Gujarat High Court recruitment 2022: હાઈકોર્ટ દ્વારા 15 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી


Updated: May 17, 2022, 11:17 PM IST
Gujarat High Court recruitment 2022: હાઈકોર્ટ દ્વારા 15 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી
Gujarat High court Recruitment 2022 : ગુજરાત હાઈકોર્ટમાં 15 ખાલી જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

Gujarat High court Recruitment 2022 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા (Gujarat High court ) પર્સનલ સેક્રેટરીની 15 ખાલી જગ્યા માટે ભરતીઓ બહાર પાડવામાં આવી છે, રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

  • Share this:
 Gujarat High Court recruitment 2022:  ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોકરીની સોનેરી તક આપવામાં આવી રહી છે. હાઈકોર્ટમાં 15 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે પ્રાઈવેટ સેક્રેટરીની ખાલી જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે hc-ojas.gujarat.gov.in પર 31 મે સુધી અરજી કરી શકે છે. અહી ગુજરાત હાઇકોર્ટની ભરતી અંગે તમામ જાણકારી આપવામાં આવી છે.

હાઇકોર્ટમાં પ્રાઈવેટ સેક્રેટરીની કુલ 15 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રિલિમનરી ટેસ્ટ (ઓબ્જેક્ટિવ) જુલાઈ/ઓગસ્ટમાં હાથ ધરવામાં આવશે. જ્યારે સ્ટેનોગ્રાફી ટેસ્ટ/સ્કીલની પરીક્ષા અને વાઈવા ટેસ્ટ જેને મૌખિક ઇન્ટરવ્યુ પણ કહેવાય છે તે સપ્ટેમ્બર/ઓક્ટોબર અને નવેમ્બર/ડિસેમ્બર, 2022માં યોજાશે.

Gujarat High Court recruitment 2022:  લાયકાત ધોરણ

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. અંગ્રેજી ટાઈપિંગમાં પ્રતિ મિનિટ 120 શબ્દોની ઝડપ હોવી અનિવાર્ય છે અને આ સાથે કોમ્પ્યુટરનું સામાન્ય અને ઓપરેશનલ જ્ઞાન પણ હોવું જોઇએ.

વય મર્યાદા : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 31 મે, 2022ના રોજ 35 વર્ષથી વધુ પણ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં ઉપર લિમિટમાં છૂટછાટ લાગુ પડશે.

Gujarat High Court recruitment 2022:  અરજી ફીSC/ST/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો/PwD/ભૂતપૂર્વ સૈનિકો અને EWSના ઉમેદવારોએ રૂ. 500 ફી ચૂકવવાની રહેશે, જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને રૂ. 1000નું ફી ધોરણ લાગુ પડે છે.

Gujarat High Court recruitment 2022: ટૂંકી વિગતો































જગ્યા 15
શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. અંગ્રેજી ટાઈપિંગમાં પ્રતિ મિનિટ 120 શબ્દોની ઝડપ હોવી અનિવાર્ય
પસંદગી પ્રક્રિયા

સ્ટેનોગ્રાફી/સ્કીલ ટેસ્ટ અને Viva¬voce ટેસ્ટમાં ઉમેદવારો દ્વારા મેળવેલ કુલ ગુણના આધારે સિલેક્શન લિસ્ટ અને વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અરજી ફી

SC/ST/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો/PwD/ભૂતપૂર્વ સૈનિકો અને EWSના ઉમેદવારોએ રૂ. 500 ફી ચૂકવવાની રહેશે, જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને રૂ. 1000નું ફી ધોરણ લાગુ પડે છે.

અરજી કરવાની અંતિમ તારીખ 31-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે   અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે   અહીંયા ક્લિક કરો



Gujarat High Court recruitment 2022:  પસંદગી પ્રક્રિયા

સ્ટેનોગ્રાફી/સ્કીલ ટેસ્ટ અને Viva¬voce ટેસ્ટમાં ઉમેદવારો દ્વારા મેળવેલ કુલ ગુણના આધારે સિલેક્શન લિસ્ટ અને વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Gujarat High Court recruitment 2022:  એપ્લિકેશન પ્રોસેસ :

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા નીચના પગલાં અનુસરવા પડશે.

1. ગુજરાત હાઈકોર્ટની નવી ઓફિશિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાવ
2. કરંટ જોબના શિષર્ક હેઠળ “PRIVATE SECRETARY (2022-23)“ પર ક્લિક કરો
3. પોસ્ટ માટેની એપ્લાય લિંક પર ક્લિક કરો અને સામે આવેલ ફોર્મ સંપૂર્ણ ભરો
4. હવે જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરો અનેફી ચૂકવો
5. સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો
6. તેની ભવિષ્યમાં જરૂર પડશે તેથી આ ફોર્મની પ્રિન્ટઆઉટ પણ લઈ લેવી
First published: May 17, 2022, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading