this:
DRDO Recruitment:  ડીઆરડીઓ એપ્રેન્ટિસ ભરતી 2022 (DRDO Recruitment 2022) ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી (DEBL), બેંગ્લોરના ઇજનેરો માટે યોજવામાં (Recruitment for Engineers) આવી રહી છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (Jobs in DRDO)ના નેજા હેઠળની અગ્રણી સંસ્થા છે. જે લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ, બાયોમેડિકલ ડિવાઇસીસ, પર્યાવરણીય સંરક્ષણ સિસ્ટમ્સ અને એરક્રૂ પ્રોટેક્ટિવ સિસ્ટમ્સમાં સંશોધન અને વિકાસમાં સંકળાયેલી છે. આ પદ માટે જેની પસંદગી કરવામાં આવશે તેમને એક વર્ષના સમયગાળા માટે રાખવામાં આવશે અને તેમને માસિક રૂ. 9000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

DRDO Recruitment:  લાયકાત

ડી.આર.ડી.ઓ. એપ્રેન્ટિસ ભરતીનું તાજેતરનું જાહેરનામું 20 નવી એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓ છે, જેના માટે કોઈ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં બીઇ અથવા બીટેક ધરાવતા ઉમેદવારો નીચેની સ્ટ્રીમમાંથી અરજી કરી શકે છે.

મેકેનિકલ એન્જીનિયરીંગ – 6 પોસ્ટ

ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરીંગ – 6 પોસ્ટ

બાયોમેડિકલ એન્જીનિયરીંગ – 6 પોસ્ટકમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી – 2 પોસ્ટ

જોકે, ભવિષ્યમાં જરૂરિયાતના આધારે વેકેન્સીની સંખ્યામાં વધારો કે ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી આવેલી અરજીઓ પરથી તૈયાર કરવામાં આવેલ મેરીટના આધારે કરવામાં આવશે.

આ લાયકાત ઉપરાંત, અરજદારો નીચેના માપદંડોને પણ પૂર્ણ કરવાના રહેશે.

ઉમેદવારે અન્ય કોઇ જગ્યાએ એપ્રેન્ટિસશીપ તાલીમ લીધેલ ન હોવી જોઈએ.

ઉમેદવારને એક વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ ન હોવો જોઈએ.

ઉમેદવારે લાયકાત પરીક્ષા પાસ કર્યા પછી 3 વર્ષ પૂર્ણ કર્યા ન હોવા જોઈએ.

આ પણ વાંચો : DRDO Recruitment : DRDOમાં JRFની ભરતી, અહીંથી કરો અરજી, 31,000 સુધી મળશે સ્ટાઈપેન્ડ

DRDO Recruitment: નોકરીની ટૂંકી વિગતોજગ્યા 20
શાક્ષણિક લાયકાત મેકેનિકલ એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરીંગ, બાયોમેડિકલ એન્જીનિયરીંગ , કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી કરવાની ફી નિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં
ભરતીની જાહેરાત જોવા માટે     અહીંયા ક્લિક કરો
અરજી કરવા માટે hrd.debel.debel@gov.in  પર ઈમેલ કરવાની રહેશે.DRDO Recruitment:  કઇ રીતે કરશો અરજી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પહેલા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (MHRD) પોર્ટલમાં પોતાને નોંધણી કરાવવી પડશે. ત્યારે બાદ શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, અને જો લાગુ હોય તો જાતિ પ્રમાણપત્રના અંગેના સંબંધિત દસ્તાવેજો સાથેની અરજી એક જ PDF ફાઇલમાં સ્કેન કરવાની રહેશે અને hrd.debel.debel@gov.in પર ઇમેઇલ કરવાની રહેશે. જેઓ અરજી કરવા માંગે છે તેઓને વધુ માહિતી માટે વિગતવાર ઓફિશ્યલ નોટિફીકેશન તપાસી શકે છે.

આ પણ વાંચો : Canara Bank Recruitment : કેનેરા બેન્કમાં વિવિધ જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment: મહત્ત્વની સૂચનાઓ

- જો ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે તો TA કે DA આપવામાં આવશે નહીં.

- પસંદગી પામનારા ઉમેદવારોએ બેંગલોરમાં પોતાના રહેવાની અને ટ્રાન્સપોર્ટની સુવિધા જાતે કરવાની રહેશે.

- એપ્રેન્ટિસશીપની ઓફર ડીઆરડીઓમાં રોજગારનો કોઈ અધિકાર આપતી નથી.
First published: May 9, 2022, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading