FSSAI Recruitment: ડિરેક્ટરની પોસ્ટ માટે આવી ભરતી, રૂ.2,15,900 સુધી માસિક પગાર


Updated: May 28, 2022, 4:38 PM IST
FSSAI Recruitment: ડિરેક્ટરની પોસ્ટ માટે આવી ભરતી, રૂ.2,15,900 સુધી માસિક પગાર
fssaiમાં ભરતી

fssai recruitment 2022: લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 14 જૂન, 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી (Apply Online) કરી શકે છે.

  • Share this:
નોકરી (Job) શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI Recruitment 2022) ડિરેક્ટર પદ માટે લાયક ઉમેદવારોની ભરતી કરી રહી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 14 જૂન, 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી (Apply Online) કરી શકે છે. આ ભરતી દ્વારા ત્રણ જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

વયમર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરવાની મહત્તમ વયમર્યાદા 56 વર્ષ રાખવામાં આવી છે.

કેટલો મળશે પગાર?

ઉપરોક્ત પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેદવારોને માસિક રૂપિયા 1,23,100 થી રૂપિયા 2,15,900 પગાર ચૂકવવામાં આવશે.


મહત્વની માહિતી મહત્વની માહિતી
પોસ્ટ ત્રણ જગ્યા
વયમર્યાદા મહત્તમ વયમર્યાદા 56 વર્ષ
જાહેરાત જોવા માટે https://fssai.gov.in/upload/uploadfiles/files/Circular_Director_24_05_2022.pdf
અનુભવ અને લાયકાત અનુભવ અને લાયકાત વિશે જાણવા અહીં ક્લિક કરો

લાયકાત અને અનુભવ

કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો અથવા યુનિવર્સિટીઓ અથવા માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અથવા અર્ધ-સરકારી, વૈધાનિક અથવા સ્વાયત્ત સંસ્થાઓના અધિકારીઓ:-

- પેરેન્ટ કેડર અથવા વિભાગમાં નિયમિત ધોરણે સમાન પોસ્ટ હોલ્ડિંગ અથવા

- પેરન્ટ કેડર અથવા વિભાગમાં પગાર સ્તર 12 અથવા સમકક્ષ નિયમિત ધોરણે તેમની નિમણૂક પછી આપવામાં આવેલ ગ્રેડમાં પાંચ વર્ષની નિયમિત સેવા સાથે અને સંબંધિત અનુભવ સાથે.

- માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઇએ અથવા

કેમેસ્ટ્રી અથવા બાયોકેમેસ્ટ્રી અથવા ફૂડ ટેક્નોલોજી અથવા ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અથવા ફૂડ એન્ડ ન્યૂટ્રીશ્યન અથવા એડીબલ ઓઇલ ટેક્નોલોજી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા એગ્રિકલ્ચરલ અથવા હોર્ટિકલ્ચરલ સાયન્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અથવા ટોક્સિકોલોજી અથવા પબ્લિક હેલ્થ અથવા લાઇફ સાયન્સ અથવા બાયોટેક્નોલોજી અથવા ફ્રૂડ એન્ડ વેજીટેબલ ટેક્નોલોજી અથવા ફૂડ સેફ્ટિ એન્ટ ક્વોલિટી અસ્યોરન્સમાં માસ્ટર ડિગ્રી.

અથવા

ફૂડ સેફ્ટી અથવા ફૂડ સાયન્સ અથવા ફૂડ પ્રોસેસિંગ અથવા ફૂડ પ્રોસેસિંગ અથવા ક્વોલિટી એશ્યોરન્સ ઇન ફૂડ સેક્ટર અથવા ડાયેટિક એન્ડ પબ્લિક હેલ્થ અથવા ન્યુટ્રિશન અથવા ડેરી સાયન્સ અથવા બેકરી સાયન્સ અથવા પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીમાં સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાનો પીજી ડિપ્લોમા. એક શરત સાથે કે જે ઉમેદવારોએ આ પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે, આમાંથી કોઈ એક વિષયનો તેમના સ્નાતક ડિગ્રી સ્તરે સમાવેશ હોવો જોઇએ.

આ પણ વાંચોઃ-ONGC Recruitment: ONGCમાં 922 નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટ પર અરજી કરવાની અંતિમ તક, વેતન રૂ. 98,000

અથવા

બાયોકેમિસ્ટ્રી અથવા ફૂડ ટેક્નોલોજી અથવા ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અથવા ફૂડ એન્ડ ન્યૂટ્રીશન અથવા એડિબલ ઓઇલ ટેક્નોલોજી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા એગ્રિકલ્ચરલ અથવા હોર્ટિકલ્ચરલ સાયન્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અથવા ટોક્સિકોલોજી અથવા પબ્લિક હેલ્થ અથવા લાઇફ સાયન્સ અથવા બાયોટેક્નોલોજી અથવા ફ્રૂટ એન્ડ વેજીટેબલ ટેક્નોલોજી અથવા ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી અસ્યોરન્સ અથવા ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી અથવા ફ્રૂટ એન્ડ વેજીટેબલ અથવા મેડિસિન અથવા વેટનરી સાયન્સ અથવા ફીશરિઝ અથવા એનિમલ સાયન્સ કરેલું હોવું જોઇએ.

આ પણ વાંચોઃ-MHA Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં 49 જગ્યાઓ માટે કરો અરજી, અહીં જાણો બધી વિગતો

અથવા

ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા ઓઇલ ટેકનોલોજી અથવા ફૂડ પ્રોસેસ એન્જિનીયરિંગ અથવા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અથવા ફ્રૂટ એન્ડ વેજિટેબલ ટેકનોલોજી અથવા ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ અથવા મેડિસિન અથવા વેટરનરી સાયન્સ અથવા ફીશરીઝ અથવા એનિમલ સાયન્સમાં બેચલર ડિગ્રી (ચાર વર્ષથી ઓછા સમયગાળા) માં બીઇ અથવા B.Tech કરેલું હોવું જોઇએ.

અથવા

ઉપરોક્ત કોઈપણ વિષયમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.
Published by: ankit patel
First published: May 28, 2022, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading