GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર

News18 Gujarati
Updated: January 22, 2022, 11:41 PM IST
GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં  103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર
Gujarat Metro recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

GMRC Recruitment 2022:ગુજરાત મેટ્રોમાં વિવિધ મેનેજરિયર પોસ્ટ પર ભરતી (Gujarat Metro Recruitment) પોસ્ટ પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

  • Share this:
GMRC Recruitment 2022 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (Gujarat Metro Rail Corporation Limited) દ્વારા 103 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. મેટ્રોમાં એડિશનલ જનરલ મેનેજર, જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય જગ્યા માટે ભરતી બહાર (GMRC Recruitment 2022 Notification) પડી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી 2022 છે. યોગ્યતા (GMRC Recruitment 2022 Online Application) ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ભરતીની અરજી કરી શકે છે.

GMRC Recruitment 2022 જગ્યા

આ ભરતી પ્રક્રિયામાં સિનિયર ડે.જનરલ મેનેજરની 04, ડે. જનરલ મેનેજર સિવિલની 04, મેનેજર સિવિલની 17, આસિસ્ટન્ટ મેનેજરની 06, જનરલ મેનેજર રોલિંગ સ્ટોકની 02, જનરલ મેનેજર ટ્રેક્શનની 02, જનરલ મેનેજર સિગ્નલિંગની 2, જનરલ મેનેજર ઈલેક્ટ્રિકલની 01, એડિશનલ જીએમ 01, જેજીએમ 02, જેજીએમ ટ્રેક્શન 01, વગેરે જુદી જુદી શાખામાઓમાં કુલ 103 જગ્યા પર ભરતી થઈ રહી છે.

GMRC Recruitment 2022 શૈક્ષણિ લાયકાત : મેટ્રોની ભરતીમાં જુદી જુદી જગ્યાઓ પર કુલ 103 પોસ્ટ ભરાશે. દરેક પોસ્ટ મુજબ તેની શૈક્ષણિક લાયકાત છે જેમાં બીઈથી લઈને અને પોસ્ટ મુજબ શૈક્ષણિક યોગ્યતા માંગવામાં આવી છે. ઉમેદવારો જાહેરાત વાંચી અને અરજી કરી શકે છે.

GMRC Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

ગુજરાત મેટ્રોની આ ભરતી કરાર આધારિત છે. તમામ પોસ્ટ પર ઓનલાઇન અરજી કર્યા પછી યોગ્ય ઉમેદવારોને ભરતી માટે ઈન્ટરવ્યૂ પદ્ધતીથી પસંદ કરવામાં આવશે. ઉમેદવારોએ આ અંગે સંબંધિત વિભાગની જાહેરાત જોવીઆ પણ વાંચો : Indian Army JAG 29 Course Recruitment 2022: આર્મીમાં JAG 29 એન્ટ્રી કોર્સ માટે અરજી કરો ઓનલાઇન

GMRC Recruitment 2022 કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક પર ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. જેમાં સીવી. પગાર સ્લિપ અને ટેસ્ટિમોનિયલ વગેરે અપલોડ કરવાનું રહેશે. નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 11મી ફેબ્રુઆરી 2022 છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકનો ઉપયોગ કરી અરજી કરી શકે છે.

નોકરીની ટૂંકી વિગતો

નોકરીની ટૂંકી વિગતો































પોસ્ટ 103
શૈક્ષણિક લાયકાત

BE/Btech વગેરે

પસંદગી પ્રક્રિયા



ઈન્ટરવ્યૂના માધ્યમથી

અરજી કરવાની ફી ઉલ્લેખ નથી
અરજી કરવાની અંતિમ તારીખ 11-2-2022
ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ક્લિક કરો



આ પણ વાંચો : TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, 1.20 લાખ સુધી મળશે પગાર

GMRC Recruitment 2022 પગાર

આ ભરતીમાં પસંદ થનારા ઉમેદવારોનો પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે જેમાં 50,00થી લઈને 2.20 લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પગાર આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારએ ખાસ નોંધ લેવી કે આ નોકરી 03 વર્ષથી 05 વર્ષના કરારા આધારિત છે.
Published by: Jay Mishra
First published: January 22, 2022, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading