Ahmedabad: ગુજરાતને મળશે 5 નવી મેડિકલ કોલેજ, 190 કરોડના ગ્રાન્ટની મળી મંજૂરી
Updated: May 27, 2022, 6:12 PM IST
મેડિકલ કોર્સની બેઠકો 5700 થી વધીને 6200 જેટલી થશે
રાજ્યમાં મેડિકલ (Medical) કોલેજની વાત કરીએ તો હજી ગયા અઠવાડિયે જ ધોરણ 12 નું પરિણામ આવ્યું છે. તેમાં ગ્રુપ B નું પરિણામ 68.58% જેટલું આવ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં મેડિકલ (Medical) કોલેજની વાત કરીએ તો હજી ગયા અઠવાડિયે જ ધોરણ 12 નું પરિણામ આવ્યું છે. તેમાં ગ્રુપ B નું પરિણામ 68.58% જેટલું આવ્યું છે. આ વર્ષની ધોરણ 12 ની પરીક્ષામાં કુલ 61,928 વિદ્યાર્થીઓ (Students) ઉપસ્થિત થયા હતા. તેમાંથી 42,469 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ (Pass) થયા હતા.
નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે રૂ. 190 કરોડના ગ્રાન્ટની મળી મંજૂરી
અન્ય વાત કરીએ તો દર વર્ષે મેડિકલ કોલેજોમાં (College) એડમિશનમાં વધારો જોવા મળી રહ્યો છે. જે એન્જિનિયરીંગ કોલેજોના એડમિશનની (Admission) સંખ્યા કરતાં વધુ છે. અત્યારે હાલમાં મેડિકલ ક્ષેત્રે વિદ્યાર્થીઓની રૂચિ વધતી જોઈને કેન્દ્ર સરકારે ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે રૂ. 190 કરોડની ગ્રાન્ટ (Grant) મંજૂર કરી દીધી છે.
મેડિકલ કોર્સની બેઠકો 5700 થી વધીને 6200 જેટલી થશે
જો આ કોલેજોને અંતિમ મંજૂરી (Approved) મળે છે. તો રાજ્યમાં વર્તમાન 31 મેડિકલ કોલેજો આવેલી છે. જે વધીને 36 મેડિકલ કોલેજો જેટલી થઈ જશે અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની (Course) બેઠકો હાલમાં 5700 જેટલી છે. જે વધીને 6200 જેટલી સીટો થઈ જશે. આ નવી પાંચ કોલેજો નવસારી, પોરબંદર, રાજપીપળા, ગોધરા અને મોરબી જેવા શહેરોમાં શરૂ થશે. તથા દરેક કોલેજોમાં 100 જેટલી સીટો (Seat) ફાળવવામાં આવશે.સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય (Health) વિભાગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ પાંચ કેન્દ્રોની જિલ્લા હોસ્પિટલોને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હેઠળ મેડિકલ કોલેજમાં અપગ્રેડ કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) ની એક ટીમ મેડિકલ ક્ષેત્રે પાંચ કોલેજોની મંજૂરી આપતા પહેલા આ સૂચિત કોલેજોની નિરીક્ષણ માટે મુલાકાત પણ લેશે.
આ પણ વાંચો: સાંતલપુર હાઇવે પર બસને નડ્યો અકસ્માતનવ GMERS મેડિકલ કોલેજોમાં નથી કોઈ કાયમી ફેકલ્ટી સભ્યો
ગત વર્ષે ખંભાળિયા, બોટાદ અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. પરંતુ સરકારે (Government) હજુ સુધી ગ્રાન્ટ મંજૂર કરી નથી. તેથી તેની પ્રક્રિયા અટકી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં લગભગ નવ જીએમઇઆરએસ મેડિકલ કોલેજો છે. પરંતુ તેમાંથી એકેયમાં કાયમી ફેકલ્ટી (Faculty) સભ્યો નથી. તેમાંના મોટા ભાગના શિક્ષકો હંગામી ધોરણે રાખેલા હોય છે. તેઓ જ્યારે પણ એનએમસી નિરીક્ષણ (Inspection) હોય ત્યારે કોલેજો શિફ્ટ કરતા રહે છે.
આ પણ વાંચો: અકસ્માતગ્રસ્ત વાહન સાથે લક્ઝરી બસની ટક્કર, આગળના ભાગના ફૂરચા નીકળી ગયા
કોલેજો દ્વારા કાયમી ફેકલ્ટી સભ્યોની ભરતીની (Recruitment) માંગ કરવામાં આવી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કોલેજોમાં સ્ટાફની (Staff) અછત છે અને આ સ્ટાફની અછત રેકોર્ડમાં દેખાતી નથી. આ સમસ્યાના નિરાકરણ માટે કોલેજો દ્વારા કાયમી ફેકલ્ટી સભ્યોની ભરતીની (Recruitment) માંગ કરવામાં આવી રહી છે. સાથે એ પણ જણાવ્યું હતું કે જો કોલેજોમાં પૂરતો ટીચિંગ (Teaching) સ્ટાફ ન હોય તો નવી કોલેજો સ્થાપીને માત્ર મેડિકલ સીટોની સંખ્યા વધારવાથી કોઈ હેતુ પૂરો થતો નથી.
Published by:
kuldipsinh barot
First published:
May 27, 2022, 6:12 PM IST