GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક

News18 Gujarati
Updated: May 9, 2022, 10:18 PM IST
GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તક
GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા (GPSSB) 3137 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

  • Share this:
GPSSB Recruitment 2022: રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSSB) દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી સેવા મંડળ દ્વારા વર્ગ- સંવર્ગની ફિમેલ હેલ્થ વર્કરની ખાલી (GPSSB Female Health worker Recruitment) 3137 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીનું નોટિફીકેશન પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા (GPSSB Female Health worker Recruitment Online Application) ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 10-5-2022 છે.  આ નોકરી માટે આવતીકાલે મંગળવારે અરજી કરવાની અંતિમ તક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

GPSSB Recruitment 2022: ખાલી જગ્યા

આ ભરતીની 3137 ખાલી જગ્યાઓ પૈકીની અમદાવાદમાં 96, અમરેલીમાં 84, આણંદમાં 82, અરવ્લીમાં 68, બનાસકાંઠઆમાં 276, ભરૂચમાં 86, ભાવનગરમાં 97, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 93, દાહોદમાં 256, દેવભૂમિ દ્વારકામાં 71, ડાંગમાં 21, ગાંધીનગરમાં 41, ગીર સોમનાથમાં 56, જામનગરમાં 80, જૂનાગઢમાં 77, કચ્છમાં 153, ખેડામાં 106, મહીસાગરમાં 54

મોરબીમીમાં 96, મહેસાણામાં 90, નર્મદામાં 50, નવસારીમાં 90, પંચમહાલમાં 92, પાટણમાં 133, પોરબંદરમાં 21, રાજકોટમાં 129, સાબરકાંઠામાં 84, સુરતમાં 97, સુરેન્દ્રનગરમાં 126, તાપીમાં 100, વડોદરામાં 80, વલસાડમાં 110 છે.

આ પણ વાંચો : Indian Army TGC Recruitment : આર્મીમાં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ-136 દ્વારા ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

GPSSB Recruitment 2022: શૈક્ષણિક લાયકાતફિમેલ હેલ્થ વર્કરની ભરતી માટે 18-41 વર્ષની ઉમેદવારો (અનામતની છૂટ સાથે) ફિમેલ હેલ્થ વર્કરનો સર્ટિફિકેટ બેઝિક કોર્સ સરકારી માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. અથવા તો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મીડવાઈફનો કોર્સ કર્યો હોવો જોઈએ. આ ઉપરાંત સીસીસી અને ડે ડીઓઈએસીસીનો કોર્સ કર્યો હોવો જોઈએ.

નોકરીની ટૂંકી વિગતો































જગ્યા 3137
શૈક્ષણિક લાયકાત ફિમેલ હેલ્થ વર્કરનો સર્ટિફિકેટ બેઝિક કોર્સ સરકારી માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. અથવા તો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મીડવાઈફનો કોર્સ
પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી ફી 100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ 10-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિકલ કરો



GPSSB Recruitment 2022: પગાર ધોરણ

આ નોકરીમાં પસંદ થનારી ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની રહેશે. પ્રથમ પાંચ વર્ષ માટે આ નોકરીનો ફિક્સ પગાર 19,950 રૂપિયા મળવા પાત્ર થશે.

GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

આ નોકરીની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે. આ લેખિત પરીક્ષામાં હેતુલક્ષણી પ્રશ્નો પૂછાશે. જેમાં જનરલ નોલેજ અને જનલર અવેરનેસના 20 માર્ક્સના પ્રશ્નો, ગુજરાત ભાષા અને ગ્રામરના 15 માર્ક્સના પ્રશ્નો, ઈન્ગલિશ ગ્રામરના 15 માર્ક્સના પ્રશ્નો, વિષયને લગતા 50 માર્ક્સના પ્રશઅનો પૂછાશે. 100 માર્ક્સનું પેપર 60 મિનિટમાં સમાપ્ત કરવાનું રહેશે.

આ પણ વાંચો : SIDBI Recruitment 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

GPSSB Recruitment 2022: અરજી ફી

આ નોકરી માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ઉમેદાવરો અહીંયાથી અથવા તો ઓજસ પર જઈને 26-4-2022થી બપોરે 1.00 વાગ્યાથી 10-5-2022 સુધી અરજી કરી શકશે.
Published by: Jay Mishra
First published: May 9, 2022, 10:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading