PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

News18 Gujarati
Updated: November 27, 2021, 4:07 PM IST
PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર
Gujarat Police Recruitment PSI LRD Helpline Numbers : 2 ડિસેમ્બર સુધી આ હેલ્પલાઇન નંબર સવારે 10.30થી સાંજે 6.30 સુધી ફોન કરી શકાશે.

OJAS પરથી PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, જો ડાઉન લોડ ન થઈ શકતા હોય તો આ ત્રણ નંબર પર કરો ફોન, અત્યારસુધીમાં સાત લાખ લોકોએ ડાઉનલોડ કર્યા કોલલેટર

  • Share this:
PSI_LRD Recruitment Call Letters: રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે કોલ લેટર શુક્રવારે રાત્રે 8.50 કલાકે જાહેર થઈ ગયા છે. અત્યારસુધીમાં સાત લાખ જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે છતાં હજુ પણ અનેક ઉમેદવારોને આ અંગે સમસ્યા સર્જાઈ છે. આ સમસસ્યાના સમાધાન માટે કોલલેટર સંબંધિત માહિતી માટે ત્રણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે (Gujarat Police Recruitment PSI LRD Helpline Numbers Started) આ હેલ્પલાઇન નંબર પર સવારે 10.30થી સાંજે 6.00 વાગ્યા સુધી મદદ મળશે. દરમિયાનમાં શારીરિક કસોટી માટેની મહત્ત્વપૂર્ણ તારીખો બહાર પાડવામાં આવી છે ( Gujarat Police Recruitment PSI LRD Helpline Numbers Started Physical Test) ભરતી પ્રક્રિયાના વડા હસમુખ પટેલે આ અંગે ટ્વીટર પર જાણકારી આપી છે.

હેલ્પલાઇન નંબર : કોલ લેટર માટે તારીખ 2/12/21 સુધી.
9104654216

8401154217
7041454218
સમય સવારે 1030થી સાંજે 6 સુધી.ઉમેદવારો થોડી ધીરજ રાખશે તો તેમને તકલીફ ઓછી પડશે. નહીં તો હેલ્પલાઇન નંબરો પણ સતત એન્ગેજ મળશે. આ હેલ્પલાઇન પર ફોન કરી અને ઉમેદવારો મદદ મેળવી શકશે.

PSIની શારીરિક કસોટીની તારીખો

પો.સ.ઇની શારીરીક કસોટી તારીખ 3/12/21થી શરૂ થશે. પુરુષ ઉમેદવારોની કસોટી તારીખ 24/12/21ના રોજ પૂરી થશે મહિલા ઉમેદવારોની કસોટી તારીખ 28/12/21ના રોજ પૂરી થશે. જે ઉમેદવારોએ પો.સ.ઇ તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યું હોય તેઓની કસોટી પણ આ તારીખ સુધીમાં પૂરી થશે.



3 ડિસેમ્બરથી રાજ્યમાં કુલ પંદર મેદાનમાં પો.સ.ઇ તથા લોક રક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે. 12 મેદાનો ઉપર પુરુષ અને ત્રણ મેદાનો ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી થશે. મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ મુખ્ય મથક રાજકોટ શહેર, ભરૂચ તથા ગાંધીનગર ના મેદાનોમાં લેવામાં આવશે.

એલઆરડીની કસોટીની તારીખ

માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 25/12/21થી શરૂ થઈ તારીખ 25/01/22 સુધીમાં પુરી થશે.

માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 29/12/21થી શરૂ થઈ તારીખ 29/01/22ના રોજ પૂરી થશે.

આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી કરી હોય તો

જે ઉમેદવારોએ પીએસઆઇ તથા લોક રક્ષક એમ બંનેમાં અરજી કરી છે તે ઉમેદવારોએ પીએસઆઇ ના કોલલેટર ઉપર દોડવાનું છે. આ બાબતે વારંવાર પ્રશ્નો પૂછી તેઓ હેલ્પ લાઇન પર અન્ય ઉમેદવારો માટેનો સમયનો વ્યય ન કરે તેવું હસમુખ પટેલનું સૂચન છે.

Gujarat Police Recruitment PSI LRD Helpline Numbers : 2 ડિસેમ્બર સુધી આ હેલ્પલાઇન નંબર સવારે 10.30થી સાંજે 6.30 સુધી ફોન કરી શકાશે.


લાયક ન હોય તેવા ઉમેદવારો સામે કાર્યવાહી થશે

બોર્ડના ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક ઉમેદવારો પીએસઆઇ ભરતી માટે લાયક ન હોવા છતાં ખોટી જન્મતારીખ/ ખોટી માહિતી આપી અરજી કરેલ છે. હવે આ ઉમેદવારો પીએસઆઇ ના કોલલેટર પર ન દોડવા રજૂઆત કરી રહેલ છે. આવા ઉમેદવારો વિરુદ્ધમાં પગલા લેવા બોર્ડ વિચારી રહેલ છે.

આ પણ વાંચો : Sarkari Naukri: બરોડા ડેરીમાં વિવિધ પોસ્ટની ભરતી, 11.48 લાખ રૂપિયા સુધી મળશે CTC

ગેરલાયક ઠરી શકે છે આ ઉમેદવારો

કેટલાક ઉમેદવારોએ ખોટી માહિતી સાથે પી.એસ.આઇ ભરતીના ફોર્મ ભરેલ છે. તેઓ એવું ઇચ્છે છે કે તેઓના પીએસઆઇના ફોર્મ રદ થાય ને લોકરક્ષકની કસોટીમાં પાછળની તારીખમાં દોડવા મળે.આવી ગેરરીતિ કરનાર ઉમેદવારના બંને ફોર્મ રદ થઈ શકે છે અને ભવિષ્યની સરકારી ભરતી માટે પણ ગેરલાયક ઠેરવી શકાય છે
Published by: Jay Mishra
First published: November 27, 2021, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading